ખાખીને કલંકિત કરનારા સોલા તોડકાંડ બાદ પોલીસની છબી સુધારવા માસ્ટર પ્લાન તૈયાર, જાણો વિગતે

સોલામા પોલીસ તોડકાંડ મામલે હાઈકોર્ટેમા સુઓ મોટો દાખલ થતા હાઈકોર્ટે નારાજગી વ્યકત કરીને પોલીસ પાસે તપાસનો રિપોર્ટ માગ્યો.જેથી પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્રારા હવે પોલીસની રિયાલીટી ચેક કરવામા આવશે.

ખાખીને કલંકિત કરનારા સોલા તોડકાંડ બાદ પોલીસની છબી સુધારવા માસ્ટર પ્લાન તૈયાર, જાણો વિગતે

મૌલિક ધામેચા/અમદાવાદ: સોલામા તોડકાંડ કેસ બાદ પોલીસ જ પોલીસનું રિયાલીટી ચેંકીગ કરશે. ડીસીપી કક્ષાના અધિકારીઓ ખાનગી માણસોને મોકલી પોલીસના વર્તન અને પૈસાની ઉઘરાણીને લઈને ચેકીગ કરવાનો એકશન પ્લાન બનાવી રહી છે. જેથી પોલીસ પર લાગતા ભ્રષ્ટાચારના આરોપ પર હવે પોલીસની જ નજર રહેશે. 

સોલામા પોલીસ તોડકાંડ મામલે હાઈકોર્ટેમા સુઓ મોટો દાખલ થતા હાઈકોર્ટે નારાજગી વ્યકત કરીને પોલીસ પાસે તપાસનો રિપોર્ટ માગ્યો.જેથી પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્રારા હવે પોલીસની રિયાલીટી ચેક કરવામા આવશે.જેમા એરપોર્ટથી એસપી રીંગ રોડ પર મુસાફરોને અટકાવીને પોલીસ દ્રારા પૈસાની ઉઘરાણીની ફરિયાદને લઈને હવે પોલીસ અધિકારી ખાનગી માણસોને સાથે રાખીને છટકુ ગોઠવશે. 

મહત્વનુ છે કે સોલા પોલીસ તોડકાંડને લઈને પોલીસ કમિશ્નર દ્રારા શહેરમા રાત્રીના સમયે ફરજ બજાવતા પોલીસ જવાનોનુ ચેંકીગ કરવાનો આદેશ આપવામા આવ્યો છે. જેને લઈને હવે પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પર નજર રાખશે.જેથી પોલીસમા વધી રહેલા તોડકાંડ પર નિયતંત્ર લાવીને પોલીસની છબી સુધારવા માટે એકશન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. 

સોલામા તોડકાંડના કારણે પોલીસની છબી ખરડાઈ છે.હાઈકોર્ટની નારાજગી અને પોલીસને લઈને ઊભા થયેલા સવાલોને લઈને હવે અધિકારીઓની ખાનગી વોચ શરૂ થઈ છે. સાથે તોડકાંડમા પકડાયેલા એએસઆઈ મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ટીઆરબી જવાન વિશાલ સોંલકીના ફરી રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી. 

આ પોલીસ જવાનોએ રૂ 60 હજારનો તોડ કર્યો હતો. જેમા પોલીસ કર્મચારી મુકેશ ચૌધરી વિરૂધ્ધ લાંચને લઈને અગાઉ અનેક આક્ષેપો થયા હતા જેથી તેને રૂ 5 હજારનો દંડ પણ ફટકારવામા આવ્યો હતો. જયારે આ કેસમા પોલીસે તોડની રોકડ કબજે લેવાની દિશામા કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news