અમદાવાદ: 2000 કરોડની જમીન પચાવી લેવા સંતનું અપહરણ કરનારા 7ની ધરપકડ
Trending Photos
* કરોડોની જમીન માટે સંતનું અપહરણ કરવા કેસમાં રૂડા ભરવાડ સહિત 7ની ધરપકડ
* કબીર મંદિરનાં ગાદીપતી મહંતનું અપહરણ કરી બનાખત બનાવવાનો કારસો હતો
* ઘુમા ગામના લોકોએ દબાણ કરતા પોલીસે ત્વરીત કાર્યવાહીની ફરજ પડી હતી
ઉદય રંજન/અમદાવાદ : જમીનના ભાવ આસમાને પહોંચતા ભૂમાફિયાઓ નો ત્રાસ વધી ગયો છે. જેથી સરકારે પણ નવો કાયદો અમલી બનાવ્યો છે. તેવામાં જ ઘુમા ગામની કરોડોની જમીન મામલે મહંતનુ અપહરણ કરવામાં આવ્યુ હતું. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં 7 આરોપીની ધરપકડ કરી છે. જેમાં જમીન દલાલ, રૂપિયા રોકાણ કરનાર સહિત 7 આરોપીને પોલીસે ઝડપ્યા છે. જોકે અન્ય ફરાર 3 આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મહત્વનુ છે કે આરોપી પોલીસની ઓળખ આપી મહંતનુ અપહરણ કરવામા આવ્યુ હતું.
ઘુમા ગામમાં આવેલા કબીર મંદિરમાં 44 વર્ષથી મહંત પદે કૃપાલ ચરણ ગોસ્વામી છે. જે મહંતની દેખરેખ ધુમા ગામના લોકો રાખી રહ્યા છે. પણ ઘુમા ગામના સ્થાનિકોનુ કહેવુ છે કે, છેલ્લા પાંચ વર્ષથી ભુમાફિયાઓ મંદિરની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા મહંતને ખોટી રીતે હેરાન કરી ધાકધમકીઓ આપી રહ્યા છે. એટલું જ નહીં મહંતની જમીન સસ્તા ભાવે વેચવાનું કહી સોશિયલ મીડિયા પર લખાણ લખી વાયરલ કરી રહ્યા છે. જોકે અગાઉ જમીન ખોટા ડોક્યુમેન્ટ બનાવવા મામલે મહંત દ્વારા બે જેટલી ફરિયાદો કરવામાં આવી છે. તેવામાં ગત સાંજે મહંતનુ 3 લોકો પોલીસની ઓળખ આપી ગાડીમાં અપહરણ કર્યુ હતું. જે મામલે બોપલ પોલીસે ગુનો નોંધી 7 આરોપીની ધરપકડ કરી છે.
આશરે 2000 કરોડની જમીનના માલિક અને કબીર મંદિરના ગાદીપતિનુ અપહરણ થતા ગ્રામ્ય પોલીસ દોડતી થઈ હતી. સીસીટીવી તપાસ કરતા અપહરણની ઘટના પ્રકાશમા આવી હતી. જેની તપાસ કરતા અપહરણના 4 કલાક બાદ મંહત હેમખેમ પોલીસ મથકે પહોચ્યા ત્યાં પહોચી મહંતે એક ગાડીનો નંબર પોલીસને જણાવ્યો GJ 01 TB 0707 આ નંબરનો તપાસ કરતા જમીન દલાલ અને આરોપી જિગ્નેશ શાહ સુધી પોલીસ પહોંચી હતી. જેની પુછપરછમાં સામે આવ્યુ કે જંયતિભાઈ ગોહિલે રૂપિયા રોકી અને રઘુવિર જાડેજાના નામે બનાવટી બનાખત કરાવ્યુ હતું. જેનો દસ્તાવેજ કરવા માટે જિગ્નેશે મહંતને લઈ આવવા માટે ઈશાન પટેલના માધ્યમથી અજય પાટીલ, દેવેન્દ્ર ચોરસિયા અને નીકુલ નાયક કે જે તમામ ફરાર છે. તેઓએ અપહરણ કર્યુ હતું. આ ઉપરાંત અન્ય બે આરોપી કે જેમની સંડોવણી સામે આવતા પોલીસે રૂડાભાઈ ભરવાડ અને મનોજ ભરવાડની ધરપકડ કરી છે.
મહંતનુ અપહરણ કરી 4 કલાક ગોંધી રાખનાર આરોપીઓ મહંતને કલ્હાર બંગોલમાં કેવલ પટેલના ઘરે લઈ ગયા હતા. જેની પોલીસે પુછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત કરોડોની જમીન પચાવી લેવા માટે કારસો રચનાર ગેંગ પાછળ કોઈ અન્ય આપોરીની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરાંત આ ઝડપાયેલા આરોપીને જમીનના દસ્તાવેજ બાદ શુ લાભ મળવાનો હતો અને કોના થકી મળવાનો હતો તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે