ગુજરાતમાં અકસ્માતોની વણઝાર : બેફામ હંકારીને એક્ટિવાને કચડી નાંખતા ટ્રેલરના CCTV જોઈ કમકમાટી થશે

ઠંડીની મોસમમાં વાતાવરણમાં ધુમ્મસ છવાઈ જતા અકસ્માતોનું પ્રમાણ વધી જતું હોય છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લાં 24 કલાકમાં અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. રાજકોટમાં 24 કલાકમાં બે અકસ્માત સર્જાયા છે. જેમાં કાલાવાડ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. તો મોડી રાત્રે ટાગોર રોડ પર વિરાણી ચોક નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો આજે મોડાસામાં ગઈકાલે ટ્રેલરે એક્ટિવાની મારેલી ટક્કરના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. જે હચમચાવી દે તેવા છે. 
ગુજરાતમાં અકસ્માતોની વણઝાર : બેફામ હંકારીને એક્ટિવાને કચડી નાંખતા ટ્રેલરના CCTV જોઈ કમકમાટી થશે

સમીર બલોચ/રક્ષિત પંડ્યા/સૌરાષ્ટ્ર :ઠંડીની મોસમમાં વાતાવરણમાં ધુમ્મસ છવાઈ જતા અકસ્માતોનું પ્રમાણ વધી જતું હોય છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લાં 24 કલાકમાં અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. રાજકોટમાં 24 કલાકમાં બે અકસ્માત સર્જાયા છે. જેમાં કાલાવાડ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. તો મોડી રાત્રે ટાગોર રોડ પર વિરાણી ચોક નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો આજે મોડાસામાં ગઈકાલે ટ્રેલરે એક્ટિવાની મારેલી ટક્કરના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. જે હચમચાવી દે તેવા છે. 

કમકમાટી લાવે તેવા સીસીટીવી  
ગઈકાલે અરવલ્લીના મોડાસામા મોડાસા સહયોગ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર ચાલકે બેફામ હંકારીને એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં સગર્ભા મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો. આજે આ સીસીટીવી સામે આવતા સ્પષ્ટ જોવા મળ્યું કે કેવી રીતે ટ્રેલર ચાલકે ખાલી રસ્તા પર એક્ટિવાને ટક્કર મારી હતી. ટ્રેલર ચાલકે બેફામ ટ્રેલર હંકારી એક્ટિવાને કચડી નાંખી હતી. અકસ્માત ઝોન બની ચૂકેલા સહયોગ ચાર રસ્તા ઉપર સલામતી માટે સર્કલ બનાવવા સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠી છે. 

તો રાજકોટમાં 24 કલાકમાં બે અકસ્માત સર્જાયા છે. આજે રાજકોટના કાલાવડ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પૂરપાટ ઝડપે આવતી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઉસિંગ બોર્ડ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. કારે ઠોકર મારતા બાઇક દિવાલ સાથે અથડાઈ હતી અને ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. 

rajkot_accident_zee.jpg

બીજો અકસ્માત મોડી રાત્રે ટાગોર રોડ પર થયો હતો. ટાગોર રોડ પર વિરાણી ચોક નજીક બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. બ્લેક કલરની સિયાઝ અને બ્લેક કલરની ફોર્ચ્યુનર કાર સામસામે ભટકાઈ હતી. પૂરપાટ ઝડપે આવતી કાર બીજી કાર સાથે અથડાતા બંને કારના પૂરજા ઉડ્યા હતા. પલટી મારી ફોર્ચ્યુનર કાર વીજ પોલ સાથે અથડાઇ હતી. જેથી વીજપોલ પણ ધરાશાયી થયો હતો. આ કારણે સ્થાનિક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા પહોંચી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news