ચિરાગ પટેલ અપમૃત્યુઃ ક્રાઈમ બ્રાન્ચે કર્યું ડિજિટલ પંચનામુ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુની તપાસ હાથમાં લીધા બાદ એચડી વિઝ્યુલાઈઝરથી ઘટનાસ્થળના દૃશ્યો કેદ કર્યા
 

ચિરાગ પટેલ અપમૃત્યુઃ ક્રાઈમ બ્રાન્ચે કર્યું ડિજિટલ પંચનામુ

ઉદય રંજન/ અમદાવાદઃ પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોત મામલે પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ચિરાગ પટેલનો જે સ્થળેથી સળગેલી અવસ્થામાં મૃતદેહ મળ્યો હતો તે ઘટનાસ્થળનું ડિજિટલ પંચનામું કરવામાં આવ્યું છે. 

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એચડી વિઝ્યુલાઇઝરથી ઘટનાસ્થળના દ્રશ્યો કેદ કર્યા હતા. આ કામગીરી દરમિયાન ક્રાંઈમ બ્રાન્ચે એફએસએલના અધિકારીઓને પણ સાથે રાખ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, એચડી વિઝ્યુલાઇઝર પદ્ધતિનો ઉપયોગ વિશેષ અપરાધના કિસ્સામાં જ કરવામાં આવતો હોય છે. ચિરાગ પટેલના મોતને લઇને જે-જે શંકાસ્પદ સ્થળ હતા ત્યાં ત્યાં એક સર્કલ બનવામાં આવ્યા હતા. આ સાથે જે પરિસ્થિતિમાં ચિરાગનો મૃતદેહ મળ્યો હતો તે પ્રકારના દૃશ્યો ઊભા કરીને તેનું પણ ડિજિટલ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. 

ચિરાગ પટેલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ નોર્મલ આવ્યો છે. એટલે કે, મૃત્યુ પહેલા ચિરાગ દ્વારા કોઈ નશાકારક દ્રવ્ય પણ ગ્રહણ કરાયું નથી. પોલીસ હાલ તો આત્મહત્યાની થિયરી પર આગળ વધી રહી છે અને આત્મહત્યા પાછળનું કારણ શોધવા માટે વિવિધ કડીઓ જોડવાના પ્રયાસ કરી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news