વડોદરા: સાવલીના MLA કેતન ઇનામદાર બાદ તેમનો પરિવાર કોરોના સંક્રમિત, 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર બાદ હવે તેના પુત્ર અક્ષય ઇનામદારનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેતન ઇનામદારના ભત્રીજા સહિત 2 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ઇનામદારનાં ડ્રાઇવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમના સમગ્ર પરિવારનાં લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વડોદરા: સાવલીના MLA કેતન ઇનામદાર બાદ તેમનો પરિવાર કોરોના સંક્રમિત, 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ

વડોદરા : સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર બાદ હવે તેના પુત્ર અક્ષય ઇનામદારનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેતન ઇનામદારના ભત્રીજા સહિત 2 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ઇનામદારનાં ડ્રાઇવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમના સમગ્ર પરિવારનાં લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ અંગે કેતન ઇનામદારે સોશિયલ મીડિયામાં લખેલી પોસ્ટમાં જણાવ્યું કે, હાલ ચાલતી વૈશ્વિક મહામારીમાં મારો અને ત્યાર બાદ મારા પરિવારનાં લોકોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત મારા મામાની દીકરીનો દીકરો સાગર અને મારા ભાઇ સંદિપના પુત્ર નીલકંઠનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મારા પરિવાર પર કોરોનાની આફત આવી પડી છે. તમામની તબિયત સુધારા પર છે. તમામ લોકો મારા અને મારા પરિવાર માટે ભગવાનને પ્રાર્થના કરો. 

આ ઉપરાંત ઇનામદારે જણાવ્યું કે, મારા સંપર્કમાં આવેલા લોકોને વિનંતી છે કે, તેઓ હોમ ક્વોરોન્ટાઇન થાય અને જરૂર લાગે તો ટેસ્ટ કરાવે. હાલનાં આ સમયમાં આપણે સૌકોઇએ ખુબ જ સાવચેત રહેવાની જરૂર છે. જરૂર હોય તો જ ઘરની બહાર નિકળો. જો બાળકો કે વડીલો આ બિમારીમાં સપડાય તો મુશ્કેલી થઇ શકે છે. 

કેતન ઇનામદારે જણાવ્યું કે, પરિવારનાં તમામ સભ્યોની તબિયત તમારી સૌની પ્રાર્થના અને દુઆઓ અને પ્રેમભાવને કારણેખુબ જ સારી છે. જે બદલ હું આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરો છો. મને વિશ્વાસ છે કે, તમારી દુઆઓ અને પ્રાર્થનાને કારણે હું સંપુર્ણ સ્વસ્થ થઇ પુન આપ સૌની સેવામાં કાર્યરત છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news