ગુરુના વેશમાં શેતાન : અમદાવાદની શ્રેયસ સ્કૂલમાં વિદ્યાર્થિનીને અડપલાં કરનાર શિક્ષક સસ્પેન્ડ

Ahmedabad News : અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી શ્રેયસ સ્કૂલમાં ધોરણ-7ની વિદ્યાર્થિનીને અડપલાં કરનાર શિક્ષક સસ્પેન્ડ... ડીઈઓ કચેરી સુધી પહોંચી વાત
 

ગુરુના વેશમાં શેતાન : અમદાવાદની શ્રેયસ સ્કૂલમાં વિદ્યાર્થિનીને અડપલાં કરનાર શિક્ષક સસ્પેન્ડ

teacher molest girl student : શિક્ષાના ધામ હવે વિદ્યાર્થીનીઓ માટે સલામત નથી રહ્યાં. ગુજરાતમા વારંવાર લંપટ શિક્ષકો વિદ્યાર્થીનીઓની લાજ લૂંટવાના કિસ્સા બની રહ્યાં છે. ત્યારે અમદાવાદની શ્રેયસ સ્કૂલ પણ વિવાદમાં આવી છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રેયસ સ્કૂલમાં એક શિક્ષકે વિદ્યાર્થીનીને અડપલા કર્યા હોવાનું ખૂલ્યું છે. ત્યારે આ અંગે વાલીઓએ અવાજ ઉઠાવતા સમગ્ર મામલે ડીઈઓ કચેરીમાં પહોંચ્યો હતો. જેના બાદ આખરે લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરી તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ સ્કૂલને અપાયો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની શ્રેયસ સ્કૂલ સતત વિવાદોમાં રહેતી હોય છે. તાજેતરમાં જ સ્કૂલ ફીમા તોતિંગ વધારો કરાતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ અંગે ડીઈઓ કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે શ્રેયસ સ્કૂલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. સ્કૂલા એક શિક્ષક દ્વારા એક વિદ્યાર્થીની સાથે અડપલા કર્યાની ચોંકાવનારી ઘટના બની છે. 

ધોરણ-7 માં ભણતી એક વિદ્યાર્થીનીને એક શિક્ષકે અડપલા કર્યા હતા. જેને લઈને સ્કૂલના મેનેજમેન્ટને ફરિયાદ કરવામા આવી હતી. આ ફરિયાદ બાદ પણ શાળાએ કોઈ પગલા લીધા ન હતા. શિક્ષક સામે કોઈ કાર્યવાહી ન કરીને શિક્ષકને ફરજ પર ચાલુ રખાયો હતો. તેથી શાળા દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી ન કરતા વાલીઓ ગુસ્સે ભરાયા હતા. સ્કૂલ દ્વારા કાર્યવાહી કરવામાં ઉદાસીનતા બતાવતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો. 

લાંબા સમયથી શાળા દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા આ મુદ્દો ડીઈઓ કચેરી સુધી પહોંચ્યો હતો. DEO ને આ મુદ્દે જાણ થતાં તેમણે તાત્કાલીક સ્કૂલને નોટિસ ફટકારી શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે આદેશ કર્યો છે. ઉપરાંત સ્કૂલ પાસે અહેવાલ પણ મગાવાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news