ગેરકાયદેસર અમેરિકા મોકલતા દેશના સૌથી મોટા કબૂતર બાજની ધરપકડ, ઓફિસેથી મળ્યા 94 પાસપોર્ટ કબ્જે કરાયા

Ahmedabad: છેલ્લા 3 વર્ષમાં બોબીએ સંખ્યાબધ્ધ લોકોને અમેરિકા મોકલ્યા છે. સાથે જ 94 પાસપોર્ટ કોના છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે, ઉપરાંત બોબી પણ બનાવટી પાસપોર્ટના આધારે અમેરિકા ગયો હોવાનુ સામે આવ્યુ છે. 

ગેરકાયદેસર અમેરિકા મોકલતા દેશના સૌથી મોટા કબૂતર બાજની ધરપકડ, ઓફિસેથી મળ્યા 94 પાસપોર્ટ કબ્જે કરાયા

મૌલિક ધામેચા/ગાંધીનગર: દેશના સૌથી મોટા કબુતર બાજની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. ભરત રામાભાઈ પટેલની ઉર્ફે બોબીની સ્ટેટ મોનિટરીંગ સેલે ગાંધીનગરથી ધરપકડ કરી છે.  2019થી કબુતર બાજી કરતા બોબીએ કેટલા લોકોને ગેરકાયદે અમેરિકા મોકલ્યા અને તેની પાછળ કોણ કોણ સંડોવાયેલ છે તે મામલે વિઝીલન્સની ટીમે તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપી દરિયાપુરના મનપસંદ જિમખાના કેસમાં ફરાર હોવાથી પોલીસે તે કેસમાં તેની ધરપકડ કરી છે. જોકે બોબીની તપાસ બાદ કબુતરબાજીના રેકેટમાં મોટા ખુલાસા થઈ શકે છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ ભરત ઉર્ફે બોબી પટેલ ને ભાડજ પાસેથી ચોક્ક્સ હકીકત આધારે પકડી લેવામાં આવ્યો. બાદમાં તપાસ કરતા અમદાવાદના વાડજ તથા ચાંદખેડામાં વિઝાની ઓફિસ ધરવા ગેરકાયેદે લોકોને અમેરિકા મોકલતો હોવાનું સામે આવતા બન્ને ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી હતી. જયાંથી 94 જેટલા પાસપોર્ટ કબ્જે કરવામાં આવ્યા. મહત્વનું છે કે આરોપી યુરોપીયન દેશના ટુરિઝમ વિઝા અપાવી ગેરકાયદે અમેરિકાની બોર્ડર પાર કરાવતો હતો. આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે તેની વિરુધ્ધ મહેસાણા, ક્રાઈમ બ્રાંચ અમદાવાદ, સીઆઈડી ક્રાઈમ , દિલ્હી અને કલકત્તા માં પણ કબુતર બાજીના ગુના નોંધાયેલા છે. 

પકડાયેલ આરોપી ભરત ઉર્ફે બોબી પટેલની ધરપકડ મનસપંદ જીમખાના કેસમાં કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021મા સ્ટેટ મોનિટરિંગ સેલે 11 લાખ રોકડા સાથે 183 જુગારીની ધરપકડ કરી હતી. જે ગુનામાં બોબી ભાગીદાર હોવાથી તેની ફરાર થયો હતો. સાથે જ બોબી અંગે તપાસ કરતા તે કબુતર બાજી કરી ગેરકાયદે અમેરિકા મોકલતો હોવાનુ સામે આવ્યું છે. બોબી પટેલની ઓફીસની તપાસ કરતા ત્યાંથી યુરોપિયન દેશના વિઝા અંગેના બનાવટી દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

મહત્વનુ છે કે છેલ્લા 3 વર્ષમાં બોબીએ સંખ્યાબધ્ધ લોકોને અમેરિકા મોકલ્યા છે. સાથે જ 94 પાસપોર્ટ કોના છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે, ઉપરાંત બોબી પણ બનાવટી પાસપોર્ટના આધારે અમેરિકા ગયો હોવાનુ સામે આવ્યુ છે. જોકે બોબીનો પરિવાર અમેરિકા રહેતો હોવાથી તે કેવી રીતે અમેરિકા પહોચ્યો છે  તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસની તપાસમાં શું નવા ખુલાસા થાય છે. તે જોવું મહત્વનું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news