થાર અને તથ્ય પટેલનું જૂનું કનેક્શન...! વધુ એક VIDEO જોશો તો કહેશો એ દિવસે પકડાયો હોય તો આજે 10 યુવાનો જીવતા હોત...!
તથ્ય પટેલનો 15 દિવસ પહેલાંના જ એક સીસીટીવીમાં 3 જુલાઈએ 0093 નંબરની થાર ચલાવતા તેણે સિંધુભવન રોડ પર આવેલી એક રેસ્ટોરાંની દીવાલ તોડી નાખી હતી. આ સીસીટીવીમાં જોઈ શકાય છે કે તથ્ય અચાનક કારના સ્ટીયરિંગ પરનો કંટ્રોલ ગુમાવે છે અને કાર ડાબી તરફ વળે છે અને રેસ્ટોરાંની દીવાલ તોડી નાખે છે.
Trending Photos
Tathya Patel Accident: અમદાવાદમાં ગુરુવારની મધરાતે 160ની સ્પીડે ભાગતી જેગુઆરે અકસ્માત નોતર્યો હતો. કાફેમાં વોફલ્સ ખાઈને મોજમાં નીકળેલા તથ્યએ મધરાતે 9 લોકોને ફૂટબોલની જેમ ઉછાળ્યા હતા. જેમાં વૈભવી પરિવારનો નબીરો તથ્ય પટેલ ઝડપાયો હતો. હાલ એક પછી એક તથ્યના કારનામા સામે આવતા જાય છે, ત્યારે તથ્યનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં 15 દિવસ અગાઉ થાર ગાડી લઈને નીકળેલા તથ્ય પટેલે દીવાલમાં કાર ઘુસાડી હોવાની વાત સામે આવી છે. સિંધુ ભવન રોડ પરના આ બનાવના હાલ CCTV સામે આવ્યા છે. જોકે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ મામલે સમાધાન થતા કેસ દાખલ થયો નહોતો.
ઈસ્કોન બ્રિજ પરનો ગોઝારો અકસ્માત તથ્ય પટેલ માટે પહેલો અકસ્માત નથી. તે રૂપિયાના જોરે તમામ વાત દબાવી દેતો હોવાની વિગતો સામે આવી રહી છે. તથ્ય પટેલનો 15 દિવસ પહેલાંના જ એક સીસીટીવીમાં 3 જુલાઈએ 0093 નંબરની થાર ચલાવતા તેણે સિંધુભવન રોડ પર આવેલી એક રેસ્ટોરાંની દીવાલ તોડી નાખી હતી. આ સીસીટીવીમાં જોઈ શકાય છે કે તથ્ય અચાનક કારના સ્ટીયરિંગ પરનો કંટ્રોલ ગુમાવે છે અને કાર ડાબી તરફ વળે છે અને રેસ્ટોરાંની દીવાલ તોડી નાખે છે. દીવાલ તોડીને કાર રિવર્સ પણ લેવામાં આવી હતી. ત્યાર બાદ તથ્ય કાર લઈને ત્યાંથી નાસી ગયો હતો.
તથ્યનું વધુ એક કારનામું: સિંધુભવન રોડ પર 15 દિવસ પહેલા જ થાર એક રેસ્ટોરાંમાં ઘુસાડી હતી!#Tathya #Ahmedabad #SGHighway #ZEE24Kalak pic.twitter.com/fxR3fi0n8H
— Zee 24 Kalak (@Zee24Kalak) July 22, 2023
આ ઘટના પરથી એવું લાગે છે કે, તથ્ય પટેલ માટે કાર અકસ્માત કરવો એ કોઈ નવી વાત નથી લાગતી. તથ્ય પટેલે અગાઉ પણ એક અકસ્માત કર્યો હતો. તાજેતરમાં 0093 નંબરની જેગુઆર વડે અકસ્માત કરીને 9 લોકોને કચડી નાખ્યા હતા. જ્યારે 15 દિવસ પહેલાં જ 0093 નંબરની થાર ગાડી વડે અકસ્માત કર્યો હતો. આ અકસ્માત કરીને પણ તથ્ય ભાગી ગયો હતો. પોલીસને અકસ્માતની જાણ થતાં સમાધાન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઘટના પોલીસ સામે આવે તે પહેલા તથ્ય પટેલ અને રેસ્ટોરાંના સંચાલકે સમાધાન કરી લીધું હતું. જો એ સમયે પગલાં લેવામાં આવ્યાં હોત તો આજે નવ નિર્દોષનો જીવ બચી ગયો હોત. તે હાલ પોલીસ કસ્ટડીમાં છે ત્યારે આ સમગ્ર વિગત JCP પાસે પણ આવી છે અને જેગુઆર એક્સિડન્ટ કેસની સમગ્ર તપાસમાં આ અકસ્માતને પણ જોડીને તપાસ કરવામાં આવશે.
બધા ફ્રેન્ડ્સ વોફલ્સ ખાવા ગયા હતા
ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં આજે તેના મિત્રોએ ખુલાસો કર્યો છે. તથ્ય પટેલ સાથે તેની કારમાં આર્યન પંચાલ, શાન સાગર, ધ્વનિ પંચાલ, શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ નામના મિત્રો પણ હતાં. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. ગઈકાલે પણ અગાઉની જેમ જ 6 લોકો કાફેમાં વોફલ્સ ખાવા ગયાં હતાં.
અકસ્માત બાદ કારમાં બેસેલા તમામ યુવક યુવતીઓની તપાસ હાથ ધરાઈ છે. 9 નિર્દોષ લોકોનો જીવ ગયો છે. જેમના પરિવારમાં પડેલી ખોટ હવે ક્યારેય પૂરાય તેમ નથી. પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું. તેમની આકરી પૂછપરછ પણ કરાઈ. બાદમાં કારમાં બેસેલા મિત્રોની પણ પૂછપરછ હાધ ધરાઈ હતી.
એ રાતે શુ થયું હતું તે વિશે કારમાં બેસેલી એક યુવતીએ કહ્યું કે, હું કહેતી હતી કે તું કાર ધીમી ચલાવ પણ તથ્ય માન્યો જ નહીં અને કારની સ્પીડ વધતી ગઈ છે. 100થી વધુ થઈ ગઈ હતી, થોડીવાર બાદ કારનો અકસ્માત થયો. અમને કશું ખબર નહીં રહી અને આસપાસ લોકો ભેગા થવા લાગ્યા હતા. ત્યારબાદ એક વ્યક્તિ અમને ત્યાંથી લઈ ગયો હતો.
તથ્ય કાર ચલાવતો હતો અને તેની બાજુમાં એક છોકરી બેઠી હતી, બાકીના બધા મિત્રો પાછળ બેસ્યા હતા. કુલ 6 લોકો કારમાં સવાર હતા. યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, રાતે જ્યારે કેફેથી નીકળે ત્યારે તથ્ય પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તથ્ય કાર ધીમી ચલાવ. પરંતુ તે કઈ સમજવી રહ્યો ન હતો અને કારની સ્પીડ વધતી વધતી 100થી આગળ વધી ગઈ. એને ધડાક લઈને કારનો અકસ્માત થયો હતો. કારનો અકસ્માત થયા બાદ લોકો બૂમો પાડી રહ્યા હતા. ત્યારે કોઈ અમને ત્યાંથી બહાર કાઢીને લઈ ગયું હતું, ત્યાર બાદ શું થયું મને કશું ખબર નથી?
અકસ્માત પહેલા આ ધનાઢ્ય પરિવારોના નબીરા કેફેમાં બેસીને મસ્તી માણતા હતા. મોહંમદપુરામાં આવેલા કેફેમાં તમામ મસ્તીએ ચઢ્યા હતા. તેના બાદ બધા તથ્ય સાથે કારમાં સવાર થઈને નીકળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે