અમદાવાદમાં 31 લોકોને લાખોનો ચૂનો, ઈન્સ્ટંટ લોનના નામે છેતરાતા નહીં, આ રીતે ગઠીયા કરે છે કાંડ!

ઈન્સ્ટંટ લોન આપવાનું કહી છેતરપિંડી આચરતા હતા. પકડાયેલા બને ગઠિયાએ 31 લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. પોલીસની કસ્ટડીમાં દેખાતા આ યુવકનું નામ દિક્ષીત સોની અને ફોટોમાં દેખાતો મોઈન છીપા છે. આ બન્ને આરોપીઓએ જરૂરિયાતમંદ લોકોને ઠગવાનું કામ કર્યું છે.

અમદાવાદમાં 31 લોકોને લાખોનો ચૂનો, ઈન્સ્ટંટ લોનના નામે છેતરાતા નહીં, આ રીતે ગઠીયા કરે છે કાંડ!

ઉદય રંજન/અમદાવાદ: જિલ્લામાં બોપલ પોલીસે બે એવા ગઠીયા પકડાયા છે, જે લોકો ઈન્સ્ટંટ લોન આપવાનું કહી છેતરપિંડી આચરતા હતા. પકડાયેલા બને ગઠિયાએ 31 લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. પોલીસની કસ્ટડીમાં દેખાતા આ યુવકનું નામ દિક્ષીત સોની અને ફોટોમાં દેખાતો મોઈન છીપા છે. આ બન્ને આરોપીઓએ જરૂરિયાતમંદ લોકોને ઠગવાનું કામ કર્યું છે.

હાલમાં જ બોપલ પોલીસ મથકે એક ગુનો નોંધાયો હતો. જેમાં પાલડીમાં રહેતા ભાવિક વાઘેલા નામના યુવકને આર્થિક સ્થિતિ સારી ન હોવાથી દીકરાના ઈલાજ માટેથી તાત્કાલિક પૈસાની જરૂર હતી. આરોપી દીક્ષિત સોની એ સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાકેશ નામની જાહેરાત મૂકી હતી. જે ફરિયાદીને ધ્યાને આવતા દીક્ષિત સોની નો સંપર્ક કર્યો હતો. 

આરોપીએ તેને બોપલ વિસ્તારમાં આવેલી મોબાઈલની દુકાનમાં ડોક્યુમેન્ટ સાથે બોલાવ્યો હતો. જ્યાં ફરિયાદીએ પત્ની ના ડોક્યુમેન્ટ આપતા અન્ય આરોપી મોઈન છીપાએ 49, 992 રૂપિયાની લોન મેળવવાની પ્રોસે કરી હતી. જે લોન પેટે લીધેલા મોબાઈલને દિક્ષીત સોનીએ લઈ લોન ખાતામાં જમા થઈ જશે તેવી વાત કરી હતી. તેમજ લોન ક્લોઝીંગ બાબતના ખોટા અને બનાવટી ડોક્યુમેન્ટ ની નકલ આપી મોબાઈલ ફોન અન્ય જગ્યાએ વેચાણ કરી છેતરપિંડી આચરી હતી. આ બાબતે બોપલ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે ગુનામાં સામેલ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. 

પકડાયેલા આરોપીઓની તપાસ કરતા દીક્ષિત સોની વસ્ત્રાપુર વિસ્તારમાં ઈન્સ્ટા કેસ નામની લોનની ઓફિસ ભાડે રાખી તેમાં છોકરીઓને નોકરી પર રાખી અલગ અલગ નંબર પર લોન ની જરૂરિયાત હોય તો સંપર્ક કરવા ના મેસેજ મોકલી ઠગાઈ આચરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીને કોઈ વ્યક્તિ સંપર્ક કરે તો તે વ્યક્તિ પાસેથી આધારકાર્ડ અને પાન કાર્ડ મંગાવી સાઉથ બોપલ ખાતે મોબાઈલની દુકાને લઈ જઈ મોઈન છીપા પાસે જે-તે વ્યક્તિના નામની લોન મંજૂર કરાવડાવી દીક્ષિત સોની પોતે મોબાઈલ તેમજ બીલ મેળવી લેતો હતો. બાદમાં તે ફોન અન્ય જગ્યાએ બારોબાર વેચી નાખતો હતો. 

આરોપીએ બોપલના ફરિયાદી સિવાય ન્યુ રાણીપના હીતેન્દ્ર બારોટ અને ઠક્કરનગરના સોનલબેન પંચાલ અને સરખેજના મહેશ ચૌહાણ તેમજ અન્ય 27 લોકો સાથે ઠગાઈ આચરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીઓએ કુલ 39.94 લાખની કિંમતના અલગ અલગ કંપનીના ફોનની લોન કરાવી 17 લાખનું ડાઉન પેમેન્ટ પોતે ભરી અન્ય લોકોના નામે 22.88 લાખની લોન કરાવી છેતરપીંડી આચરી છે.

મહત્વનું છે કે આરોપીઓ ગરીબ લોકોની મજબુરીનો લાભ લઈ તેઓને વધુ ગરીબ બનાવી પોતે અમીર બનવાના સપના જોતા હતા. જોકે પોલીસે તેઓની ધરપકડ કરી અન્ય લોકો આરોપીઓનો શિકાર ન બને તેવી કામગીરી કરી છે. ત્યારે આરોપીઓની તપાસમાં કેવા ખુલાસા થાય છે તે જોવુ રહ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news