અમદાવાદ: જમાલપુર વિસ્તારમાં જાહેરમાં બીજેપીના સક્રિય કાર્યકર્તાની હત્યા

અમદાવાદના જમાલપુર દરવાજા પાસે આવેલી હજીરાની પોલમાં રહેતા રિયાઝુદ્દીન ઉર્ફે રાજુ શેખ કે જેઓ આર આર ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે પણ સંકળાયેલા હતા અને બીજેપીના સક્રિય સિનિયર કાર્યકર્તા હતા.

અમદાવાદ: જમાલપુર વિસ્તારમાં જાહેરમાં બીજેપીના સક્રિય કાર્યકર્તાની હત્યા

જાવૈદ સૈયદ/અમદાવાદ: અમદાવાદના જમાલપુર દરવાજા પાસે આવેલી હજીરાની પોલમાં રહેતા રિયાઝુદ્દીન ઉર્ફે રાજુ શેખ કે જેઓ આર આર ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે પણ સંકળાયેલા હતા અને બીજેપીના સક્રિય સિનિયર કાર્યકર્તા હતા. ગઇરાત્રે તેઓ ઘરે આવ્યા ત્યારે ઘરની બહાર બે પક્ષના લોકો વચ્ચે બબાલ ચાલતી હતી. જેને લઈને રિયાઝુદ્દીન ઉર્ફે રાજુ ભાઈ વચ્ચે સમાધાન કરાવવા પડ્યા હતા. તેમનો પુત્ર પણ વચ્ચે પડી લોકોને છોડાવતો હતો. તેવામાં પાંચ લોકોએ આડેધડ છરીના ઘા છાતીમાં મારતા બંને રોડ પર લોહીલુહાણ હાલતમાં સપડાયા જોવા મળ્યા હતા. 

બનાવ બાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન રિયાઝુદ્દીન ઉર્ફે રાજુ ભાઈ શેખ નું મોત નીપજ્યું હતું. ઘટના બાદ તપાસ  કરતા આ ઘટનાને અંજામ આપનારા અન્ય કોઈ નહિ પણ ખાન સાયકલની ટોળકીના સભ્યો હતા. આરોપી અનસ પઠાણ, સોહેલ બાબુભાઇ ટાયરવાળા, પરવેઝ ગુલાલખાન પઠાણ, રસીદ ખાલીદભાઈ અને ફેસલ ગનીભાઈએ આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જોકે હત્યા પાછળ કોઈ જ કારણ ન હતું પણ બબાલ માં બાપ દીકરો વચ્ચે પડ્યા હતા જેથી તેમને છરી મારી દીધી હતી.

સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાં ફસાયા નવસારીના યુવાનો, પરિજનો ચિંતામાં

હાલ આ કેસમાં આરોપી સોહેલ અને રસીદનની ધરપકડ કરી છે. આરોપી ફેઝલ અગાઉ હત્યા કેસમાં પકડાયો હતો જેમાં નિર્દોષ છૂટ્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. બીજીતરફ સરકારે આ લુખ્ખાઓને કડક સજા થાય એ માટે માંગ કરી છે. ત્યારે ખાન સાયકલ ગ્રુપના સભ્યો ફરી વિવાદમાં આવી છે. અગાઉ પણ મારામારી, હત્યા જેવા અનેક ગુનાઓ આચરી ચુક્યા હોવાનું પણ પોલીસ ચોપડે નોંધાયેલું છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news