અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 3ના મોત, 4 કલાક ટ્રાફિક જામ થતા લોકો અટવાયા
Accident On Vadodara Ahmedabad Express Way : વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માતમાં 3નાં મોત.... અકસ્માતના લીધે હાઈવે પર ચાર કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થતાં ફસાયા લોકો....
Trending Photos
Accident On Vadodara Ahmedabad Express Way : આજે વહેલી સવારે વડોદરા અમદાવાદ એકસપ્રેસ હાઇવે પર મોટો અકસ્માત સર્જાયો હતો. સવારે ટ્રેલર અને આઇસર ટેમ્પો વચ્ચેની ટક્કરમાં ગમખ્વાર અકસ્માત થયો હતો. આઅકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. અકસ્માતના પગલે એકસપ્રેસ હાઇવે પર 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને કારણે નોકરી અને કામ અર્થે જનારા લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાતાવરણમાં હજી પણ વહેલી સવારે ધુમ્મસ છવાયેલું રહે છે. જેને કારણે ઝીરો વિઝિબિલીટી રહે છે. આવામાં વાહનો ચલાવવામાં તકલીફ પડે છે. ત્યારે મળસ્કે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર ધુમ્મસને કારણે બે વાહનો અથડાયા હતા. વહેરાખાડી- આંકલાવડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર પાછળ ટેમ્પો ઘૂસી ગયો હતો. વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણને લઈ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે.
આ પણ વાંચો :
તો બીજી તરફ, અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો પડી હતી. એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. વડોદરાથી અનેક લોકો અમદાવાદ અને ગાંધીનગર નોકરી અને ધંધાના કામ અર્થે જતા હોય છે, ત્યારે વહેલી સવારે જવા નીકળેલા લોકો અટવાયા હતા.
વડોદરાના અલકાપુરીમાં આવેલી સંપતરાવ કોલોનીમાં પથ્થરમારાની ઘટના બની છે. છેલ્લા 4 દિવસથી દિવસ રાત અજાણ્યા શખ્સો ભેદી રીતે પથ્થરમારો કરી રહ્યાં છે. આ કારણે કોલોનીમાં રહેતા લોકો દિવસ રાત ઉજાગરો કરવા મજબૂર બન્યા છે. અગાશીઓ તેમજ ગલીઓમાં વોચ ગોઠવવા છતાં પથ્થર ફેંકતા શખ્સોની ભાળ નથી મળતી. રહીશોએ ફળિયામાં પથ્થરોનો વિવિધ જગ્યાએ ઢગલો કર્યો હતો. ત્યારે લોકોએ પોલીસને પણ જાણ કરી છતાં પથ્થર ફેંકનારા પોલીસના હાથે પકડાતા નથી. પથ્થર વાગવાના ડરના કારણે બાળકોનું ફળિયામાં રમવાનું બંધ થઈ ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે