અમદાવાદ: કર્ફ્યૂ બાબતે નાગરિકો દાખવી રહ્યા છે સ્વયંશિસ્ત, પોલીસે કહ્યું અમે આભારી
Trending Photos
અમદાવાદ: શહેરીજનો બે મહિના બાદ આજે ફરી એકવાર કર્ફ્યૂની સ્થિતીનો સામનો કરી રહ્યા છે. જો કે આ વખતે કર્ફ્યૂ પાળવામાં અમદાવાદીઓ સ્વયં શિસ્ત દાખવી છે. કર્ફ્યૂની સ્થિતી અંગે પોલીસ અધિકારીઓ પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. પોલીસનું માનવું છે કે, નાગરિકો ખુબ જ શિસ્ત જાળવી રહ્યા છીએ. આ વખતે અમારે કોઇ કડક કાર્યવાહી કરવાની જરૂર નથી.
પોલીસનું માનવું છે કે, લોકડાઉન સમયે પોલીસને ખુબ જ તકલીફ પડી હતી. લોકો સાથે જે ઘર્ષણ થતું હતું તેવું આ વખતે બિલકુલ નથી. અમદાવાદીઓ પણ કોરોનાની ગંભીરતાને હવે સારી રીતે સમજી ગયા છે. આ વખતે અમારે પણ કોઇ કડક કાર્યવાહી કરવાની જરૂર પડી નથી. કોઇ પણ સ્થળે નાગરિકો સાથે ઘર્ષણના સમાચાર નથી. એવી વિવિધ સ્થળોએ તેનાત પોલીસ જવાનો કોઇ પ્રકારની ખાસ વ્યવસ્થા વગર જ સ્થાનિકો શાંતિથી કર્ફ્યૂનું પાલન કરી રહ્યા છે.
એસજી હાઇવે, શ્યામલ ચાર રસ્તા, પ્રહલાદનગર, બોડકદેવ, લાલદરવાજા, નહેરુનગર, બોપલ,નરોડા, ઠક્કરનગર, કાળુપુર,વિરાટનગર, સાબરમતી, નારોલ સહિત સમગ્ર અમદાવાદમાં લોકો કર્ફ્યૂનૂં કડક પાલન કરી રહ્યા છે. કેટલાક સ્થળે તો લોકો પોલીસને ન માત્ર મદદરૂપ થઇ રહ્યા છે પરંતુ પોલીસને પાણી જેવી સામાન્ય સગવડો પણ પોતાના ઘરમાંથી પુરી પાડી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે