ગીર સોમનાથમાં ભિક્ષાવૃતિ કરતા એક બાળકને આરોપીએ ઉઠાવી લીધો અને પછી...
Trending Photos
ગીરસોમનાથ : જિલ્લાના વડા મથક વેરાવળ શહેરમાં હિચકરી ઘટના પ્રકાશમાં આવી છે. સગીરનું અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. સગીરને જમવાની લાલચ આપી વેરાવળ બંદરમાં લઈ ગયા હતા. જ્યાં આરોપી દ્વારા અધમ કૃત્ય આચરવામાં આવ્યું હતું. દિલીપ ઉર્ફે દુલીયો બાબુભાઇ ચૌહાણ નામનો રીઢો આરોપી છે. આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આરોપી અગાઉ પણ પોસ્કો ઉપરાંત દારૂ અને વાહનચોરી સહિત આઠ ગંભીર ગુન્હાનો આરોપી છે. પોલીસે પોકેટકોપ અને નેત્રમ સીસીટીવી કન્ટ્રોલથી આરોપીને ઝડપી લીધો છે. ગુન્હામાં વપરાયેલ બાઇક પણ ચોરીનું હોવાનું સામે આવ્યું છે.
મોટર સાયકલ ચોરી કરી સગીર વયના બાળકનું અપહરણ કરી બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર તેમજ અગાઉ પ્રોહીબીશન, મો.સા. ચોરી તથા બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરનાર રીઢા ગુનેગારને પોકેટકોપ તથા નેત્રમ સીસીટીવી જેવી આધૂનીક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગણતરીની કલાકોમાં વેરાવળ સીટી પોલીસે ઝડપી પાડ્યો છે.
વેરાવળ શહેરમાં બનેલી આ હીચકરી ઘટના અંગે ગીર સોમનાથ એ.એસ.પી ઓમપ્રકાશે માહિતી આપતા જણાવ્યું કે, 08 જુલાઇની રાત્રીના એક ૧૩ વર્ષનો સગીર વયનો દીકરો વેરાવળ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ રેંકડીઓ પાસે જમવાનું માંગતો હતો. તે વખતે આ આરોપી દિલીપ ઉર્ફે દુલીયાએ જમવાનું આપવાનું કહી લલચાવી ફોસલાવી આરોપીએ તેની મોટર સાયકલમાં બેસાડી અપહરણ કરી વેરાવળ બંદરમાં લઇ જઇ તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું. જે ગંભીર બનાવ બાબતે ઉપરોકત ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.
આ ગંભીર ગુન્હા સંદર્ભે વેરાવળ પોલીસમાં ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. દરમિયાન વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડ દ્વારા પોકેટકોપ અને નેત્રમ સીસીટીવી કંટ્રોલની મદદ મેળવી ગણતરીના કલાકો માં જ દબોચી લીધો હતો. આરોપીની પ્રાથમિક તપાસમાં તે એક રીઢો ગુન્હેગાર હોય અને અગાઉ પોસ્કોના ગુન્હામાં ઝડપાયેલ જેની કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. આ ઉપરાંત વેરાવળ શહેરમાં વાહન ચોરીના 04 તેમજ જૂનાગઢ ના 01 ગુન્હાનો આરોપી છે. આ ઉપરાંત દારૂ સહિતના ગંભીર ગુન્હાનો આરોપી છે. તેમજ હાલના ગુન્હામાં પણ ચોરીનું મોટરસાયકલ હોવાનું સામે આવ્યું છે.
આમ અનેક ગંભીર ગુન્હા ના આરોપી એ સગીર બાળક પર પણ અધમ કૃત્ય આચર્યું છે. હાલ તો પોલીસે આરોપી દિલીપ ઉર્ફે દુલીયો વિરુદ્ધ આઇ.પી.સી. કલમ- ૩૬૩,૩૨૩,૩૭૭, ૫૦૬(૨) તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ -૨૦૧૨ ની કલમ- ૪, ૬ મુજબ નો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે