BRTS-AMTS બસમાં મુસાફરી કરતા હોવ તો સાવધાન! આ મહિલા ગેંગની મહિલાઓ છે ખતરનાક...

અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા સમયથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ચોરી ઓ થવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો હતો. શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પણ તાજેતરમાં બસમાંથી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

BRTS-AMTS બસમાં મુસાફરી કરતા હોવ તો સાવધાન! આ મહિલા ગેંગની મહિલાઓ છે ખતરનાક...

ઉદય રંજન/અમદાવાદ: છેલ્લા થોડા સમયથી અમદાવાદમાં બીઆરટીએસ અને એએમટીએસની મુસાફરોના કિંમતી માલ સામાનની ચોરીના બનાવો બનતા હતા. ત્યારે નજર ચૂકવી ચોરી કરતી એક ગેંગ સક્રિય થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે આ મહિલા ગેંગની બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા સમયથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ચોરી ઓ થવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો હતો. શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પણ તાજેતરમાં બસમાંથી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે મહિલાની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના સરદારનગરમાં રહેતી રામેશ્વરી ગાયકવાડ તેમજ સોનલ ગાયકવાડની ધરપકડ કરી છે. પોલીસને આ બંને મહિલાઓ પાસેથી ₹50,000 રોકડા, 700 યુએસ ડોલર, પાસપોર્ટ, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિત એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

આ બંને મહિલાઓ દ્વારા શહેરની એએમટીએસ અને બીઆરટીએસ બસોમાં મુસાફરી કરતા પેસેન્જરને પોતાના નિશાન બનાવી ચોરીઓને અંજામ આપતા હતા. બંને મહિલાઓએ એકાદ મહિના પહેલા સવારના સમયે કાલુપુર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ચોરી કરવા માટે પહોંચી હતી. બસમાં બેસી મુસાફરી કરતી અને અમુક મહિલાઓ પોતાની વાતોમાં રાખીને બીજી મહિલા બ્લેડ મારીને થેલામાંથી કિંમતી માલ સામાનની ચોરી કરી લેતા હતા અને આગળના બસ સ્ટોપ પર ઉતરી જતી હતી, ત્યાં એક ઉંમરલાયક બહેન મોટું પર્સ લટકાવી બસની રાહ જોઈને ઉભા હતા. 

તે દરમિયાન બીઆરટીએસ બસ આવી હતી. જેમાં પેસેન્જર મહિલા સવારી કરવા ચડ્યા હતા. જેની પાછળ આ બંને મહિલા ઓ બસમાં ચડી હતી. બસમાં ભીડ હોવાથી પેસેન્જર મહિલા બસમાં ઉભા ઉભા મુસાફરી કરતી હતી. જેની પાછળ આ બંને મહિલાઓ પણ ઊભી હતી અને પેસેન્જર મહિલાનું પર્સનાં પર્સમાં નીચેથી બ્લેડ મારી ચોરીને અંજામ આપ્યો હતો. જેની ફરિયાદ સેટેલાઈટ પોલીસ મથકમાં નોંધાવી હતી. ત્યારે આ ગેંગની મહિલાઓઓ જ સવારે જેમ નોકરી એ નીકળતી હોય તેમ બસમાં અપડાઉન કરીને ચોરી કરતો હતી. 

પોલીસે પકડેલી મહિલા ચોર રામેશ્વરી ગાયકવાડ તેમજ સોનલ ગાયકવાડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ બંને મહિલાઓ અગાઉ પણ ચોરીની અનેક ઘટના ઓને અંજામ આપી ચૂકી છે. જેમાંથી રામેશ્વરી ઉર્ફે છોટી વિરુદ્ધ અગાઉ સેટેલાઈટ, નારણપુર અને ચાંદખેડામાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જ્યારે સોનલ ગાયકવાડ વિરુદ્ધ અગાઉ કાલુપુર, સેટેલાઈટ, ઇસનપુર, ખાડિયા, રખિયાલ, કારંજ, કાગડાપીઠ, નારણપુરા, એલિસબ્રિજ, સરદારનગર સહિત અનેક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય ચૂકી છે. 

મહત્વનું છે કે અગાઉ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ પ્રમાણે જ બીઆરટીએસ અને એમટીએસ બસમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતા એક દંપતીની પણ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે વધુ એક વખત આ બંને મહિલાઓ પકડાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બંને મહિલાઓ દ્વારા આ સિવાય અન્ય કોઈ ચોરીઓ કે ગુનાઓ કરેલા છે કે કેમ તેને લઈને પૂછપરછ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news