સગીરાએ ઉઘાડો પાડ્યો નકલી બાપનો અસલી ચહેરો, હકિકત જાણી પોલીસ પણ ચોંકી ઉઠી

પોતાની 17 વર્ષની દીકરી ગુમ થઈને વિખૂટી પડી હોવાનો વીડિયો વાયરલ (Viral Video) કર્યા બાદ પોલીસે (Maninagar Police) સગીરાને શોધી તો કાઢી પણ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં ફરિયાદી જ પોતે ગુનેગાર નીકળ્યો છે

સગીરાએ ઉઘાડો પાડ્યો નકલી બાપનો અસલી ચહેરો, હકિકત જાણી પોલીસ પણ ચોંકી ઉઠી
  • નકલી બાપનો અસલી ચહેરો
  • સગીરાને પોતાની દીકરી કહી માંગતો ભીખ
  • ભીખ માંગેલા પૈસાથી હોટલ કરતો રોકાણ

ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) મણિનગર ગુરુદ્વારા (Maninagar Gurudwara) પાસે સગીરા ગુમ (Missing Minor) થવાના કેસમાં નવો વણાંક આવ્યો છે. પોતાની 17 વર્ષની દીકરી ગુમ થઈને વિખૂટી પડી હોવાનો વીડિયો વાયરલ (Viral Video) કર્યા બાદ પોલીસે (Maninagar Police) સગીરાને શોધી તો કાઢી પણ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં ફરિયાદી જ પોતે ગુનેગાર નીકળ્યો છે.

અમદાવાદના (Ahmedabad) મણિનગરમાંથી એક 17 વર્ષની સગીરા પોતાના પિતાથી વિખૂટી પડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે પણ લુધિયાણાના આધેડ કુલદીપસિંહની દીકરી ગુમ (Missing Minor) થયાની ફરિયાદ લીધી. ઝેરોક્ષ કરાવવા ગયા પછી સગીરા પાછી ન આવ્યાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સગીરાના રીક્ષા અને બાઇક પર જતાં સીસીટીવી (CCTV) સામે આવ્યા. પોલીસે (Maninagar Police) સીસીટીવીની મદદથી સગીરાને શોધી કાઢી પણ પછી સગીરાએ એવો ખુલાસો કર્યો કે પોલીસ પણ ચોંકી ગઈ હતી. 

સગીરાએ પોલીસને સમક્ષ કરી ચોંકાવનારી વાત 
પહેલાં તો સગીરાએ પોતાના એક મિત્રની મદદ લઈ તેના ઘરે આશરો લીધો હતો. આ તરફ પોલીસ સગીરાને શોધી રહી હતી. સગીરા જ્યાંથી ગુમ થઈ હતી ત્યાંથી પોલીસ શોધતી શોધતી આ યુવાનના ઘર સુધી પહોંચી પણ પોલીસને જોઈ સગીરા ગભરાઈ ગઈ અને તેણે એવી હકીકત કહી કે ત્યાં હાજર સૌ કોઈના માટે વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. સગીરાના જણાવ્યા અનુસાર દીકરીના ગુમ થવાને લઈને મદદની ગુહાર લગાવી રહેલો કુલદીપસિંહ તેનો નકલી પિતા છે. અને આ જ નકલી પિતાના ત્રાસથી કંટાળી પોતે નાસી ગઈ હોવાની વાત પોલીસ સમક્ષ કરી હતી. 

આર્થિક મદદના નામે સગીરાને લાવ્યો હતો
સગીરા બિહારના બલિયા ગામમાં માતા સાથે રહેતી હતી. માતા પિતાથી અલગ થઈ ગઈ હતી. તેથી બંને મા-દીકરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતાં પણ લોકડાઉનમાં આ પરિવારના ધંધારોજગાર બંધ થતાં બિહારના ગુરુદ્વારામાં આશ્રય લીધો હતો. અને ત્યાં જ કુલદીપસિંહ સાથે મુલાકાત થઈ હતી. કુલદીપસિંહે આ પરિવારને આર્થિક મદદ કરી સગીરાને ભણાવવાની અને આર્થિક આધાર બનવાની લાલચ આપી હતી. અને આ જ મદદની આશા જગાડી કુલદીપસિંહ સગીરાને પોતાની સાથે લઈને નીકળ્યો હતો.

દિલ્લી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતના ગુરુદ્વારામાં આવી સગીરા સાથે ભીખ માગતો. કુલદીપસિંહ પોતે વિકલાંગ હોવાથી અને સાથે સગીરા હોવાથી લોકો આરામથી તેને પૈસા આપતા હતાં. પણ બાદમાં આ જ રૂપિયાથી હોટલમાં રોકાઈ તે સગીરા પર દુષ્કર્મ ગુજારતો અને માર પણ મારતો હોવાનો સગીરાએ આરોપ મૂક્યો છે અને આ જ પરિસ્થિતિથી કંટાળી સગીરાએ તક મળતા તે ગુરુદ્વારાથી નાસી છૂટી હતી અને એક મિત્રની મદદ માગી હતી.

સગીરાના આરોપ મુજબ કુદલદીપસિંહ વિકલાંગતાની આડમાં સગીરા પર અનેક વખત દુષ્કર્મ આચરતો રહ્યો છે. હાલમાં મણિનગર પોલીસે સગીરાનું મેડિકલ કરાવીને તેના પરિવાનો સંપર્ક કર્યો છે. જ્યારે આરોપી કુલદીપસિંહની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news