AHMEDABD: વરરાજા બનવા ન મળે તો કંઇ નહી પરંતુ જાનૈયા તો બનવું જ છે, અલ્પેશ ઠાકોરનો મોટો ઇશારો

અલ્પેશ ઠાકોરે આજે ZEE 24 Kalak સાથે ખાસ મુલાકાત કરી હતી. જેમાં તેમણે પોતાનું મન ખોલીને ચર્ચા કરી હતી. જેમાં મુખ્યમંત્રી અંગે સવાલ પુછવામાં આવતા તેમણે કહ્યું કે, બધાય પોતપોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે. જો કે હાલ તો દરેક સમાજ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. મારી વાત છે કે, વર્ષોથી પ્રશ્નો છે દલિત અને આદિવાસી અને છેડાવાના માણસને સમાનતાના ધારામાં આવે. કોઇ સવર્ણ સમાજ કોઇ પછાતનું વિરોધ નથી કરતું. કોઇ પછાત સવર્ણનો વિરોધ નથી કરી રહ્યા. ઓબીસી સમાજનો મુખ્યમંત્રી હોવો જરૂરી છે કે તમામ સમાજનો પ્રતિનિધિત્વ કરે તેવો મુખ્યમંત્રી હોવો જોઇએ, જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીએવો હોવો જોઇએ જે તમામ સમાજની ચિંતા કરે. કોઇ એવો મુખ્યમંત્રી જાતીવાદથી કામ કરે તેવો વ્યક્તિ હોવો જોઇએ.આપણે અનેક નેતાઓ એવા જોયા કે , જે ગુજરાતની ચિંતા કરે ગુજરાતના દરેક વર્ગની વાત કરે અને ચિંતા કરે.
AHMEDABD: વરરાજા બનવા ન મળે તો કંઇ નહી પરંતુ જાનૈયા તો બનવું જ છે, અલ્પેશ ઠાકોરનો મોટો ઇશારો

અમદાવાદ : અલ્પેશ ઠાકોરે આજે ZEE 24 Kalak સાથે ખાસ મુલાકાત કરી હતી. જેમાં તેમણે પોતાનું મન ખોલીને ચર્ચા કરી હતી. જેમાં મુખ્યમંત્રી અંગે સવાલ પુછવામાં આવતા તેમણે કહ્યું કે, બધાય પોતપોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે. જો કે હાલ તો દરેક સમાજ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. મારી વાત છે કે, વર્ષોથી પ્રશ્નો છે દલિત અને આદિવાસી અને છેડાવાના માણસને સમાનતાના ધારામાં આવે. કોઇ સવર્ણ સમાજ કોઇ પછાતનું વિરોધ નથી કરતું. કોઇ પછાત સવર્ણનો વિરોધ નથી કરી રહ્યા. ઓબીસી સમાજનો મુખ્યમંત્રી હોવો જરૂરી છે કે તમામ સમાજનો પ્રતિનિધિત્વ કરે તેવો મુખ્યમંત્રી હોવો જોઇએ, જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીએવો હોવો જોઇએ જે તમામ સમાજની ચિંતા કરે. કોઇ એવો મુખ્યમંત્રી જાતીવાદથી કામ કરે તેવો વ્યક્તિ હોવો જોઇએ.આપણે અનેક નેતાઓ એવા જોયા કે , જે ગુજરાતની ચિંતા કરે ગુજરાતના દરેક વર્ગની વાત કરે અને ચિંતા કરે.

રોજગારી, શિક્ષણ, આરોગ્ય અને ખેડૂત એ તમામ સમાજનો મુદ્દો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં તમે સેવાના ઉદ્દેશ્યથી આવ્યા તે અંગે તેમણે જવાબ આપ્યો કે, ઓબીસી સમાજની લાગણી દુભાઇ છે અને ઓબીસી સમાજ માટે હું યોગ્ય કામગીરી નથી કરી શકતો. જે વર્ગમાંથી હું આવુ છું કે, તેનું એવું પ્રતિનિધિત્વ જોવા માંગુ છું. ઓબીસી સમાજને હજી સુધી યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળ્યું. બક્ષી પંચની જે સમસ્યા છે અને તેના કેટલાક તબક્કા હજી પણ પછાત છે. આ જ્ઞાતીઓના અનેક પ્રશ્નો છે. બક્ષીપંચનો એક પણ દિકરો નોકરીમાં આવે ત્યારે સવાલો ઉઠી રહ્યા છે. સમાજ માટે રાજનીતિ ન હોય અને તે નીતિઓ બનાવવા માટે છે. 

ઓબીસી સમાજ માટે હું લડ્યો છું અને લડતો રહીશ, હાલ હું અનેક પ્રકારે વાત મુકી છે. વિવિધ બોર્ડ અને વિકાસ નિગમ તો બનાવી દેવાયા પરંતુ તેમાં કોઇ ફંડ નથી. કોને પદ મળે અને કોને નથી મળતું તે પછીનું કામ છે પરતુ પછાત વ્યક્તિ આગળ આવે તે ખુબ જ જરૂરી છે. ગરીબ તો વધારે ગરીબ થશે તો તે ખુબ જ મોટો પડકાર બનશે. 

ગુજરાત સમૃદ્ધ બનાવવા માટે દરેકે દરેક વ્યક્તિ આગળ આવે તે ખુબ જ જરૂરી છે. કોઇ પણ સમાજની ઉપેક્ષા કરવામાં આવે તો સમાજ તેનો યોગ્ય સમયે જવાબ મળે છે. હું કોઇ પણ પાર્ટીના વ્યક્તિ તરીકે નહી તટસ્થ વ્યક્તિ તરીકે કહુ કે, સમાજ અવગણના થતી હશે તો તેઓ યોગ્ય સમયે યોગ્ય જવાબ આપવામાં આવશે. 

હું ગુજરાતના અલગ અલગ 90 તાલુકાથી વધારેનો પ્રવાસ કરી રહ્યો છું. હું સામાજિક આગેવાન છું પરંતુ કટ્ટર રાજકારણી નથી. મારૂ એક જ ઉદ્દેશ્ય છે કે દરેકે દરેક ઓબીસી સમાજ આગળ આવે. ભાજપના હાલના સંગઠનમાં ઓબીસી સમાજની જરા પણ અવગણના નથી થઇ. સામાજિક મુદ્દે ફરી અલ્પેશ ઠાકોર સમાજમાં જઇ રહ્યું છે. 2 વર્ષ કોરોનામાં તમામ લોકો ઘરમાં જ હતા. તેમ છતા પણ અમે ઓબીસી સમાજને નુકસાન ન થાય તેવા પ્રયાસો છે. એક પાર્ટી સાથે સંકળાયેલા હોવાના કારણે સમાજથી દુર ગયા હોવાનું લાગી રહ્યું છે. જ્યાં પણ જે પણ પ્રજાનો અવાજ ઉઠતો હોય ત્યાં હું સમર્થનમાં આવુ છું. તેના કારણે નફા નુકસાનનું હું નથી વિચારતો. સામાજીક જીવન થકી લોકોને ન્યાય અપાવું તે ખુબ  જજરૂરી છે. 

મારી ઇમ્યુનિટી મારો સમાજ છે. રાજનીતિક ઇમ્યુનિટી વધારવા માટે લોકો વચ્ચે આવી રહ્યો છું. પ્રજા ઇચ્છે તો મને માથે બેસાડશે. વરરાજા ન બનાય તો કંઇ નહી પરંતુ જાનૈયા બનવા મળે તો પણ મજાન છે. આગામી સમજમાં દરેકને યોગ્ય રીતે જવાબ મળશે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે ઈશારા ઈશારામાં પોતાના મોટા રાજકીય સપનાની વાત કરી. અલ્પેશ ઠાકોરે કહ્યું કે- વરરાજા ના બનાય તો કંઈ નહીં, મને સારથિ બનવામાં વધારે મજા આવશે. 

આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો કે, 2017માં અમને નજરઅંદાજ નહોતા કરી શક્યા અને 2022માં પણ નજરઅંદાજ નહીં કરી શકો. શીર્ષસંવાદમાં તેમણે કહ્યું કે- અલ્પેશ ઠાકોરને ગર્જના કરતાં પણ આવડે છે. અલ્પેશ ઠાકોરે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, આગામી ચૂંટણીમાં ગુજરાતનો મુખ્યમંત્રી બક્ષીપંચ, દલિત કે આદિવાસી સમાજમાંથી આવવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news