તથ્યએ એક્સિડેન્ટમાં પાંચને ઉડાવ્યા છે, તું જલદી આવ.. એ કાળમુખી રાતે મિત્રોએ સૌથી પહેલા શું કર્યુ, થયો ખુલાસો

Tathya Patel : અકસ્માત કેસમાં તથ્યની સાથે કારમાં રહેલા તેના જ મિત્રો એવા ધ્વનિ પંચાલ, આર્યન પંચાલ, શ્રેયા વઘાસિયા, માલવિકા પટેલ અને શાન સાગર તાજના સાક્ષી બન્યા છે. આ પાંચેય મિત્રોની અમદાવાદ પોલીસે આકરી પૂછપરછ કરી હતી. અકસ્માત સ્થળેથી પાંચેય મિત્રોએ રાત ક્યા વિતાવી હતી તે સામે આવ્યું
 

તથ્યએ એક્સિડેન્ટમાં પાંચને ઉડાવ્યા છે, તું જલદી આવ.. એ કાળમુખી રાતે મિત્રોએ સૌથી પહેલા શું કર્યુ, થયો ખુલાસો

ahmedabad iskcon bridge accident video : પોતાની જેગુઆર કારથી અકસ્માત સર્જીને 10 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ હાલ જેલના સળિયા પાછળ છે. અકસ્માત બાદ તથ્ય પટેલ તો પકડાઈ ગયો હતો, જેને સ્થાનિકોએ ઢોર માર માર્યો. પરંતું આ વચ્ચે ગાડીમાં બેસેલા તેના ચારેય મિત્રો ભાગી ગયા હતા. જો આ પાંચેય પકડાયા હોય તો પબ્લિકે તેમને પણ માર માર્યો હતો. પરંતુ સમયસૂચકતા વાપરીને પાંચેય ભાગી ગયા હતા. ત્યાંથી ભાગીને આ પાંચેયે શુ કહ્યુ હતું તે જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. થ્યકાંડ બાદ પાંચેય મિત્રો ક્યાં ભેગા થયા હતા. ગ્રૂપની બે છોકરીઓ શ્રેયા અને માલવિકાને લેવા-મૂકવા કોણ ગયું હતું તેની અસલી માહિતી સામે આવી ગઈ છે. 

અકસ્માત કેસમાં તથ્યની સાથે કારમાં રહેલા તેના જ મિત્રો એવા ધ્વનિ પંચાલ, આર્યન પંચાલ, શ્રેયા વઘાસિયા, માલવિકા પટેલ અને શાન સાગર તાજના સાક્ષી બન્યા છે. આ પાંચેય મિત્રોની અમદાવાદ પોલીસે આકરી પૂછપરછ કરી હતી. અકસ્માત સ્થળેથી પાંચેય મિત્રોએ રાત ક્યા વિતાવી હતી તે સામે આવ્યું છે. પાંચેય એ રાતે ક્યા ક્યા ગયા હતા તેના નિવેદનો લેવાયા હતા. પાંચેય મિત્રો રોજ રાતે સાથે ફરતા હતા, પરંતું અકસ્માત થયા જ પાંચેય તથ્યને સ્થળ પર છોડીને ભાગી ગયા હતા. 

અકસ્માત બાદ શાન સાગરે તથ્ય પટેલના મિત્ર શાશ્વત પટેલ સાથે વાત કરી હતી, તેથી શાશ્વતે પોલીસ સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, તે રાતે એક વાગ્યે એક વાગ્યે તથ્યના મોબાઈલ નંબર પરથી મારા નંબર પર ફોન આવતા મેં ફોન ઉઠાવ્યો તો સામેથી શાન સાગર વાત કરતો હતો અને તેણે ગભરાયેલી હાલતમાં મને કહ્યું કે તથ્યએ ઇસ્કોન બ્રિજ ઉપર એક્સિડેન્ટમાં પાંચ જણાંને ઉડાવ્યા છે તો તું જલદી આવી જા. અહી બહુ માણસો ભેગા થયા છે. તેમ કહીને શાન રડવા લાગ્યો હતો. જેથી મેં તેને ત્યાં ઊભા રહેવા કહ્યું હતું. આ બાદ શાશ્વતે તથ્યાના પિતાને ફોન કર્યો હતો. 

આ બાદ શાશ્વત ગાડી લઈને ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યા તેણે અકસ્માત જોયો, તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના બાદ શાશ્વતે શાનને ફોન કર્યો હતો. ત્યારે શાન ઈસ્કોન મોલ પાસે વેસ્ટ સાઈડ આગળ પહોંચી ગયો હતો. શાશ્વત ત્યા પહોંચ્યો ત્યારે ત્યા શાન અન આર્યન પંચાલ ઉભા હતા. પરંતુ બાકીના ત્રણ મિત્રો ગાયબ હતા. આ બાદ શાન શાશ્વતને ભેટીને રડ્યો હતો. આ બાદ આર્યન અચાનક ગાયબ થઈ ગયો હતો. શાન ઈજાગ્રસ્ત હોવાથી તેને શાશ્વત ઝાયડસ હોસ્પિટલ લઈ ગયા હતા. 

હવે વાત કરીએ ગ્રૂપની ત્રણેય યુવતીઓ, જે પણ અકસ્માત બાદથી છૂમંતર થઈ ગઈ હતી. આર્યનના ઘરે બધા ભેગા થયા હતા. ધ્વનિ અને શ્રેયા સહિત અનેક મિત્રો આર્યનના ઘરે આવી ગયાં હતાં. બધાએ પોતપોતાના માતાપિતાને જાણ કરી હતી. આ દરમિયાન તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ આર્યનના ઘરે પહોંચી ગયો હતો. તથ્યને આ દરમિયાન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ બાદ શાશ્વત, શાન, જુરમિલ ઉદગમ ફૂડ સ્ટેશન ખાતે નાસ્તો કરીને શાશ્વતના ઘરે ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news