કાજુ બાદ ખજૂરમાંથી જીવતી ઈયળ બહાર આવી : નકલી ઘી, નકલી પનીર બાદ હવે ડ્રાયફુટમાં પણ જીવાતો
Food And Drug Department Raid : અમદાવાદના બોપલમાં કાજૂમાં ઈયળ નીકળ્યાં બાદ હવે જામનગરમાં ખજૂરમાંથી નીકળી ઈયળ... જામનગરના પટેલ કોલોનીમાં આવેલા બોમ્બે નમકીનનો બનાવ... ઈયળ નીકળતા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી....
Trending Photos
Gujarati News : એક તરફ ગુજરાતમાં નકલીની બોલબાલા ચાલી રહી છે. આવામાં હવે ખાદ્ય પદાર્થોમાં જીવાતો નીકળી રહી છે. હવે ગુજરાતમાં એવુ થઈ ગયુ છે કે શું ખાવું કે શું ન ખાવું. નકલી ઘી , નકલી પનીર બાદ હવે ડ્રાયફુટમાં પણ જીવાતો નીકળી છે. ગઈકાલે અમદાવાદમાં એક પરિવારે ખરીદેલા ડ્રાયફ્રુટમાંથી ઇયળ નીકળી હતી. ત્યારે આજે જામનગરમાં ખજૂરમાંથી જીવાત નીકળી છે. સુખી સમૃદ્ધ ગુજરાતમાં રૂપિયા ખર્ચવા પર પણ સારી ક્વોલિટીનું ફૂડ મળી નથી રહ્યું.
ખજૂરમાંથી જીવતી ઈયળ બહાર આવી
જામનગરમાં ખજૂરમાંથી જીવાત નીકળી હતી. જામનગરમાં પટેલ કોલોનીમાં આવેલા બોમ્બે નમકીન દુકાનમાં આ ઘટના બની હતી. ગ્રાહકે ખરીદેલી ખજૂરમાંથી જીવતી ઈયળ બહાર આવી હતી. ત્યારે કોર્પોરેશનની ફૂડ શાખાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. તહેવાર સમયે જ ખજૂરમાંથી જીવાત નીકળતા સવાલ ઉઠ્યા છે.
હવે ડ્રાયફુટમાં પણ ઇયળ
ગતરોજ અમદાવાદમાં બોપલમાં રહેતા એક પરિવારને કડવો અનુભવ થયો હતો. દિવાળી તહેવાર નિમિત્તે લીધેલા ડ્રાયફુટમાંથી ઈયળ નીકળી હતી. સાઉથ બોપલ ખાતે આવેલા માઘવ ડ્રાયફુટનો વીડિયો વાયરલ થયો હતો. સાઉથ બોપલના શાલિગ્રામ શોપિંગ સેન્ટરની આ ઘટના હતી. જેમાં કાજુમાંથી ઈયળ નિકળતા પરિવારને જોઈને આઘાત લાગ્યો હતો. તહેવાર સમયે ડ્રાયફ્રૂટ ખરાબ નિકળતા ગ્રાહકે સવાલો ઉઠાવ્યા હતા.
આરોગ્ય વિભાગે 6 કરોડનો અખાદ્ય જથ્થો નાશ કર્યો
દિવાળી પહેલા સતર્ક થયું રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતર્ક બન્યું છે. છેલ્લા એક મહિનામાં આરોગ્ય વિભાગ દ્વારા 1700 થી વધુ ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા હતા. જેમાં શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ 800 મેટ્રિક ટન જથ્થો જપ્ત કરી નાશ કરાયો હતો. જપ્ત કરવામાં આવેલા જથ્થાની અંદાજિત કિંમત 6 કરોડ રૂપિયા થાય છે. જ્યાં નમૂનાની ચકાસણી કરવામાં આવે છે એ લેબમાંથી રિપોર્ટ જલ્દી આવે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. હવે સુરતમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી નવી લેબ બનશે. રાજકોટમાં હયાત લેબની ક્ષમતામાં વધારો કરાશે. જેથી લેવાયેલા સેમ્પલની તપાસણની કામગીરી ઝડપી બને.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે