AHMEDABAD: ક્રાઇમબ્રાંચે એક વ્યક્તિને ઝડપીને તેનો મોબાઇલ ખોલ્યો તો આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : દેશમાં પ્રતિબંધિત હોવા છતાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વિડીયો ડાઉનલોડ કરી સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર આરોપીની સાઇબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપી વેબસાઈટમાં છટકબારીનો લાભ લઇ પ્રતિબંધિત વિડીયો ડાઉનલોડ કરતો હતો. જે વેબસાઈટો અંગે સાઇબર ક્રાઇમ બંધ કરવા કેન્દ્ર સરકારને જાણ કરશે.
પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીની નામ સંજય ગાવરી છે. મૂળ અમદાવાદના જુના વાડજ વિસ્તારનો રહેવાસી છે. આરોપીની સાઇબર ક્રાઈમે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોતાના મોબાઈલ દ્વારા પ્રતિબંધિત વેબસાઈટ પરથી સગીરોના બીભત્સ વિડીયો ડાઉનલોડ કરતો. બાદમાં સોસીયલ મીડિયા ના પ્લેટફોર્મ પર અને વોટ્સએપ ગ્રુપમાં મુકતો. જે અંગે સાઇબર ક્રાઇમ ને માહિતી મળતા આરોપી વિરુદ્ધ સરકાર તરફે ગુનો નોંધી ધરપકડ કરવામા આવા.
આરોપી સંજય ગાવરીનો મોબાઈલ પોલીસે કબ્જે કરતા સગીરોના સંખ્યાબંધ પોર્ન વિડીયો પણ મળી આવ્યા છે.જોકે આરોપીએ કેટલાક કાઢી નાખી ગ્રુપ પણ બંધ કરી દીધા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં મોબાઈલ રિકવર કરી આરોપીએ ડીલીટ કરેલા ગ્રુપ અને પોર્ન વીડિયો પણ પરત મેળવી કેટલા વ્યક્તિઓ ને આ વિડીયો મોકલવામાં આવ્યા છે તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. આરોપી સંજય ગવરી ભલે ધોરણ-8 સુધી અભ્યાસ કરેલો હોય પરંતુ પ્રતિબંધિત વેબસાઈટ માંથી વિડીયો ડાઉનલોડ કરતા સાયબર ક્રાઈમને આ અંગે કેન્દ્ર સરકારને પણ જાણ કરી રિપોર્ટ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે