અમદાવાદ શહેર ભાજપના કથિત પત્રથી નવો વિવાદ, BJP શહેર પ્રમુખે કહ્યું; પત્ર સાથે છેડછાડ કરીને વાયરલ કરાયો...'

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કરેલા આક્ષેપથી રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે. અમદાવાદ શહેર ભાજપના કથિત પત્રથી રાજકારણમાં એક નવો જ વિવાદ સામે આવ્યો છે.

અમદાવાદ શહેર ભાજપના કથિત પત્રથી નવો વિવાદ, BJP શહેર પ્રમુખે કહ્યું; પત્ર સાથે છેડછાડ કરીને વાયરલ કરાયો...'

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય પક્ષો એક્શનમાં આવી ગયા છે. હવે વાર પલટવારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ શહેર ભાજપના કથિત પત્રથી રાજકારણમાં એક નવો જ વિવાદ સામે આવ્યો છે. ભાજપના કથિત પત્રથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદ શહેર ભાજપ ચૂંટણીમાં બુટલેગરોનો સહારો લેતી હોવાનો મનીષ દોશીએ દાવો કર્યો છે. બીજી બાજુ ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે કથિક પત્ર વાઈરલ મામલે જણાવ્યું છે કે અમારા પત્ર સાથે છેડછાડ કરીને ખોટો પત્ર વાયરલ કરાયો છે.

અમદાવાદ શહેર ભાજપના પત્રને લઈને કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવ્યા છે. કથિક પત્રમાં 13માં નંબરના મુદ્દામાં ભાજપ સમર્થક ન હોય તેવા બુટલેગરોની યાદી બનાવવા આદેશ કરાયો છે. હવે ભાજપના પત્રમાં બુટલેગરોનો ઉલ્લેખ કેમ તે એક મોટો સવાલ ઉભો થયો છે. કોંગ્રેસે જણાવ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બુટલેગરોનો સાથ મળતો હોય તેવું એક કથિત પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી વ્યવસ્થા માટે કરાયેલ પત્રમાં ચોંકાવનાર મુદ્દો સામે આવ્યો છે. ભાજપે અમદાવાદના હોદ્દેદારો પાસે એમની સાથે ના હોય એવા બુટલેગરોનું લિસ્ટ મંગાવ્યું છે. પત્રમાં 13 નંબરના મુદ્દામાં આપણા સમર્થક ના હોય એવા બુટલેગરોની યાદી જલ્દી મોકલવા સૂચના કરવામાં આવી છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ વિશે ભાજપ પર અનેક આક્ષેપો લગાવ્યા છે. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ચૂંટણી વ્યવસ્થા માટે મહત્વના મુદ્દામાં જ ભાજપનો અસલી ચહેરો દેખાય છે. 13 નંબરની સુચનામાં ભાજપ સાથે બુટલેગરો ના હોય એનું લિસ્ટ મંગાવ્યું છે. અસામાજિક તત્વો અને બુટલેગરનો સાથ લઇ ભાજપ ચૂંટણી જીતે છે. જે તેમની સાથે ના જોડાય એમને કેવી રીતે સીધા કરવા એ માટે લિસ્ટ મંગાવ્યું હોવાનો આરોપ ભાજપ પર લગાવ્યો છે. ભાજપની હકીકત છતી કરતો આ પત્ર સામે આવતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે તમારી સાથે હોય એવા બુટલેગરોના નામની યાદી ભાજપ જાહેર કરે. ચૂંટણીમાં ભાજપ અસામાજિક તત્વોનો સાથ લે છે. 

આ સમગ્ર ઘટનાને લઈને અનેક મોટા સવાલો ઉભા થયા છે. ત્યારે શું અમદાવાદ ભાજપના પત્રમાં આ ઉલ્લેખ હકીકતે થયો છે? શું ભાજપ ગુંડાઓ અને બુટલેગરોની મદદથી ચૂંટણી જીતે છે? અમદાવાદ શહેર પ્રમુખ પાસે આ પત્ર અંગે જવાબ છે? વિરોધી બુટલેગરોની યાદી કેમ માગવામાં આવી? દારૂબંધીથી અમદાવાદ શહેર પ્રમુખ અજાણ છે? આ તમામ સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે. પરંતુ જ્યારે ભાજપ શહેર પ્રમુખ અમિત શાહનેે આ કથિત પત્ર વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમને પત્ર સાથે છેડછાડ કરીને ખોટો પત્ર વાયરલ કર્યો છે, તેનો ખુલાસો આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news