Ahmedabad: BJP ના ઉમેદવાર વગર પ્રચારે કે વગર મતદાને જીતી ગયા, શું છે કારણ?
Trending Photos
* નારણપુરા કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
* બક્ષીપંચ બેઠક પર ચંદ્રિકા રાવળે ફોર્મ પરત ખેંચ્યું
* મતદાન પહેલા જ કોંગ્રેસે શહેરમાં 3 બેઠકો ગુમાવી
* સરદારનગર, ઠક્કરબાપાનગર માં ફોર્મ રદ્દ થયા છે
અમદાવાદ : પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. તેવામાં તમામ પક્ષો પોતાનાં ઉમેદવારોને જીતાડવા માટે સામ, દામ દંડ ભેદ તમામ પ્રકારની શક્તિ કામે લગાડી રહ્યા છે. તેવામાં ભાજપનાં એક ઉમેદવાર કોઇ પણ પ્રકારની મહેનત વગર જ મહાનગરપાલિકાની સીટ જીતી ગયા છે. તેમણે ન તો પ્રચાર કર્યો છે, ન તો તેમના માટે મતદાન થયું છે કે ન તો હજી સુધી ચૂંટણી માટે મતદાન પણ થયું છે. તે પહેલા જ તેઓ જીતી ગયા છે. જાણીને તમને જરૂર આશ્ચર્ય થશે પણ આ અહેવાલ વાંચ્યા બાદ તમે કોંગ્રેસના ગાંડપણ પર હસી પડશો.
નારણપુરા વોર્ડ નંબર ૯ ના ભાજપના ઉમેદવાર બ્રિંદાબેન સુરતી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પહેલા ઉમેદવાર બન્યા છે જે જીતી ગયા છે. વિજેતા ઉમેદવાર થઈ સૌ પ્રથમ કાઉન્સિલર બન્યા છે. બ્રિંદાબેન જીતવાની સાથે જ ચૂંટણી પહેલા જ કોંગ્રેસને એક ફટકો પડ્યો છે. નારણપુરા કોંગ્રેસના મહિલા ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે. બક્ષીપંચ બેઠક પર ચંદ્રિકા રાવળે ફોર્મ પરત ખેંચતાની સાથે ભાજપના બ્રિન્દાબેન સુરતી બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.
મતદાન પહેલા જ કોંગ્રેસે શહેરની 3 બેઠકો ગુમાવી દીધી છે. જેના માટે કોંગ્રેસ પોતે જ જવાબદાર છે. કારણ કે તેણે છેલ્લે સુધી ઉમેદવારો મુદ્દે ખુબ જ મુંઝવણ રહી હતી. જેના કારણે કોઇ પણ ઉમેદવારોએ ફોર્મ તૈયાર કર્યા નહોતા. આખરી સમયે જાહેરાત થતા જ ઉતાવળમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેના કારણે આખરી સમયે ઉતાવળમાં ફોર્મમાં કેટલીક ક્ષતીઓ રહી ગઇ હતી. જેથી કરીને ફોર્મ રદ્દ થતા અનેક બેઠકો પર ભાજપ કોઇ પણ પ્રકારની મહેનત વગર જ જીતી ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે