અમદાવાદના આ વિસ્તારમાં કાળી ચૌદસે કોઈ જવાની હિંમત નથી કરતું, 6 વાગ્યા બાદ છવાય છે સન્નાટો
Kali Chaudas 2023 : આજે કાળી ચૌદશે અમદાવાદના એક એવા વિસ્તાર વિશે વાત કરીએ જ્યાં સાંજે 6 વાગ્યા પછી કોઈ પણ જવાની હિંમત નથી કરતું
Trending Photos
Haunted Places In Ahmedabad : આજે કાળી ચૌદસ છે. આજે અનેક લોકો સ્મશાન અને ભૂતપ્રેત વાળી જગ્યાઓ પર સાધના કરીને શક્તિ મેળવતા હોય છે. આવામાં અમદાવાદની એક એવી જગ્યા વિશે જાણીએ જ્યાં કાળી ચૌદસના દિવસે કોઈ જતુ નથી, અથવા તો એ રસ્તા પર જતા લોકો ડરે છે. આ છે અમદાવાદનું કાળી ગામનુ ગરનાળું.
લોકોને વિચિત્ર અનુભવો થાય છે
કહેવાય છે કે, કાળી ગામનું ગરનાળું ભૂતોનું ઠેકાણું છે. અહીં લોકોને વિચિત્ર અનુભવો થયા છે. આમ તો અહી લોકોની થોડી ઘણી પણ અવરજવર હોય છે, પરંતું આજે કાળી ચૌદશના દિવસે સાંજે 6 વાગ્યા બાદ અહી ડરનો માહોલ છવાઈ જાય છે. કાળી ચૌદશના દિવસે આ ગરનાળામાંથી કોઈ પણ પાસ થતું નથી.
અમદાવાદના એક વિસ્તારના વૃક્ષ પાસેથી અડધી રાતે પસાર થાઓ, તો રાતે સપનામાં આત્મા આવે છે
ક્યાં આવેલું છે આ ગરનાળું
અમદાવાદના રાણીપ વિસ્તારની પાસે કાળી ગામ આવેલું છે. જેની પાસે સાત ગરનાળા વિસ્તાર આવેલો છે. આ ગરનાળા પાસેથી પસાર થતા લોકો આજે કાળી ચૌદશે અહીથી પસાર થવાનું ટાળે છે. સ્થાનિકોનું કહેવુ છે કે, કાળી ગામમાં રેલવે અંડરપાસ બન્યો ત્યારે પહેલા બ્રિજ હતો. આ બ્રિજ પર ભૂત હોવાની માન્યતા છે. આ રસ્તાઓ પરથી પસાર થતા સમયે અમને કંઈકને કંઈક વાગતુ રહે છએ.
ગુજરાતની આ યુનિવર્સિટીમાં ભૂત છે? અચાનક ખૂલે છે ક્લાસની બારી, ખુરશીઓ આપોઆપ ખસે છે
કાળી ગામના લોકોનું કહેવુ છે કે, અમે અહીથી પસાર થઈએ તો અમારી સાથે અકસ્માત થતા રહે છે. તેથી આ જગ્યાથી સાંજે 6 વાગ્યા બાદ કોઈ પણ નીકળવાનું ટાળે છે. તેમાં પણ આજે તો કાળી ચૌદશ છે. તેથી આસપાસના લોકો કામ પતાવીને વહેલા ઘરે આવી જાય છે. સ્થાનિકો કહે છે કે, અમને અહી વિચિત્ર અનુભવો થયા છે.
કાળીગામ ગરનાળામાં સ્ટ્રીટલાઇટથી ભૂત ભાગ્યા
રાણીપ અને કાળીગામને જોડતું કાળીગામ ગરનાળુ એક સમયમાં ભૂતિયા ગરનાળા તરીકે જાણીતું હતુ. રાણીપ પોલીસ લાઇન તરફથી અને સાબરમતી સેન્ટ્રલ જેલ તરફથી એક રસ્તો કાળી ગામ ગરનાળા તરફ જતો હતો જ્યાંથી લલિતામહેલ થિયેટર તરફ જવાતું હતુ પણ જે-તે વખતે અહીં સ્ટ્રીટ લાઇટનો અભાવ હતો. નહીંવત પ્રમાણમાં વસતિ હતી તે વખતે કાળીગામ ગરનાળાથી રાતે પસાર થવાનું લોકો પસંદ કરતા ન હતા. આ ગરનાળાને ભૂતિયા ગરનાળા તરીકે ઓળખતાં હતા પણ હવે અમદાવાદ મ્યુનિ.ની હદમાં આ વિસ્તાર ભળ્યા બાદ અહીં મોટાભાગના રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ નંખાઇ ગઇ છે. ગરનાળામાં પણ લાઇટો લાગી ગઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે