Ahmedabad East Lok Sabha Chunav Result: અમદાવાદ ઈસ્ટમાં કોણ ફાવશે, હસમુખ પટેલ કે હિંમતસિંહ પટેલ?

Ahmedabad East Lok Sabha Chunav Result 2024: અમદાવાદ વેસ્ટ બેઠક પર હસમુખ પટેલ અને હિંમતસિંહ પટેલ વચ્ચે કાંટાની ટક્કર, કોણ જીતશે અને કોણ હારશે થોડીવારમા ખબર પડશે
 

Ahmedabad East Lok Sabha Chunav Result: અમદાવાદ ઈસ્ટમાં કોણ ફાવશે, હસમુખ પટેલ કે હિંમતસિંહ પટેલ?

Ahmedabad East Lok Sabha Result Election 2024: અમદાવાદ પૂર્વ લોસભા બેઠક પર ભાજપે હસમુખ પટેલને ને સામે કોંગ્રેસે હિંમતસિંહ પટેલને ટિકિટ આપી હતી. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ભાજપની સલામત બેઠક છે. જોકે, આ વખતે કોન જંગ જીતશે તે જોવું રહ્યું. 

અમદાવાદ ઈસ્ટ

  • ભાજપ - હસમુખ પટેલ
  • કોંગ્રેસ - હિંમતસિંહ પટેલ

અમદાવાદ પૂર્વ ભાજપની સલામત બેઠક
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ભાજપની સલામત બેઠક છે. 2009થી 2019 ની સળંગ 3 ચૂંટણીમાં ભાજપનો મોટા માર્જિનથી વિજય થયો છે. આ બેઠકની વિશેષતા એ છે કે સળંગ ત્રણેય લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે તેના ઉમેદવારોને સતત બદલ્યા છે. 2014માં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી હિંદી ફિલ્મ અભિનેતા પરેશ રાવલ વિજેતા થયા હતા. 2019માં આ બેઠક પરથી પરેશ રાવલે ચૂંટણી લડવા માટે ના પાડતા અમરાઈવાડી વિધાનસભામાં ભાજપ ધારાસભ્ય હસમુખ પટેલને અમદાવાદ પૂર્વના ઉમેદવાર બનાવ્યા. 2019માં ભાજપના હસમુખ પટેલે કોંગ્રેસના પાટીદાર મહિલા ઉમેદવાર ગીતાબેન પટેલને 4.34 લાખ મતે પરાજિત કર્યા હતા. 2022માં અમદાવાદ પૂર્વ મતક્ષેત્ર હેઠળ આવતી તમામ 7 વિધાનસભા બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.

અમદાવાદ પૂર્વ બેઠકનું રાજકીય ગણિત
અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, દહેગામ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો સમાવેશ થાય છે. અમદાવાદ પૂર્વ બેઠક પર ઠાકોર-પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. આ ઉપરાંત ક્ષત્રીય મતદારોની સંખ્યા પણ સવિશેષ છે. 2024 ની લોકસભા ચૂંટણીમાં આ વર્ષે 54.72 ટકા મતદાન નોંધાયું છે, જે 2019 ની સરખામણીએ 6.8 ટકા ઓછું છે. રાજકીય તજજ્ઞોનું કહેવું છે કે, ઓછી મતદાનની ટકાવારી પણ ભાજપને ફાયદો કરાવશે.

બંને ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર 
હસમુખ પટેલ અમરાઇવાડીથી 2 વાર ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ કડવા પટેલ સમાજમાંથી આવે છે. તેઓ AMCમાં બે ટર્મ કોર્પોરેટર પણ રહ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ હાલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ છે.  હિંમતસિંહ ચાર ટર્મ કોર્પોરેટર તરીકે અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદ શહેરના મેયર પણ રહી ચૂક્યા છે. તેઓ ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલના વાઈસ ચેરમેન પણ રહી ચૂક્યા છે. બાપુનગરના ધારાસભ્ય તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે.

વિશેષતા
1951થી 1984 સુધી અમદાવાદ બેઠક પર કોંગ્રેસનું એકહથ્થું શાસન હતું. 1989માં ભાજપમાંથી હરિન પાઠક પ્રથમ વખત આ બેઠક પર બિનકોંગ્રેસી ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ સતત 7 ટર્મ સુધી તેઓ ચૂંટાયા હતા. જેમાંથી સાતમી ટર્મ તેઓ નવા સીમાંકનમાં આવેલી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા. આ બેઠક પર ઠાકોર-પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. ઉપરાંત ઉત્તર ભારતીયોનું વર્ચસ્વ પણ જોવા મળે છે. અમદાવાદ પૂર્વ બેઠક પર 22 ટકા સવર્ણ મતદારો છે જ્યારે 20 ટકા દલિત મતદારો નોંધાયેલા છે. આ સિવાય 15 ટકા પરપ્રાંતીય મતદારો પણ મહત્વનો ભાગ ભજવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news