એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં એવું તો શું રંધાયું કે 4 સિનિયર તબીબોએ એકસાથે રાજીનામા આપ્યા?

અમદાવાદ (Ahmedabad) સિવિલ હૉસ્પિટલ (civil hospital) માં ડોક્ટરોના રાજીનામાનો સિલસિલો યથાવત રહેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક પછી એક ચાર સિનિયર તબીબોએ રાજીનામા આપ્યા છે. સૌથી પહેલા સિવિલ હૉસ્પિટલના સુપ્રરિટેન્ડેન્ટ જે. વી. મોદીએ રાજીનામું આપ્યું. જેના બાદ બી. જે. મેડિકલ કોલેજના ડીન ડૉ. પ્રણય શાહ, સિવિલના મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર બિપીન અમીન, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. શૈલેષ શાહે રાજીનામુ આપ્યું છે. જેમાં ડૉ. શૈલેષ શાહનું રાજીનામું હજી મંજૂર નથી થયું. જો કે અહીં સવાલ એ ઊઠી રહ્યા છે કે, સિનિયર ડૉક્ટરોના રાજીનામાં છતાં આરોગ્ય વિભાગ ચૂપ કેમ છે. સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોને આખરે કોણ પરેશાન કરી રહ્યું છે.
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં એવું તો શું રંધાયું કે 4 સિનિયર તબીબોએ એકસાથે રાજીનામા આપ્યા?

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ (Ahmedabad) સિવિલ હૉસ્પિટલ (civil hospital) માં ડોક્ટરોના રાજીનામાનો સિલસિલો યથાવત રહેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક પછી એક ચાર સિનિયર તબીબોએ રાજીનામા આપ્યા છે. સૌથી પહેલા સિવિલ હૉસ્પિટલના સુપ્રરિટેન્ડેન્ટ જે. વી. મોદીએ રાજીનામું આપ્યું. જેના બાદ બી. જે. મેડિકલ કોલેજના ડીન ડૉ. પ્રણય શાહ, સિવિલના મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર બિપીન અમીન, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. શૈલેષ શાહે રાજીનામુ આપ્યું છે. જેમાં ડૉ. શૈલેષ શાહનું રાજીનામું હજી મંજૂર નથી થયું. જો કે અહીં સવાલ એ ઊઠી રહ્યા છે કે, સિનિયર ડૉક્ટરોના રાજીનામાં છતાં આરોગ્ય વિભાગ ચૂપ કેમ છે. સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોને આખરે કોણ પરેશાન કરી રહ્યું છે.

આ પણ વાંચો : શિક્ષક દિને પણ શિક્ષકોની ગરિમા ન સાચવી, સુરેન્દ્રનગરમાં શિક્ષકોને હડધૂત કરાયા 

ચાર રાજીનામાથી અનેક સવાલો ઉઠ્યા 
એકસાથે ચાર રાજીનામાથી અમદાવાદ સિવિલ હૉસ્પિટલનું હાલનું તંત્ર રામભરોસે જોવા મળ્યું છે. સિનિયર ડૉક્ટરોના રાજીનામા છતાં આરોગ્ય વિભાગ ચૂપ કેમ છે તે સવાલ છે. ચાર સિનિયર ડૉક્ટરોએ અચાનક જ કેમ આપ્યા રાજીનામા? કોરોના કાળમાં જીવના જોખમે ડૉક્ટરોએ ફરજ અદા કરી છે. ત્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં અંદરખાને એવું તો શું રંધાઈ રહ્યું છે તેના પર કાનાફૂસી શરૂ થઈ છે. એટલુ જ નહિ, આરોગ્યમંત્રી નીતિન પટેલ કેમ આ મામલાને ગંભીરતાથી નથી લેતા? સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોને કોણ પરેશાન કરી રહ્યું છે? શું બિન ટેક્નિકલ માણસો ડૉક્ટરોને પરેશાન કરી રહ્યા છે? આખરે કેમ આરોગ્ય વિભાગ રાજીનામા (resignation) મુદ્દે આંખ આડા કાન કરે છે?

આ પણ વાંચો : #TeachersDaySpecial : જે ભણવાનાં લાખો રૂપિયા થાય તે મફતમાં શીખવાડે છે આ શિક્ષક  

તબીબોના રાજીનામાથી ગુજરાતની છાપ ખરડાઈ - એમ. પ્રભાકર 
તો બીજી રતફ, સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટરોના રાજીનામા મામલે સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ એમ. પ્રભાકરે કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં ઘણા લાંબા સમય બાદ રાજીનામા પડ્યા છે. રાજીનામા આપનાર ડોક્ટર ભલે કહેતા હોય કે અંગત કારણોસર રાજીનામા આપ્યા છે પરંતુ એવું ના હોય શકે. કેટલાક ડોક્ટરો કામનું ભારણ, બિન ટેકનિકલ માણસોના પ્રેશરથી હેરાન હતા. કોરોનામાં આ જ ડોક્ટરોએ સેવાઓ આપી છે તેવા ડોક્ટરો ઉપર પ્રેશર વધુ હતું. કેટલાક ડોક્ટરો આઝાદીથી કામ ન કરવા મળે તેને લઈ દુઃખી છે. ડોક્ટરોને પોતાની રીતે કામ કરવા મળતું નહિ હોય. સિનિયર અનુભવી માણસો જાય એટલે હોસ્પિટલ ચલાવવી મુશ્કેલ પડે. સિનિયર તબીબોના જવાથી ગુજરાતની છાપ પણ ખરડાઈ છે.

એકસાથે ચાર રાજીનામા પડતા સ્પષ્ટ સમજી શકાય કે અધિકારીઓની તાનાશાહીથી કંટાળીને તબીબોએ રાજીનામા આપ્યા હોય. કોરોના કાળ દરમિયાન તમામ તબીબી સ્ટાફ સ્ટ્રેસમાં રહ્યો હતો. તો બીજી તરફ તબીબોની વાત પણ સાંભળવામાં આવતી ન હતી. નવા તબીબોને પોતાની માંગણીને લઈને પણ ધરણા કરવા પડ્યા હતા. આરોગ્ય અધિકારીઓએ જે રીતે ડોક્ટરો સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યું તે પણ સામે આવ્યુ હુતું. જોકે, બીજી તરફ, ડોક્ટરોએ અંગત કારણોસર રાજીનામા આપ્યા હોવાનું કહે છે. જોકે, તેઓ ખરુ કારણ બતાવતા ડરી રહ્યા હોય.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news