Ahmedabad News: ઘરેથી યુનિફોર્મ પહેરીને નીકળી, મેટ્રો સ્ટેશનમાં કપડાં બદલી ફરવા નીકળી ગઈ

જરા ચેક કરી લેજો તમારા બાળકો તો સ્કૂલના દફ્તરમાં 2 જોડી કપડાં લઈને જતા નથી ને! અમદાવાદમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સ્કૂલે 4 છાત્રાને દાખલો આપી દીધો છે કહી દીધું છે કે હવે તમારે જ્યાંથી ભણવું હોય ત્યાંથી ભણો, અમારી સ્કૂલમાંથી નહીં. જેને પગલે વાલીઓની હાલત કફોડી બની ગઈ છે.

Ahmedabad News: ઘરેથી યુનિફોર્મ પહેરીને નીકળી, મેટ્રો સ્ટેશનમાં કપડાં બદલી ફરવા નીકળી ગઈ

જરા ચેક કરી લેજો તમારા બાળકો તો સ્કૂલના દફ્તરમાં 2 જોડી કપડાં લઈને જતા નથી ને! અમદાવાદમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સ્કૂલે 4 છાત્રાને દાખલો આપી દીધો છે કહી દીધું છે કે હવે તમારે જ્યાંથી ભણવું હોય ત્યાંથી ભણો, અમારી સ્કૂલમાંથી નહીં. જેને પગલે વાલીઓની હાલત કફોડી બની ગઈ છે. અમદાવાદમાં ગુરુકુલ રોડ પર આવેલી મહારાજા અગ્રસેન સ્કૂલની ધો.૧૧ની ચાર વિદ્યાર્થિનીઓને સ્કૂલ સંચાલકે રસ્ટીકેટ કરી દીધી છે. છોકરીઓ ઘરેથી યુનિફોર્મ પહેરીને સ્કૂલે આવી હતી પરંતુ સ્કૂલ ગેટ પરથી પાછી નીકળીને મેટ્રો સ્ટેશન જતી રહી હતી. મેટ્રો સ્ટેશનમાં યુનિફોર્મ બદલીને બીજા કપડાં પહેરી લીધા હતા અને ફરવા નીકળી ગઈ હતી. 

સ્કૂલ છૂટવાના સમયે રિટર્ન આવીને પાછો યુનિફોર્મ પહેરી લીધો હતો. જેથી વાલીને પણ ખબર પડી નહોતી કે છાત્રાઓ સ્કૂલમાં ગઈ જ નથી પણ મેટ્રો સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીને ખબર પડી ગઈ આ છોકરીઓ સ્કૂલમાં જવાના બદલે ફરવા જતી રહી હતી. તેણે સ્કૂલને જાણ કરતા ભાંડો ફૂટી ગયો હતો. આખરે 4 સ્કૂલી છાત્રાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.  સમગ્ર ઘટના હાલ દબાવી દેવામાં આવી છે. 

સ્કૂલ સંચાલકોને આ અંગેની ખબર પડતાં મહારાજા અગ્રસેન સ્કૂલના સંચાલકોએ ચારેય વિદ્યાર્થિનીઓના માતા પિતાને સ્કૂલમાં બોલાવીને વાત કરી હતી. સ્કૂલ મેનેજમેન્ટે થટનાને ગંભીર ગણીને ચારેય રસ્ટીકેટ કરી દીધી હતી. જોકે છાત્રાઓનું ધો.૧૧નું વર્ષ બગડે નહિ તેને ધ્યાનમાં શાળામાં આવવાની ચોખ્ખી ના પાડી હતી અને માત્ર ધો.૧૧ની વાર્ષિક પરીક્ષા આપવા આવી શકાશે.

વર્ષ બગડે નહિ એટલે પરીક્ષા આપીને ધો.૧૨માં બીજી શાળામાં પ્રવેશ મેળવી લેવા જણાવી દીધું હતું. સ્કૂલે જવાના બદલે કપડાં ચેન્જ કરીને બહાર ફરવા જવાનું ભાારે પડી ગયું હતું. સ્કૂલની પણ બેદરકારી સામે આવી છે. સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં વિદ્યાર્થિનીઓ ગેટ પરથી જતી રહે તે કોઈને ખબર કેમ ના પડી તે પણ ગંભીર બાબત છે. વાલીઓ કેટલા ભરોસા સાથે બાળકોને સ્કૂલમાં મોકલતા હોય છે. આમ બાળકો સ્કૂલ જવાને બદલે બારોબાર ફરવા જશે તો વાલીઓના ભરોસાનો પણ તેઓ દ્રોહ કરશે. આમ જો તમારું બાળક પણ આ કુસંગે ના ચડે એ ધ્યાન રાખવું પણ વાલીની નૈતિક ફરજ છે.b

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news