અમદાવાદ: મોડલ યુવતી સાથે દુબઇમાં બાંધ્યા શારીરિક સંબંધ, હવે યુવતીની માઁ પણ કરી રહી છે માંગ

અમદાવાદ: મોડલ યુવતી સાથે દુબઇમાં બાંધ્યા શારીરિક સંબંધ, હવે યુવતીની માઁ પણ કરી રહી છે માંગ

* 10 લાખ આપ નહિ તો બળાત્કારની નોંધાવીશ ફરિયાદ
* સોશીયલ મિડીયામા યુવકને પ્રેમજાળમા ફસાવ્યો
* મોડલ યુવતી અને તેની માતાનો કારસ્તાન
* મોડલ યુવતીએ દુષ્કર્મનો આક્ષેપ કરતા પોલીસે નોંધી ફરિયાદ 

ઉદય રંજન/અમદાવાદ : નવા નરોડામાં હનીટ્રેપનો કિસ્સો આવ્યો સામે મોડલ યુવતી અને તેની માતાએ બળાત્કારની ફરિયાદ નહિ કરવા યુવકના પિતા પાસે રૂ 10 લાખની માંગ કરી હતી. આ સમગ્ર મામલો કુષ્ણનગર પોલીસ સ્ટેશન પહોચતા પોલીસે હનીટ્રેપની ફરિયાદ દાખલ કરી છે. જયારે સામા પક્ષે યુવતીની બળાત્કારની ક્રોસ ફરિયાદ થતા પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે. 

સોશિયલ મિડીયામાં કોઇ પણ અજાણી યુવતી સાથે ચેંટીગ કરતા પહેલા અનેક વાર વિચાર કરજો કે તે તમને હનીટ્રેપનો શિકારતો નથી બનાવી રહી ને. તાજેતરમાં હનીટ્રેપના અંસખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો નવાનરોડા ખાતે બન્યો છે. જેમાં અમદવાદની મોડલ યુવતીએ પોતાની સુંદરતાની માયાજાળમાં યુવકને ફસાવીને દસ લાખ રૂપિયા યુવકના પિતા પાસે માંગ્યા હતા. ઘટના કંઈક એવી છે કે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો અને ગારમેન્ટનો ધંધો કરતો વિશાલ નામનો યુવક કેનેડા એરલાઇન્સ એવીએશનનો અભ્યાસ કરવા માટે કેનેડા ગયો હતો. જ્યા ઇન્સ્ટાગ્રામમાં તેનો સંપર્ક નવાનરોડામા રહેતી અને મોડલીગનું કામ કરતી યુવતી સાથે થયો હતો. બંન્ને એકબીજા સાથે ઈસ્ટાગ્રામથી ચેટીંગ કરતા હતા. આ મોડલ પોતાની સંબંધીને મળવા દુબઈ ગઇ હતી. જયારે યુવકની માતાની તબીયત ખરાબ થતા તે અમદાવાદ પરત આવતો હતો. આ દરમ્યાન બન્ને પ્રથમ વખત દુબઈમા મળ્યા હતા. બન્ને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો. અમદાવાદમા આવ્યા બાદ બન્ને સંમતીથી શારીરીક સંબંધ બનાવ્યા. ત્યાર બાદ યુવતી અને તેની માતાએ યુવકને બ્લેકમેઈલ કરવાનુ શરૂ કર્યુ. યુવક પિતા પાસેથી 10 લાખ રૂપિયાનીં માંગ કરી હતી. જો પૈસા નહી આપે તો બળાત્કારની ફરીયાદ નોંધાવીની ધમકી આપી. આ બ્લેકમેઈલીંગથી કંટાળીને યુવકના પિતાએ કુષ્ણનગર પોલીસનો સંપર્ક કરીને માતા-પુત્રી વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે. 

નવેમ્બર 2019મા ઈન્સ્ટ્રાગામથી મોડલ યુવતી અને વિશાલ સંપર્કમા આવ્યા હતા. માતાની તબીયત બગડતા યુવક અમદાવાદ આવ્યો હતો. ત્યાર બાદ લોકડાઉન થતા આ બન્ને એકબીજાની વધુ નજીક આવ્યા હોવાનુ ખુલ્યુ હતુ. વિશાલના પિતાએ યુવતી અને તેની માતાએ હનીટ્રેપમા ફસાવીને પૈસા પડાવવાનો ષંડયત્રનો આક્ષેપ કર્યો છે. ત્યારે બીજી તરફ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, વિશાલે લગ્ન કરવાનો વિશ્વાસ આપીને લગ્ન માટે ના પાડી દીધી હતી. જેથી યુવતીએ પણ ક્રોસમા બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. સૌથી ગંભીર બાબત સામે આવી છે કે, મોડલ યુવતીની માતા રૂ 10 લાખની માંગણી કરતી હોવાનો ઓડિયો વિશાલના પિતાએ પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો. જેથી પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી. હનીટ્રેપ અને બળાત્કારના આક્ષેપની ફરિયાદમા કુષ્ણનગર પોલીસે માતા-પુત્રી અને દુષ્કર્મ કેસમા વિશાલની અટકાયત કરી છે. યુવતીનુ મેડીકલ તપાસ અને તમામ આરોપીઓના કોવિડ ટેસ્ટ કરવામા આવ્યા. કુષ્ણનગર પોલીસે બન્ને પક્ષના આક્ષેપોમા કોણ સાચુ છે અને કોણ ખોટુ ? તેને લઈને પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news