અમદાવાદમાં સંબંધો લજવાયા; ધર્મની બહેન બનાવી પુત્રી પર નજર બગાડી, મનફાવે ત્યાં જઈને શરીરસુખ માણતો પછી...
પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાહીલ બે વર્ષ પહેલાં તેઓના સંપર્કમાં આવ્યો હતો. જેમાં રાહીલ તેણે બનાવેલ બહેનની દીકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં પર વાત કરતો. જોકે આ બાબતે દીકરીના પિતાને જ્યારે બને મણિનગર મળવા ભેગા થવાના હતા
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરના ગોમતીપુર પોલીસે એક દુષ્કર્મ કેસમાં એવો આરોપી પકડી પડ્યો છે જેણે પહેલા એક મહિલાને બહેન બનાવી અને બાદમાં તે જ બહેનની દીકરી સાથે સબંધ કેળવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમ શખ્સની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગોમતીપુર પોલીસે ધરપકડ કરેલ શખ્સનું નામ રાહીલ મેઉ છે. જેની પોલીસે દુષ્કર્મ કેસમાં ધરપકડ કરી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાએ ફરિયાદ કરી હતી કે તે જે હોસ્પિટલમાં નોકરી કરે છે ત્યાં નોકરી કરતી મહિલા સાથે તેણે ઓળખાણ થઈ અને વાતચીત થતી રહેતી હતી. બાદમાં તે મહિલાના પતિએ તેને બહેન બનાવી અને વાતચીત કરવા લાગ્યો હતો અને ઘરે આવવા લાગ્યો હતો. જેમાં રાહીલ એ તેણે બહેન બનાવેલ ફરિયાદી મહિલાની દિકરી સાથે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક સાધ્યો હતો અને બને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો.
નરાધમ રાહીલના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. તેણે બહેન બનાવેલી મહિલાની દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધી શારીરિક સંબંધ પણ બાંધવા લાગ્યો હતો. દીકરી સગીર ઉંમરની હતી. નરાધમ શખ્સ સમગ્ર તરકટ લગ્ન કરવાની લાલચ આપી શરૂ કર્યાનું સામે આવ્યું હતું. જોકે રાહીલની વધુ સમય પોતાની કરતૂત સફળ રહી નહોતી. અને તેની સામે ફરિયાદ થતા પોલીસે તેને ઝડપી જેલ હવાલે કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાહીલ બે વર્ષ પહેલાં તેઓના સંપર્કમાં આવ્યો હતો. જેમાં રાહીલ તેણે બનાવેલ બહેનની દીકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં પર વાત કરતો. જોકે આ બાબતે દીકરીના પિતાને જ્યારે બને મણિનગર મળવા ભેગા થવાના હતા, ત્યારે ખબર પડતાં મળવાનું બંધ કર્યું અને મોબાઈલ પર વાતો શરૂ રહી હતી.
તેથી પિતાએ દીકરી પાસેથી મોબાઈલ લઈ લીધો, અને સંપર્ક તોડવા કહી દીધું હતું. પણ તેમ છતાં પ્રેમ પ્રકરણ આગળ વધતું ગયું, અને તેમાં રાહીલે તેની પ્રેમિકાને મોબાઈલ પણ વાતચીત કરવા માટે લાવી આપ્યો હતો. જોકે જ્યારે જ્યારે લગ્ન કરવાની વાત નીકળતી ત્યારે રાહીલ વાત ફેરવી દેતો હતો. જોકે બાદમાં સગીરાએ તેના લગ્નની વાત ચાલી રહી છે તેમ જણાવી વાત કરવાનું કહેતા તેના સંબંધની જાણ કરી દેશે તેવી ધમકી આપી માત્ર રિલેશન રહેવાનું કહેતો હતો. જેથી સગીરાએ રાહીલ સાથે વાત કરવાનું બંધ કરતા તેને હેરાન કરવાનું શરૂ કર્યું. તેમજ ઝઘડો કરતા ગાળાગાળી કરતો હતો. જેથી સગીરાએ કંટાળી તેના પિતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો અને પોલીસ ફરિયાદ કરતા આખરે રાહીલને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. કાર્યવાહીમાં સામે આવ્યું કે આરોપી રાહીલ સગીરાને તેના મિત્ર અને ગેસ્ટહાઉસ સહિત વિવિધ સ્થળે લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે.
હાલ તો પોલીસે રાહીલની ધરપકડ કરી લીધી છે. તો સાથે જ આરોપીના કોરોના રિપોર્ટ કરાવી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. ત્યારે આ કિસ્સા પરથી અન્ય લોકોએ પણ કઈંક શીખ લેવા તેમ જ અજાણી વ્યક્તિ સાથે સંબંધ કેળવતા પહેલા લાખ વાર વિચારવાની હાલના સમયમાં જરૂર હોય તેમ લાગી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે