અમદાવાદ: 2 IPS અધિકારીઓનાં બાજુના બંગ્લામાં રહેતા ડોક્ટરના ઘરેથી ધોળા દિવસે થઇ લૂંટ

શહેરમાં ચોર લૂંટારાઓ બેફામ બન્યા છે. કાયદો અને વ્યવસ્થાની તો જાણે કોઇને પડી જ નથી કે પોલીસનો કોઇના મનમાં ડર નથી તેવી ઘટનાઓ અવાર નવાર ઘટતી રહે છે. શહેરનાં થલતેજ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. જાણીતા તબીબનો પુત્ર ઘરે હાજર હતો તે દરમિયાન અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ગયા અને છરી બનાવીને લૂંટ ચલાવી હતી. થલતેજ વિસ્તારમાં આવેલ સોમવીલા સોસાયટીમાં રહેતા અને જીસીએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ભવ્ય દરજીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. બે વાગ્યે અજાણ્યા શખ્સોએ છરી બતાવીને બ્રેસલેટ તેમજ વીંટી લૂંટી લીધી હતી.
અમદાવાદ: 2 IPS અધિકારીઓનાં બાજુના બંગ્લામાં રહેતા ડોક્ટરના ઘરેથી ધોળા દિવસે થઇ લૂંટ

અમદાવાદ : શહેરમાં ચોર લૂંટારાઓ બેફામ બન્યા છે. કાયદો અને વ્યવસ્થાની તો જાણે કોઇને પડી જ નથી કે પોલીસનો કોઇના મનમાં ડર નથી તેવી ઘટનાઓ અવાર નવાર ઘટતી રહે છે. શહેરનાં થલતેજ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. જાણીતા તબીબનો પુત્ર ઘરે હાજર હતો તે દરમિયાન અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ગયા અને છરી બનાવીને લૂંટ ચલાવી હતી. થલતેજ વિસ્તારમાં આવેલ સોમવીલા સોસાયટીમાં રહેતા અને જીસીએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ભવ્ય દરજીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. બે વાગ્યે અજાણ્યા શખ્સોએ છરી બતાવીને બ્રેસલેટ તેમજ વીંટી લૂંટી લીધી હતી.

જો કે બાદમાં આરોપી ફરિયાદની તેની માતા પિતાના રૂમમાં લઇ ગયો હતો કબાટમાંથી રૂપિયા બે લાખ કાઢી લાવવા માટે માંગ કરી હતી. જો કે ફરિયાદીએ જણાવ્યું કે, કબાટની ચાવી તેના માતા-પિતા લઇ ગયા છે. જેથી આરોપીએ ધમકી આપી કે જો રૂપિયા નહી આપે તો ચપ્પુ મારશે. ત્યાર બાદ આરોપીઓએ તેને ધક્કો મારી બેટ પર ઉંધો સુવડાવીને ચાર્જિંગ કેબલથી તેનો હાથ બાંધી દીધો હતો. પગમાં સેલોટેપ મારી દીધી હતી. કબાટ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે નહી તુટતા ટેબલ પર પટેલ ચાંદીની વાટકી ગ્લાસ સહિતની વસ્તુઓ લઇને નાસી છુટ્યા હતા. 

ભવ્ય ચાર્જર કેબલમાંથી હાથ છોડાવીને પગમાંથી સેલોટેપ કાઢીને નીચે ઉતર્યો તો એક સ્પલેન્ડર બાઇક લઇને આ વ્યક્તિ નાસી રહ્યા હતા. ફરિયાદીનું કહેવું છે કે લૂંટ કરનારા વ્યક્તિએ તેના સર્વન્ટને પણ બંધક બનાવ્યો હતો. જ્યારે કુતરાને પણ એક રૂમમાં પુરૂ દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટરનાં ઘરની નજીક બે આઇપીએસ અધિકારીઓ પણ રહે છે. તેથી આ સોસાયટી ખુબ જ હાઇપ્રોફાઇલ હોવા છતા આરોપીએ જે પ્રકારે લૂંટ ચલાવી તે જોતા લોકોનાં મનમાં પોલીસ પ્રત્યે હવે કોઇ જ ડર રહ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news