જે માણેકનાથજીએ અમદાવાદની પહેલી ઈંટ મૂકી હતી, તેમનો પરિવાર 610 વર્ષથી માણેક બુર્જને પૂજે છે

જે માણેકનાથજીએ અમદાવાદની પહેલી ઈંટ મૂકી હતી, તેમનો પરિવાર 610 વર્ષથી માણેક બુર્જને પૂજે છે
  • આજે માણેક બુર્જ ખાતે પરિવારના વંશજ મહંત ચંદનનાથે પૂજા કરી હતી. તેઓ ગુરુ માણેકનાથ ગાદીના 12માં મહંત છે
  • માણેકબાવાની આ 13મી પેઢી છે, જે સતત દર વર્ષે આ પ્રથા નિભાવે છે. અમદાવાદનો અમૂલ્ય વારસો માણેકજીના આશીર્વાદથી જ મળ્યો છે

અતુલ તિવારી/અમદાવાદ :આજે આપણા અમદાવાદનો 610મો જન્મ દિવસ છે. ત્યારે અનેક આફતોની વચ્ચે અડીખમ રહેનાર અમદાવાદના સ્થાપના દિવસની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે. ધૂળિયાનગરમાંથી ધબકતું બનેલું અમદાવાદ આજે સપનાની ઉડાનનું ફલક બન્યું છે. જેની 26 ફેબ્રુઆરી 1411માં અહમદશાહે માણેકબુર્જ પાસે સ્થાપના કરી હતી. જેથી દર વર્ષે અમદાવાદના સ્થાપના દિવસે માણેકબુર્જની ધજા બદલવાની પરંપરા છે. જેમના આર્શીવાદથી અહેમદશાહ બાદશાહનું અમદાવાદ બનાવવાનુ સપનુ સાકર થયું, એ માણેકનાથજીના વંશજોએ આજે પણ આ પરંપરા નિભાવી હતી.

માણેકનાથજીના પરિવારે માણેક બુર્જની પૂજા કરી 
અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411 એ થઈ હતી. આજે અમદાવાદનો 610 મો સ્થાપના દિવસ છે. ત્યારે વલર્ડ હેરિટેજ સિટીના જન્મ દિવસની સાદાઈથી ઉજવણી કરવામાં આવી છે. માણેકનાથજીના વંશજોએ પરિવારની જૂની પરંપરા પાળીને અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરી છે. ગુરુ માણેકનાથ ગાદીના 13માં મહંત ચંદનનાથજીએ આરતી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. માણેક બુર્જ કે જ્યાં અમદાવાદની પ્રથમ ઈંટ મૂકાઈ હતી તે જગ્યાએ આરતી પુષ્પાંજલિ કરાઈ છે. માણેકબાવાની આ 13મી પેઢી છે, જે સતત દર વર્ષે આ પ્રથા નિભાવે છે. અમદાવાદનો અમૂલ્ય વારસો માણેકજીના આશીર્વાદથી જ મળ્યો છે. 

આ પણ વાંચો : હેપ્પી બર્થ ડે અમદાવાદ : આ શહેરનો પાયો એક સસલાની હિંમતથી નંખાયો હતો

610 વર્ષથી પરિવારે સાચવ્યો છે વારસો 
આજે માણેક બુર્જ ખાતે પરિવારના વંશજ મહંત ચંદનનાથે પૂજા કરી હતી. તેઓ ગુરુ માણેકનાથ ગાદીના 12માં મહંત છે. 610 વર્ષથી પરિવારના વંશજો આ વારસો સાચવી રહ્યાં છે. આજે માણેકનાથજીનો પરિવાર ફૂલ્યોફાલ્યો છે. હાલ નાથ પરિવારમાં હાલ 50 થી 60 સદસ્યો છે. નાથ સંપ્રદાયની આ પરંપરા સદાય જળવાય રહે તેવો પરિવાર દ્વારા હંમેશા પ્રયાસ કરાય છે. હાલ તેમનો પરિવાર અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં રહે છે. જોકે, પરિવારનું જૂનુ ઘર પ્રેમ દરવાજા પાસે આવેલું છે. 

માણેકનાથજીના પરિવારના વંશજો 
મહંત ચંદનનાથજી એડવર્ડટાઈઝિંગ એન્ડ બ્રાન્ડિંગ પ્રોફેશનલ છે. તેઓ મુદ્રા એડવર્ટાઈઝિંગના હેડ હતા. તેમના પત્ની વંદના નાથ આંખના ડોક્ટર છે. તો પુત્ર અખિલેશનાથ પણ એડવર્ડટાઈઝિંગ ફિલ્ડમાં જ કામ કરે છે. પુત્રી અનિશા નાથ ગ્રાફિક ડિઝાઈનર છે. 

આ પણ વાંચો : અમદાવાદમાં ભાજપને વધુ એક બેઠક મળી, હારેલા ઉમેદવાર ગીતાબાને વિજેતા જાહેર કરાયા

અમદાવાદ સાથે માણેકનાથજીનો નાતો 
નવા શહેરના નિર્માણ માટે સૌપ્રથમ બાદશાહે શહેરની ફરતે કિલ્લો ચણવાનો આદેશ આપ્યો. દિવસ દરમિયાન અથાક મહનતે ગોઠવાતી ઇંટો અને ચણાતી દિવાલો રાત પડતા ક્કડભૂસ થઇ જતી હતી એમ કહેવાતુ હતું કે, જ્યારે દિવસના સમયે માણેકનાથજી સાદડી ગૂંથતા ત્યારે ત્યારે કિલ્લાની દિવાલ ઉભી થતી અને જ્યારે દોરો ખેંચી લેતા ત્યારે દિવાલ ઢળી પડતી હતી. આ ઘટનાની જાણ બાદશાહને થતા બાદશાહે સરખેજના એક સૂફી સંતની સલાહ માંગી સંતે પણ બાદશાહને ગુરુ માણેકનાથજીના આશીર્વાદની અનિવાર્યતાનું સૂચન આપ્યું હતું. બાદશાહે આદરભાવ સાથે માણેકનાથજીના આશીર્વાદ લેવા માટે પહોચ્યા અને પોતાની સમસ્યા કહી હતી. માણેકનાથજીએ બાદશાહને સલાહ આપી હતી. અને કહ્યું કે ‘તમારો હેતુ યોગ્ય છે અને તમે શહેરનું સંચાલન કરવા સક્ષમ પણ છો’  પરંતુ ભૂમિપૂજનનું સ્થળ અને સમય યોગ્ય ન હોવાને કારણે આ શહેર ક્યારેય પ્રગતિ કે સમૃદ્ધિ સાધી શકશે નહિ. 
આમ, માણેકનાથજીના સૂચન મુજબ મોહમ્મદ ખટુંએ શહેરના નકશાનું ફરી એકવાર નિર્માણ કર્યું હતું. અને નવે સરથી કિલ્લાની દિવાલ ચણવાની શરૂઆત કરી હતી. જે સ્થળે કિલ્લાની દિવાલ ચણવાની શરૂઆત કરવામાં આવી તે સ્થળને દરદર્શી સંત માણેકનાથજીની બિરદાવલી તરીકે ‘માણેક બુરજ’ નામ આપવામાં આવ્યું હતું. 

આ પણ વાંચો : આજે સુરતમાં રોડ શો યોજીને કેજરીવાલ ગુજરાતના મતદારોનો આભાર માનશે 

ગુરુ માણેકનાથજીએ જીવતી સમાધિ લીધી હતી 
જે વિસ્તારમાં માણેકનાથજી રહેતા હતા તે ચોકને આજે માણેકચોક તરીકે ઓળખાય છે, તે એક નાનકડા ઝરણા દ્વારા કુદરતી રીતે ટાપુ જેવા અસ્તિત્વમાં આવ્યો હતો. આ ઝરણાંનું નામ ‘માણેક નદી’ રાખવામાં આવ્યું જે, તે સમયે આજના ફર્નાન્ડિઝ બ્રિજ નીચે વહેતી હતી. એવુ કહેવાય છે, કે અમદાવાદ શહેરનાં નિર્માણકાર્યની પૂર્તિનાં થોડા જ દિવસોમાં ગુરુ માણેકનાથજીએ તેમનાં જ અલાયદા વિસ્તારમાં જીવતી સમાધી લીધી. જીવતી સમાધીએ સ્વને બાળીને ભસ્મ કરવાની પ્રક્રિયા જે માત્ર સિદ્ધિ અથવા તો દિવ્યતા પ્રાપ્ત કરનાર વ્યક્તિજ કરી શકે છે. ગુરુ માણેકનાથજી એકદિવ્ય આત્મા હોવાને કારણે દેશના વિવિધ વિસ્તારોમાં વિવિધ રીતે તેમને સ્મૃતિ સજીવન કરવામાં આવી છે. જ્યાં જ્યાં તેમના દર્શન થયા છે. ત્યાં ત્યાં તેમના મંદિર બનાવામાં આવ્યા છે. 

No description available.

માણેકનાથજીની સમાધિની આસપાસ જ બાદશાહે શાહી પરિવારની કબરો બંધાવી 
અમદાવાદના સોની બજારનો પ્રારંભ ગુરુ માણેકનાથજીની સમાધિ આસપાસના વિસ્તારોમાં જ શરૂ કરવામાં જ આવ્યો તથા દેશની સૌથી પ્રાચિન શેરબજારની ઇમારત માણેકચોક વિસ્તારમાં જ બાંધવામાં આવી હતી. ખરેખર તો માણેકચોક શહેરનુ મુખ્ય વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર હતું. જ્યાં વિશાળ અનાજ બજાર, શાકભાજી બજાર, કાપડ બજાર, ધાતુ બજાર, તથા તમામ જથ્થાબંધ વસ્તુઓનું બજાર હતું. જેમાંથી મોટાભાગનું હજી પણ ત્યાં જ છે. ગુરુ માણેકનાથજીની સમાધિ આસપાસ જ બાદશાહ અને બેગમ તથા અન્ય શાહી સભ્યોની કબરો પણ માણેકનાથજીની સમાધિની આસપાસ છે. આજે અમદાવાદના 600 વર્ષ પછી પણ મોટા ભાગના શ્રદ્ધાળુઓ માની રહ્યા છે. અને દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે.  

પહેલા આ શહેરનું નામ અહમદાબાદ હતું પરંતુ સમયની સાથે તેનું નામ બદલી અમદાવાદ થઈ ગયું. મહત્વનું છે કોરોના મહામારી વચ્ચે પણ આજે અમદાવાદ અડીખમ ઉભું છે.ત્યારે શહેરના મધ્યમાં આવેલ રિવરફ્રન્ટ અને મોટેરામાં આવેલ વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદની શાન વધારી રહ્યું છે.તો 1411 બાદ વિકસી રહેલું અમદાવાદ આજે વેપારનું હબ બની ગયું છે.વિશ્વની મોટી કંપનીઓ સાથે ઔધોગિક એકમો પણ અમદાવાદમાં વેપાર વધારી રહી છે.અમદાવાદ ઈતિહાસમાં અનેક કારણોસર વિખ્યાત છે.જેમાં ગાંધીજીએ સાબરમતી નદી કાંઠે સ્થાપેલું સાબરમતી આશ્રમ, દાંડી કૂચ જેવી ગાથાઓ પણ અમદાવાદ સાથે જોડાયેલી છે.અનેક ઉતાર ચડાવ જોઈ અડીખમ અમદાવાદે 610માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news