ચૂંટણી પછી બદલાયા ભાજપના આ ધારસભ્ય, જીવદયાને બદલે પાડાની બલિ માટે પ્રોત્સાહન આપ્યું

Ahmedabad News : બલિ માટે લાવવામા આવેલા પાડાને છોડાવવા માટે અમદાવાદના ધારાસભ્યએ આખું પોલીસ સ્ટેશન માથે લીધું 
 

ચૂંટણી પછી બદલાયા ભાજપના આ ધારસભ્ય, જીવદયાને બદલે પાડાની બલિ માટે પ્રોત્સાહન આપ્યું

Ahmedabad News : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે લોકો પાસેથી બિચારા થઈને વોટ માંગતા નેતાઓના હવે સૂર બદલાઈ ગયા છે. અમદાવાદના એક ધારાસભ્ય સાથે પણ આવુ જોવા મળ્યું. હિન્દુત્વ અને જીવદયાના નામે વોટ માંગનારા અમદાવાદના ધારાસભ્ય કૌશિક જૈને બલી માટે લવાયેલા એક પાડાને છોડાવવા માટે પોલીસ સ્ટેશન માથે લીધું હતું. 

બન્યું એમ હતું કે, અમદાવાદના શાહપુર વિસ્તારમાં કેટલાક શખ્સો બલિ ચઢાવવા માટે એક પાડો લાવ્યા હતા. આ વાતની જાણ પોલીસને થઈ હતી, જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાડાની બલિ અટકાવી હતી. આ પાડાને બાદમાં પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. જેથી મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા. 

આ વાતની જાણ ભાજપના ધારાસભ્ય કૌશિક જૈનને થઈ હતી. તેથી તેઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓએ પોલીસ કર્મચારીઓ પર પાડાને છોડાવવા માટે રાજકીય દબાણ કર્યુ હતું. આખરે રાજકીય દબાણને કારણે પોલીસ પણ પાડાને છોડવા મજબૂર બની હતી. 

બીજી તરફ, પાડો લઈ જતા તેના ફરી બલિ ચઢવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સ્થાનિકોએ કહ્યું કે, આ પાડાને બલિ માટે લાવવામા આવ્યો હતો. ત્યારે ધારાસભ્યની આ કામગીરી પર લોકોને શંકા ઉભી થઈ છે. અત્યાર સુધી પશુઓને કતલખાને લઈ જતા અટકાવનાર કૌશિક જૈન કેમ અચાનક બદલાઈ ગયા. અંદરખાને એવી પણ ચર્ચા ઉઠી કે, કૌશિક જૈન બલિ જેવી બાબતોને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તો શુ કૌશિક જૈન હવે જીવદયા પ્રેમી નથી રહ્યાં. 

આ ઘટનાને લઈને સમગ્ર શાહપુર વિસ્તારમાં ચર્ચા ઉઠી છે. લોકો વાતો કરી રહ્યા છે કે જે નેતાએ જીવદયાના નામે વોટ માંગ્યા હતા, તેઓ હવે પશુઓની બલિને પ્રોત્સાહન આપી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news