અમદાવાદ: લગ્નની લાલચ આપી 20 વર્ષીય યુવતીને દેહવ્યાપારમાં ધકેલી, મોટા રેકેટની શક્યતા

 વટવા GIDC વિસ્તારમાંથી દેહ વેપારનો નેટવર્ક ચલાવતા 2ની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આરોપી યુવતીએ લગ્નની લાલચ આપી અમદાવાદમાં લાવ્યો અને દેહ વ્યાપારમાં ધકેલી દીધા હોવાનું સામે આવ્યું છે. એક મહિલા આરોપી હાલ ફરાર છે. પોલીસ ગિરફ્તમાં આરોપી સોનું અને સાગરીત ભેગા મળીને ફરાર મહિલા આરોપી સુમન સાથે મળીને અમદાવાદમાં દેહ વેપારનો મોટો રેકેટ ચલાવી રહ્યા હતા. 
અમદાવાદ: લગ્નની લાલચ આપી 20 વર્ષીય યુવતીને દેહવ્યાપારમાં ધકેલી, મોટા રેકેટની શક્યતા

અમદાવાદ: વટવા GIDC વિસ્તારમાંથી દેહ વેપારનો નેટવર્ક ચલાવતા 2ની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આરોપી યુવતીએ લગ્નની લાલચ આપી અમદાવાદમાં લાવ્યો અને દેહ વ્યાપારમાં ધકેલી દીધા હોવાનું સામે આવ્યું છે. એક મહિલા આરોપી હાલ ફરાર છે. પોલીસ ગિરફ્તમાં આરોપી સોનું અને સાગરીત ભેગા મળીને ફરાર મહિલા આરોપી સુમન સાથે મળીને અમદાવાદમાં દેહ વેપારનો મોટો રેકેટ ચલાવી રહ્યા હતા. 

આ મુદ્દે પોલીસને માહિતી મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી ભોગ બનનારા ફરિયાદના આધારે 2 લોકોની ધરપકડ કરી છે. ફરિયાદી મુળ આસામનો રહેવાસી છે તેની બહેન કર્ણાટકમાં રહે છે. આરોપી સોનું સાથે તેની મુલાકાત કર્ણાટકમાં થઇ હતી. ત્યાર બાદ આરોપી લગ્નની લાલચ આપી અમદાવાદ લઇને આવ્યો હતો. આરોપી સોનું પહેલાથી જ પરણિત હતો. 

આરોપીએ ફરિયાદી સામે પહેલા દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ તેને દેહ વ્યાપારનાં ધંધામાં ધકેલી દીધી હતી. સોનુએ ત્યાર બાદ સુમન સાથે સંપર્ક કરી ફરિયાદીને સુમનને ત્યાં મોકલી તેને અલગ અલગ લોકો પાસે મોકલતો હતો. પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે. આ અંગે હાલ તપાસ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news