સુરતમાં ટામેટાંની ચોરી કરનાર આરોપી ઝડપાયો, CCTVની મદદથી પોલીસે કરી ધરપકડ

શાકભાજીના ભાવમાં મોટો વધારો થવાની સાથે હવે ચોરીની ઘટનાઓ બની રહી છે. ચોર હવે ટામેટાને નિશાન બનાવી રહ્યાં છે. સુરતમાં છેલ્લા કેટલાક દિવસમાં બટાટા અને ટામેટાંની ચોરી થવા લાગી છે. ટામેટાંની ચોરી કરનાર એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. 

સુરતમાં ટામેટાંની ચોરી કરનાર આરોપી ઝડપાયો, CCTVની મદદથી પોલીસે કરી ધરપકડ

ચેતન પટેલ, સુરતઃ ગુજરાત સહિત અનેક દેશોમાં ટામેટાંના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ટામેટાંની કિંમત આસમાને પહોંચી ગઈ છે. દેશભરમાં ટામેટા 150થી 200 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યાં છે. આ વચ્ચે ટામેટાં પર હવે ચોરોની નજર પડી છે. અનેક જગ્યાએ ટામેટાની ચોરી થવાની ઘટના સામે આવી રહી છે. સુરતમાં પણ એક ચોરે ટામેટાંની ચોરી કરી હતી. આ ઘટનાની પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ટામેટા ચોરીની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. હવે પોલીસે સીસીટીવીના આધારે ચોરની ધરપકડ કરી છે. 

સુરતમાં બની ઘટના
બજારમાં શાકભાજીના ભાવ વધતા લોકોની જીવન જરૂરિયાત એવા શાકભાજીની પણ ચોરી થવા લાગી છે. ત્રણ દિવસ પહેલા મોટા વરાછા વિસ્તારમાંથી બટેકાની ચોરી થયા બાદ હવે ટામેટાની પણ ચોરીની ઘટના સામે આવી છે. બજારમાં ટામેટાના ભાવ 200ને પાર થતાં હવે ટામેટાંની ચોરી પણ થવા માંડી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા શાકભાજી બજારમાંથી 150 કિલોથી વધુના ટામેટા ની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. માર્કેટમાંથી ટામેટાની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે. 

હવે શાકભાજી પર ચોરોની નજર
હાલ બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે ચોરો પણ કિંમતી ચીજ વસ્તુ નહીં પરંતુ જીવન જરૂરિયાતની ગણાતી શાકભાજીની ચોરી કરવા માંડ્યા છે. શહેરના પોલીસ ચોપડે શાકભાજી ચોરી થવાની ફરિયાદ નોંધાઇ રહી છે. સુરતમાં ત્રણ દિવસ પહેલા જ મોટા વરાછા વિસ્તારમાંથી 17 કટ્ટા બટાકાની ચોરીની ફરિયાદ ઉતરાણ પોલીસ મથકમાં નોંધાઈ હતી. ત્યાં કાપોદ્રા વિસ્તારમાંથી વધુ એક શાકભાજી ની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં 200 કિલોને પાર પહોંચેલા ટામેટાની ચોરીની ઘટના બની છે. સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલા અક્ષર ડાયમંડ નજીક આવેલી શાકભાજી માર્કેટમાંથી ટામેટા, રિંગણ અને લસણની ચોરી થયાની અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં થઈ છે. વેપારી રાત્રે તમામ સામાન બાંધીને ગયા બાદ સવારે આવ્યો તો ટામેટાંની ૩ ગુણની ચોરી થઇ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. 

કાપોદ્રાની શાક માર્કેટમાંથી ટમેટા સહિતના શાકભાજીની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વેપારીને સવારે શાકભાજીની ચોરી થયા હોવાની જાણ થતા શાક માર્કેટમાં લગાવેલા સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં જોવા મળ્યું હતું કે કોઈ યુવક ટામેટાં લઇ જતો નજરે પડ્યો હતો. માર્કેટમાંથી ચોરે વેપારીના 150 કિલોથી વધુના ટામેટા ચોરી ગયો હતો. એટલું જ નહિ ટામેટા બાદ રીંગણ અને લસણ પણ ચોરી કરી ગયો હતો. 

પોલીસે કરી આરોપીની ધરપકડ
કાપોદ્રા માર્કેટમાંથી ચોરી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ટામેટાંની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. પરંતુ શાકભાજીના ભાવ વધારા બાદ ચોરીની ઘટનાઓ સતત બની રહી છે. તેવામાં શાકમાર્કેટમાં વેપાર કરતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news