જેલમાં જવું પડે તેવું ખોટું કામ નહીં કરવાનું...આ શીખામણ વૃદ્ધને ભારે પડી! યુવકે છરીના ઘા ઝીંકીને કરી હત્યા

ગુજરાતમાં તળપદી ભાષામાં એવું કહેવાય કે ઘરડા ગાડા વાળે એટલે કે જીવનનો સાચો માર્ગ અનુભવી આપી શકે. પણ અમદાવાદમાં રામોલમાં કઈક એવું બન્યું જેમાં વૃદ્ધ વડીલોએ હવે યુવાનોને જિંદગીની રાહ બતાવી પણ જોખમી સાબિત થઈ.

જેલમાં જવું પડે તેવું ખોટું કામ નહીં કરવાનું...આ શીખામણ વૃદ્ધને ભારે પડી! યુવકે છરીના ઘા ઝીંકીને કરી હત્યા

મૌલિક ધામેચા/અમદાવાદ: જિંદગી જીવવાની સાચી સલાહ આપવી વૃદ્ધ વડીલને ભારે પડી. રામોલ વિસ્તારમાં યુવકે ઉશ્કેરાઈને વૃદ્ધ પર છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી. જોકે રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે પણ વૃદ્ધ એ એવી કઈ સલાહ આપી કે આરોપીએ હત્યા કરી દીધી. 

ગુજરાતમાં તળપદી ભાષામાં એવું કહેવાય કે ઘરડા ગાડા વાળે એટલે કે જીવનનો સાચો માર્ગ અનુભવી આપી શકે. પણ અમદાવાદમાં રામોલમાં કઈક એવું બન્યું જેમાં વૃદ્ધ વડીલોએ હવે યુવાનોને જિંદગીની રાહ બતાવી પણ જોખમી સાબિત થઈ. કારણ કે રામોલ વિસ્તારમાં એક યુવાને વૃદ્ધની સલાહથી ઉશ્કેરાઈને હત્યા કરી દીધી. 

ઘટના એવી છે કે રામોલ વિસ્તારમાં કથિત માસના ટુકડા ફેંકવા બાબતે પોલીસે ટેમ્પા ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ ટેમ્પો ચાલક મોઇનખાન પઠાણ નામનો યુવક હતો. જેને ટેમ્પામાંથી માસના ટુકડા નીચે પડતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ મામલે પડોશમાં રહેતા 60 વર્ષના મુઝફફરખાન પઠાણએ આરોપી મોઇનખાનને સલાહ આપી કે જેલમાં જવું પડે તેવું ખોટુ કામ નહીં કરવાનું... વૃદ્ધની સલાહથી ઉશ્કેરાયેલા મોઇનખાનએ છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી.

કથિત માસના ટુકડા કેસમાં આરોપી મોઇનખાન પઠાણની ધરપકડ બાદ જામીન પર છુટકારો થયો હતો અને તે રામોલ વિસ્તારમાં ફરી રહ્યો હતો ત્યારે વૃદ્ધ મુઝફ્ફરખાને તેને બોલાવીને જેલમાં જવા જેવું કામ નહીં કરવાની સલાહ આપી હતી. આ સલાહ અને કથિત માસના ટુકડાના કેસના વિવાદો વચ્ચે આરોપીએ વૃદ્ધનું હત્યા કરવા છરીથી શરીરના ભાગે ઘા ઝીકીને હત્યા કરી ફરાર થઇ ગયો. રામોલ પોલીસે મોઇનખાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. જિંદગીની સાચી શીખ આપવાથી નિર્દોષ વૃદ્ધને મોતની સજા મળી. 

રામોલ પોલીસે હત્યા કરીને ફરાર આરોપી મોઇનખાનને પકડવા જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. આ હત્યા સલાહ આપવાથી થઈ છે કે અન્ય કોઈ અદાવત છે તે મુદ્દે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news