તબીબોની દર્દભરી અપીલ, ગરબાની પરમિશન અમારી મહેનત વધારશે, જરા અમારી સ્થિતિ વિશે પણ વિચારો...
Trending Photos
- AMA એ ગરબાને મંજૂરી ના આપવા માટે સીએમ અને ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો.
- તબીબોએ કહ્યું કે, ગરબા કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ નથી.
- એક વર્ષ માટે ગરબાનો મોહ ન રાખવા તમામ ડોક્ટર્સ દ્વારા અપીલ કરાઈ છે
અતુલ તિવારી/અમદાવાદ :નવરાત્રિ (Navratri) માં ગરબાની મંજૂરી મળવી જોઈએ કે નહિ એ મામલે ચર્ચાઓ તેજ બની છે. એક તરફ ખેલૈયાઓ ગરબા (garba ) ની પરવાનગી મળવી જોઈએ તેવી ઈચ્છા દર્શાવી રહ્યા છે, તો બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) ગરબાને પરવાનગી ના મળવી જોઈએ તેવી સ્પષ્ટતા સાથે મેદાનમાં આવ્યું છે. AMA એ ગરબાને મંજૂરી ના આપવા માટે સીએમ અને ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો છે.
આ પણ વાંચો : મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video
ગરબા ન યોજવા તબીબોની સરકારને અપીલ
તો બીજી તરફ આ વર્ષે ગરબા ન યોજવાની તબીબો દ્વારા માંગ ઉઠી છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશનની સરકારને આ વર્ષે નવરાત્રિમાં ગરબા ન યોજવા રજૂઆત કરી છે. તબીબોએ કહ્યું કે, ગરબા કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ નથી. કોરોના સંક્રમણ રોકવા માટે ગરબા ન યોજાય તે આવશ્યક છે. આ વર્ષે નવરાત્રિનું આયોજન ન કરો. એક વર્ષ માટે ગરબાનો મોહ ન રાખવા તમામ ડોક્ટર્સ દ્વારા અપીલ કરાઈ છે.
સરકાર પરમિશન આપે તો પણ આ ગુજરાતના આ આયોજકો નહિ યોજે ગરબા, પાડી દીધી સ્પષ્ટ ના
ગરબાની પરવાનગી તબીબોની મહેનત વધારશે
ગરબાની પરવાનગી મામલે AMA ના પ્રેસિડેન્ટ ડોક્ટર મોના દેસાઈએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગરબાને પરવાનગી મળે તો સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ જળવાય. હાલમાં હોસ્પિટલમાં બેડ ખાલી નથી એવી સ્થિતિમાં જો પરવાનગી મળે તો પરિસ્થિતિ વિકટ બનશે. લોકો રસ્તા પર માસ્ક નથી પહેરતા તો ગરબા માસ્ક સાથે પહેરશે એ વાત શક્ય જ નથી. બાળકો ગરબામાં મોટી સંખ્યામાં દેખાય છે, ત્યારે બાળકો માટે ગરબાનું આયોજન મુશ્કેલી સર્જશે. કોરોનાનો હાલ કોઈ સ્પષ્ટ ઈલાજ જ નથી, ત્યારે છેલ્લા 6 મહિનાથી સતત ડોક્ટરો અને અન્ય કર્મચારીઓ સતત લોકોની સારવાર કરી રહ્યા છે. ત્યારે ગરબાની પરવાનગી મહેનત વધારશે, અને સ્થિતિ વધુ બગાડશે.
લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યું છે
આ સાથે જ શેરી ગરબા પણ આ વર્ષે ના યોજાય એમાં જ સૌનું હિત હોવાનું AMA એ સ્પષ્ટ કહ્યું છે. પત્રમાં કહ્યું કે, હાલ કોરોના સ્ટેજ-3 માં છે અને લોકલ ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. ત્યારે ગરબાનું આયોજન કે ગરબાનો શોખ આ વર્ષે ના કરીએ તો સૌના હિતમાં રહેશે. AMA એ તમામને અપીલ કરી કે, ડોકટરોની મહેનત જુઓ અને ડોકટરોની સ્થિતિ વિશે પણ જરા વિચારો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે