અમદાવાદ: રામોલમાંથી ઝડપાયું નકલી HSRP નંબર પ્લેટનું કૌભાંડ, 2ની ધકપકડ

વાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનુ કૌભાંડ રામોલ પોલીસ ઝડપી પાડ્યું છે. પોલીસે નકલી નંબર પ્લેટના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. વસ્ત્રાલમાં પેઇન્ટ બી ગજ્જર નામની દુકાનમાં નકલી નંબર પ્લેટ વેચવામાં આવતી હતી. નંબર પ્લેટનું રૌ મટિરિયલ મુંબઇથી આવતું હોવાનુ પોલીસ તપાસમાં સામે આવતા રામોલ પોલીસે એક ટીમ મુંબઇ મોકલી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: રામોલમાંથી ઝડપાયું નકલી HSRP નંબર પ્લેટનું કૌભાંડ, 2ની ધકપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: વાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનુ કૌભાંડ રામોલ પોલીસ ઝડપી પાડ્યું છે. પોલીસે નકલી નંબર પ્લેટના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. વસ્ત્રાલમાં પેઇન્ટ બી ગજ્જર નામની દુકાનમાં નકલી નંબર પ્લેટ વેચવામાં આવતી હતી. નંબર પ્લેટનું રૌ મટિરિયલ મુંબઇથી આવતું હોવાનુ પોલીસ તપાસમાં સામે આવતા રામોલ પોલીસે એક ટીમ મુંબઇ મોકલી તપાસ શરૂ કરી છે.

આગામી 31 ઓગસ્ટ સુધીમાં તમામ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવી દેવી ફરજિયાત છે. જેનો ફાયદો ઉઠાવી કેટલાક વેપારીઓ પૈસા કમાવા નકલી HSRP નંબર પ્લેટ વાહનો લગાવી દે છે. રામોલ પોલીસે બાતમીના આધારે વસ્ત્રાલ ચાર રસ્તા પાસેથી કિરણ ગલસરની ધરપકડ કરી હતી. તેની પાસેથી 42 જેટલી HSRP નંબર પ્લેટ મળી આવી હતી. જેની પુછપરછ કરતાં તે આ નંબર પ્લેટ પેઇન્ટર બી ગજ્જર નામની દુકાનમાં આપે છે.

મહેસાણા: કડી પાસે નર્મદાની કેનાલમાં 17 વર્ષીય પ્રેમી યુગલે મારી મોતની છલાંગ

પોલીસ દુકાનમાં જઇ તપાસ કરતા વધુ 10 નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસ આ મામલે ખરાઇ કરતા નકલી HSRP નંબર પ્લેટમાં બ્લ્યુ કલરથી IND લખ્યુ ન હતુ. એક પણ નંબર પ્લેટમાં આઇડેન્ટિટીફિકેશન કોડ નથી. અશોક ચક્ર પણ નથી. તેમજ પાછળના ભાગે બારકોડ સ્ટિકર પણ ન હતું. જેથી નકલી નંબર પ્લેટ બનાવવાનુ કૌભાંડ ઝડપાયું હતું.

અરવલ્લીમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કાર ચાલકે કાઢ્યા ટ્રકના ટાયર

ઝડપાયેલ આરોપી કિરણ ગલસરની પુછપરછમાં આઇ.એફ. કોડ વગરની નકલી નંબર પ્લેટ મુબઇથી આવતી હોવાનુ સામે આવ્યુ છે. જેમાં નંબર પ્લેટમાં એમ્બોસ કરીને નકલી HSRP નંબર પ્લેટ બનાવવામાં આવતી હતી. જે મીઠાખળી પાસેની કિરણ આર્ટ નામની દુકાનમાં જ આરોપી કિરણ ગલસર બનાવતો હતો. અને તે બાદમાં વસ્ત્રાલ પાસે આવેલ નૈયા પેરાડાઇઝમાં પેઇન્ટર બી ગજ્જર દુકાનના માલિક ભીખાભાઇ ગજ્જર આપતો હતો. છેલ્લા એક વર્ષથી આમ જ નકલી HSRP નંબર પ્લેટ બનાવવામાં આવતી હોવાનો ખુલાસો પોલીસની પૂછપરછ દરમ્યાન થયો. જોકે આ માટે 500 રૂપિયાથી લઇને 1000 રૂપિયા નંબર પ્લેટ બનાવવાના લોકો પાસેથી પડાવતા હતા.

અમદાવાદ: SVP હોસ્પિટલમાં દર્દીના સગા અને સિક્યુરીટી ગાર્ડ વચ્ચે થઇ મારામારી

રામોલ પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યુ છે કે, આરોપીઓ છેલ્લા એક વર્ષથી લોકોને HSRP નંબર પ્લેટના નામે નકલી નંબર લગાવીને લોકોને છેતરતા હતા. અત્યાર સુધી હજારોની સંખ્યામા નકલી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાની આરોપી કબુલાત કરી છે. ત્યારે નકલી નંબર પ્લેટ કૌભાંડ અનેક એજન્ટો અને વેપારીઓની સંડોવણી હોવાની પોલીસને આશંકા છે. જેથી પોલીસ આરોપીના રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news