CNG Price Hike : અદાણી CNG માં 15 પૈસાનો વધારો ઝીંકાયો, આજથી આટલા રૂપિયા ચૂકવવા પડશે
Adani CNG Price Hike : અદાણીના આ ભાવવધારાના પગલે રીક્ષા ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે... અદાણી દ્વારા 1 ઓક્ટોબરના રોજ 15 પૈસાનો વધારો કરાયો
Trending Photos
CNG Price Hike અમદાવાદ : નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો સતત માર પડી રહ્યો છે. અદાણીએ આ એક મહિનામાં CNG ગેસના ભાવમાં સખત વધારો ઝીંક્યો છે. અદાણી દ્વારા એક જ મહિનામાં ચોથીવાર CNG માં વધારો કરાયો છે. સીએનજીના ભાવ ફરી વધારાયા છે. સીએનજીના ભાવમાં સરેરાશ 12 દિવસે વધારો કરાયો છે. 15 પૈસાના વધારા સાથે અમદાવાદમાં સીએનજીનો ભાવ 76.59 રૂપિયા પર પહોંચ્યો છે. આમ, છેલ્લા 4 માસમાં 10 વખત અદાણી દ્વારા ભાવ વધારાયા છે.
દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે સીએનજી ગેસના ભાવમાં એટલો વધારો થયો કે છે કે તમે અંદાજ પણ માંડી નહિ શકો. અદાણી દ્વારા 10 વખત ભાવ વધારાને પગલે અમદાવાદમાં સીએનજી 2.30 રૂપિયા જેટલો મોંઘો થયો છે. અદાણી દ્વારા દસમી વખત સીએનજીના ભાવમાં વધારો કરાયો છે.
અદાણી દ્વારા 1 ઓક્ટોબરના રોજ 15 પૈસાનો વધારો કરાયો છે. આ સાથે જ લેટેસ્ટ ભાવ 76.59 રૂપિયા થયો છે. અદાણીએ છેલ્લાં ચાર માસમાં જ દસ વખત ભાવ વધારો ઝીંક્યો છે. જુન મહિનાથી અદાણી દ્વારા સતત ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. જેને કારણે ભાવ 76.59 રૂપિયા પર પહોંચી ગયો છે.
અદાણીના આ ભાવવધારાના પગલે રીક્ષા ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રીક્ષાચાલકો માટે આ ભાવવધારો આકરો બની રહ્યો છે. કારણ કે, ભાવ વધવાથી તેમની હાલત કફોડી બની છે.
લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે. આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે