બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ ગોઠવાયો, જાણો હિંમતનગરમાં શું છે કાર્યક્રમ
રાજકોટ ખાતે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. રાજકોટમાં આગામી 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: હિંમતનગરના મુનપુર પાસે ઇસ્કોન બાલાજી ફેક્ટરીમાં બાબા બાગેશ્વર આવવાના છે. જેને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
હિંમતનગરથી દેશોતર જવાના માર્ગ પર મુનપુર ગામ નજીક ઇસ્કોન બાલાજી ફેક્ટરી આવેલી જે ફેક્ટરીનો પ્રારંભ કરવા બાબા બાગેશ્વર આવશે. જેને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. હિંમતનગરથી ફેક્ટરી સુધીના 25 કિ.મી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ બાબા બઘેશ્વરજીના સ્વાગત માટે ફેક્ટરીમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ નિયત સમય મુજબ 4 વાગે કરતા મોડા આવી શકે છે તો માત્ર ફેક્ટરીના પ્લાન્ટને પૂજન અર્ચન કરી શરૂ કરાવ્યા બાદ 15 મિનિટ રોકાણ કરશે ત્યાર બાદ અમદાવાદ જશે.
ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. બાબા બાગેશ્વરે પહેલા દક્ષિણ ગુજરાતમાં સુરતમાં દિવ્ય દરબાર યોજાયો હતો. જે બાદમાં મધ્યગુજરાતમાં અમદાવાદ અને બાદમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે દિવ્ય દરબાર અને હવે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પણ તેઓ પ્રવાસે જવાના હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ધીરેન્દ્ર શાસ્ત્રી હિંમતનગરની ખાનગી ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવાના છે.
રાજકોટ ખાતે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. રાજકોટમાં આગામી 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે