અમદાવાદની જે જગ્યાએ કાલે હજારોની ટોળા ઉમટ્યા હતા, ત્યાં આજે કરફ્યૂમાં ચકલા ઉડે છે
Trending Photos
- કરફ્યૂ (curfew) ને પગલે જમાલપુર બ્રિજની નીચેનો વિસ્તાર સૂમસામ બન્યો.
- ભદ્રકાળી મંદિર પાસે આવેલું ત્રણ દરવાજા માર્કેટ સાવ ખાલી જોવા મળ્યું
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ ગઈકાલે રાત્રે લાગી ચૂક્યો છે. ત્યારે આજે સવારથી આખુ શહેર સૂમસામ ભાસી રહ્યું છે. ગઈકાલે જ્યાં મોટી સંખ્યામાં શહેરીજનો ખરીદી કરવા ઉમટ્યા હતા, તે જગ્યાઓ આજે સૂમસામ બની છે. કરફ્યૂ (curfew) ને પગલે જમાલપુર બ્રિજની નીચેનો વિસ્તાર સૂમસામ બન્યો છે. કરફ્યૂના એલાનને પગલે કાલે શહેરીજનો મોટી સંખ્યામાં અહીં ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે આજે આ જ માલપુર બ્રિજ પણ સૂમસામ બન્યો છે. રોડ પર એકપણ વાહન નજરે ના પડતા, ફરી એકવાર લોકડાઉનની યાદો તાજા બની છે. વહેલી સવારે ફરફ્યુના એલાનને સારો પ્રતિસાદ મળતો હોય તેવા દ્રશ્યો માર્ગો પર જોવા મળ્યા.
ગઈકાલે જમાલપુર માર્કેટમાં ભીડ હતી
અમદાવાદમાં સરકાર દ્વારા આપવામાં આવેલા વિકેન્ડ કરફ્યૂને લઇ શુક્રવારે સવારથી લોકોની બજારમાં ભીડ જોવા મળી રહી હતી. અમદાવાદના જમાલપુર શાકમાર્કેટ લોકોનું ઘોડાપુર ઉમટ્યું હતુ. ભૂતકાળમાં જે રીતે અચાનક lockdown આપવામાં આવ્યું હતું અને તેને લઈને લોકોમાં ડર જોવા મળ્યો હતો. 57 કલાક બાદ કરફ્યૂનો સમય વધારવામાં આવે તેવા ડરના કારણે લોકો શાકભાજી અને સંગ્રહ કરતા જોવા મળ્યા હતા. જેથી અમદાવાદના મોટાભાગના માર્કેટમાં ભીડ ઉમટી હતી. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડતા દેખાયા હતા.
છૂટક વેપારીઓ પહોંચ્યા તો પોલીસે ઉઠાવી દીધા
તો આજે કરફ્યૂ લાગી ગયા બાદ અમદાવાદનું જમાલપુર ફૂલ બજાર સંપૂર્ણ બંધ છે. જોકે કેટલાક છૂટક ફુલના વેપારીઓ નજરે પડ્યા. ગઈકાલે વેચાણ માટે ફૂલ ખરીદી કરી ચૂકેલા વેપારીઓ વેચાણ માટે વહેલી સવારે ફૂલ બજારમાં પહોંચ્યા હતા. તો પોલીસ દ્વારા તમામને ખસેડવામાં આવ્યા હતા. કોર્પોરેશનની દબાણની ગાડી પર જમાલપુર ફૂલ બજાર પર આવી પહોંચી હતી.
ત્રણ દરવાજા માર્કેટ સાવ ખાલી
અમદાવાદમાં 57 કલાકના વિકેન્ડ કરફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. આવામાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર કરફ્યૂના કારણે બંધ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદના તમામ મંદિરો સોમવાર સુધી બંધ રાખવામાં આવ્યા છે. બીજી તરફ ભદ્રકાળી મંદિર પાસે આવેલું ત્રણ દરવાજા માર્કેટ સાવ ખાલી જોવા મળી રહ્યું છે. લોકો ઘરમાં રહે અને સુરક્ષિત સાથે કોરોનાનું સંક્રમણ અટકાવી તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવામાં કરફ્યૂમાં લોકો સહકાર આપે તેવી ઝી 24 કલાક અપીલ કરી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે