અમદાવાદ: સસરાએ અપાવેલા ફ્લેટમાં રહેતા જમાઇએ ઘરમાં ઐયાશી ચાલુ કરી અને...

શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોતાનાં જ પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે, લગ્ન સમયે મળેતા એક લાખ રૂપિયા અને દાગીના તેના સાસુએ પડાવી લીધા છે. લગ્નના થોડા સમય બાદ ઘરકંકાસ વધતા મહિલાના પિતાએ અલગ રહેવા માટે નવુ ઘર અપાવી દીધું હતું. જો કે ઘરનાં હપ્તા પણ પતિએ નહી ભરતા તમામ રકમ યુવતીનાં જ પિતાએ ચુકવવી પડી હતી. જો કે પુત્રીનું ઘર વસે તે માટે પિતાએ તે પણ મંજુર રાખ્યું હતુ. 
અમદાવાદ: સસરાએ અપાવેલા ફ્લેટમાં રહેતા જમાઇએ ઘરમાં ઐયાશી ચાલુ કરી અને...

અમદાવાદ : શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોતાનાં જ પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે, લગ્ન સમયે મળેતા એક લાખ રૂપિયા અને દાગીના તેના સાસુએ પડાવી લીધા છે. લગ્નના થોડા સમય બાદ ઘરકંકાસ વધતા મહિલાના પિતાએ અલગ રહેવા માટે નવુ ઘર અપાવી દીધું હતું. જો કે ઘરનાં હપ્તા પણ પતિએ નહી ભરતા તમામ રકમ યુવતીનાં જ પિતાએ ચુકવવી પડી હતી. જો કે પુત્રીનું ઘર વસે તે માટે પિતાએ તે પણ મંજુર રાખ્યું હતુ. 

જો કે જમાઇએ નવા ઘરે જઇને પોતાનું પોત પ્રકાશવાનું ચાલુ કર્યું હતું. અહીં તેણે એક મહિલા સાથે પ્રેમ થઇ જતા રંગરેલિયા મનાવવાનું ચાલુ કર્યું હતું. પતિએ છુટાછેડાની પિટિશન સામે સમજુતી કરાર કરીને યુવતી સાથે જ રહેવા લાગ્યો હતો. પણ ફરી યુવતીને ત્રાસ આપતા તેણે ફરિયાદ નોંધાવી છે. 

ફ્લેટમાં રહેતી રૂપલ નામની યુવતી સાથે ફરિયાદીના પતિને પ્રેમ થઇ ગયો હતો. આ પ્રેમ પ્રકરણની જાણ ફરિયાદી યુવતીને થતા તેને પતિને આવા સંબંધો નહી રાખવાનું કહેતા તેને માર માર્યો હતો. બાદમાં વર્ષ 2016 માં પુત્રને સ્કુલે મુકતા યુવતી તેનો પતિ નિકોલ રહેવા ગયા હતા. તેનો પતિ તેની પ્રેમિકા સાથે ઘરમાં રંગરેલિયા મનાવતો હતો. યુવતીએ પકડતા તેને માર મારીને પિયર મોકલી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news