ચાર દિવસમાં તીડ નિયંત્રણમાં આવશે તેવો કૃષિ વિભાગનો દાવો, હેલિકોપ્ટરનો ઉપયોગ ન કરવા પાછળ આપ્યું કારણ

બનાસકાંઠા (Banaskantha) ના 101 જેટલા ગામોમાં તીડનું આક્રમણ થયું છે. હાલ તીડના આક્રમણ (Loctus attack) થી સૌથી વધુ ગ્રસિત જિલ્લો બનાસકાંઠા છે. તો સામે બનાસકાંઠાનું રાડકા ગામ તીડના સૌથી વધુ આતંકનો સામનો કરી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે તીડના આક્રમણ સામે સરકારે લીધા પગલાની માહિતી આપી છે. તેઓએ જણાવ્યું કે, બનાસકાંઠાના કયા ગામોમાં તીડ નિયંત્રણની કામગીરી કરવામાં આવી છે. 
ચાર દિવસમાં તીડ નિયંત્રણમાં આવશે તેવો કૃષિ વિભાગનો દાવો, હેલિકોપ્ટરનો ઉપયોગ ન કરવા પાછળ આપ્યું કારણ

હિતલ પારેખ/ગાંધીનગર :બનાસકાંઠા (Banaskantha) ના 101 જેટલા ગામોમાં તીડનું આક્રમણ થયું છે. હાલ તીડના આક્રમણ (Loctus attack) થી સૌથી વધુ ગ્રસિત જિલ્લો બનાસકાંઠા છે. તો સામે બનાસકાંઠાનું રાડકા ગામ તીડના સૌથી વધુ આતંકનો સામનો કરી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે તીડના આક્રમણ સામે સરકારે લીધા પગલાની માહિતી આપી છે. તેઓએ જણાવ્યું કે, બનાસકાંઠાના કયા ગામોમાં તીડ નિયંત્રણની કામગીરી કરવામાં આવી છે. 

અધિક મુખ્ય સચિવે જણાવ્યું કે, બનાસકાંઠાના 101 ગામોમાં તીડનુ આક્રમણ થયું છે. જેમાં વાવ, સુઈગામ, દાતા, દાતીવાડા, વડગામ, રાડકા ઘણા બધા પોકેટમાં સરકારે દવા છાંટવાની કામગીરી કરી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ટીમ સતત કાર્યરત છે. 30થી 35 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કવર કર્યો છે. બે દિવસ પહેલા તીડનું આક્રમણ થયું છે. ભારત સરકારના અધિકારી પણ અહીં આવી ગયા છે, ભારત સરકારની દવાઓ સાથે ૧૯ ટીમ કામ કરે છે. રાત્રે દવાનો ઉપયોગ કરીએ તો તે અસરકારક ન થાય, પણ સવારે છંટકાવ કરવામાં આવે તો તે અસર કરશે. 

તો બીજી તરફ કૃષિ વિભાગના સચિવ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ચાર દિવસમાં તીડના આક્રમણ ખાડી દેવામાં આવશે. પવન આધારિત તીડનું આક્રમણ થાય છે. ત્યારે થરાદમાં ચાર દિવસમાં તીડને નિયંત્રણ કરવામાં આવશે. વધારે સલામતીને ધ્યાનમાં રાખી હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં નથી આવતો. જરૂર પડે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. તેના માટે ટ્રાયલ લેવામાં આવી છે, આજે તેનો રિપોર્ટ આવશે. જે પણ દવાની જરૂરિયાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. 6 લાખથી વધુ ખેડૂતોને 444 કરોડની સહાય કૃષિ રાહત પેકેજમાં ચૂકવવામાં આવ્યા છે. આગામી 31 ડિસેમ્બર સુધીમાં અરજી કરનાર તમામ ખેડૂતોને ચૂકવી દેવામાં આવશે. 

હાલ પાકિસ્તાનથી આવેલા તીડના પ્રકાર વિશે તેઓએ જણાવ્યું કે, તીડનો વિસ્તાર ખુબ મોટો છે. પાકિસ્તાનનું રણ વિશાળ છે. તીડનું આયુષ્ય 80 દિવસનું હોય છે. ત્યારે બનાસકાંઠામાં આવેલા તીડની ઉંમર 20 થી 30 દિવસની છે, એટલે તે યુવા વયના તીડ છે તેવુ કહી શકાય. 

ખેડૂતો સ્વખર્ચે તીડ ભગાવી રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના થરાદ પંથકમાં મોટા પ્રમાણમાં તીડોના ઝુંડે ધામાં નાખતા આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકનો સફાયો થયો છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની 33 ટીમો દવાના છંટકાવની કામગીરીમાં લાગી છે. પરંતુ તીડના ઝુંડ એટલા બધા છે કે હવે આ વિસ્તારના ખેડૂતો પણ પોતાના 50 જેટલા ટ્રેક્ટરોના પાછળ ડ્રમ લગાવી તેમાં સરકારે આપેલી દવા ભરીને પોતાના સ્વખર્ચે તીડો ઉપર દવાનો છંટકાવ કરી રહ્યા છે. પરંતુ તીડોની સંખ્યા ખૂબ જ હોવાથી તેમજ તીડો બાવળની ઝાડીઓ તેમજ ઊંચા ઝાડ ઉપર બેસેલા હોવાથી તેમનો નાશ થઈ શકતો નથી. તીડોની સંખ્યા એટલી વધારે છે કે હવે ખેડૂતો હેલિકોપ્ટરથી દવાના છંટકાવની માંગ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news