કિશન ભરવાડ હત્યા કેસમાં મોટો ધડાકો: મસ્જિદમાં પ્રેક્ટિસ માટે રાખેલી એરગન અને જજબા-એ-શાહદત નામનું પુસ્તક મળ્યું
આ ઉપરાંત તપાસ ટીમે રિયાઝ હોટલ પાસે આવેલા મૌલાનાના ઘરે કરી તપાસ કરી હતી. આ દરમિયાન મૌલાના ઐયુબે લખેલું પુસ્તક કબ્જે કર્યું હતું. તેમજ ફાયરિંગની પ્રેક્ટિસ માટે લાવેલી એરગન કબ્જે કરી હતી.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં રોજ અનેક ખુલાસો થઈ રહ્યા છે. કિશન ભરવાડ હત્યા કેસ ગુજરાત ATSને સોંપવામાં આવ્યો છે. ગુજરાત ATSએ આજે આરોપીને સાથે રાખીને તપાસ કરી હતી. જેમાં એક મોટો ધડાકો થયો છે. આરોપી મૌલવી ઐયુબના ઘર અને મદરેસામાં તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી એર ગન અને જજબા-એ-શાહદત નામનું પુસ્તક મળી આવતા ખળભળાટ મચ્યો છે.
આ વિશે મળતી માહિતી ATSની ટીમ આરોપી મૌલવી ઐયુબને લઈ જમાલપુરની મસ્જિદ પર પહોંચી. જ્યાં મસ્જિદમાંથી મૌલાના ઐયુબ દ્વારા લખવામાં આવેલા પુસ્તક અને એરગન મળી આવ્યા છે. જો કે પુસ્તકની પાછળ પોઝિટિવ વાત લખી છે, જ્યારે પુસ્તકની અંદર ભડકાઉ ભાષણ લખવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. કિશન ભરવાડની હત્યાનું જમાલપુરની મસ્જિદમાં આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તપાસ ટીમે રિયાઝ હોટલ પાસે આવેલા મૌલાનાના ઘરે કરી તપાસ કરી હતી. આ દરમિયાન મૌલાના ઐયુબે લખેલું પુસ્તક કબ્જે કર્યું હતું. તેમજ ફાયરિંગની પ્રેક્ટિસ માટે લાવેલી એરગન કબ્જે કરી હતી. મૌલવી ઐયુબ સાથે દિલ્હીના મૌલાનાને સાથે રાખી મસ્જિદ પર તપાસ કરી હતી.
મહેસાણાના ઉનાવા મીરાદાતાર દરગાહના ગાદીપતિનું નિવેદન
કિશન ભરવાડ હત્યા કેસ મામલે મહેસાણાના ઉનાવા મીરાદાતાર દરગાહના ગાદીપતિનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે દાવત-એ-ઈસ્લામી દેશ વિરોધી કાર્ય કરે છે. દાવત-એ-ઈસ્લામી પાકિસ્તાની સંગઠન છે. અમે 2018થી આ સંસ્થાને બેન કરવાની માગ કરી રહ્યા છે. ફંડના નામે પૈસા ઉઘરાવીને પાકિસ્તાન પહોંચાડે છે. આ પ્રકારની સંસ્થાઓને બેન કરવામાં આવે. આ ઉપરાંત અન્ય બીજી સંસ્થાઓ પણ છે. આ સંસ્થાઓ મુસ્લિમ યુવાનોનું બ્રેનવોશ કરીને ગેરમાર્ગે દોરે છે.
મહત્વનું છે કે કિશન ભરવાડ હત્યા કેસમાં જેહાદી ષડયંત્રની ગંધ આવી રહી છે. જેમાં રાજ્યના યુવાનોના બ્રેઇન વોશ કરીને જેહાદના નામે આતંકી પ્રવૃત્તિ કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં એક પછી એક મૌલવીઓની ધરપકડ બાદ કેટલાક સંગઠનો દ્વારા ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ થતો હોવાનું એજન્સીઓ માની રહી છે. હવે તપાસ એજન્સીઓએ આ સંગઠન અને આતંકીના સ્લીપર સેલ એક્ટિવ હોવાની શંકાના આધારે તપાસ શરૂ કરી છે.
ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ થઈ છે.. ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ થતા અમદાવાદ પોલીસ અલર્ટ થઈ છે... સોશિયલ મીડિયામાં અમદાવાદ પોલીસ બાજ નજર રાખી રહી છે... સોશિયલ મીડિયામાં કોઈ પણ સમાજને લઈ અફવા ફેલાવતા શખ્સો સામે કાર્યાહી કરાશે... અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમ સોશિયલ મીડિયામાં નજર રાખે છે.. જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરશે તેની સામે કડક કાર્યવાહી કરાશે..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે