અમદાવાદ : નશામાં ઘૂત બોલેરો ચાલકે AMTS સ્ટેન્ડમાં ઘૂસીને સર્જયો અકસ્માત, 1નું ઘટનાસ્થળે મોત

અમદાવાદના નરોડા એએમટીએસ બસ સ્ટેન્ડમાં ગુરુવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નશામાં ધૂત થઈને બોલેરો કાર હંકારનાર ચાલક સીધો જ નરોડા એએમટીએસ બસ સ્ટેન્ડમાં ઘૂસી ગયો હતો. પૂર ઝડપે આવી રહેલી બોલેરો કારે સાત લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. અન્ય ચાર ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક ખસેડાયા છે. આ અકસ્માતને પગલે ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

અમદાવાદ : નશામાં ઘૂત બોલેરો ચાલકે AMTS સ્ટેન્ડમાં ઘૂસીને સર્જયો અકસ્માત, 1નું ઘટનાસ્થળે મોત

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના નરોડા એએમટીએસ બસ સ્ટેન્ડમાં ગુરુવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નશામાં ધૂત થઈને બોલેરો કાર હંકારનાર ચાલક સીધો જ નરોડા એએમટીએસ બસ સ્ટેન્ડમાં ઘૂસી ગયો હતો. પૂર ઝડપે આવી રહેલી બોલેરો કારે સાત લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અન્ય ચાર ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક ખસેડાયા છે. આ અકસ્માતને પગલે ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

અમદાવાદ ના નરોડા માં આવેલ AMTS બસ સ્ટેન્ડ માં બોલેરો કાર ચાલક પૂર ઝડપે ઘુસી આવતા 1મહિલાનું મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે  ... ગુરુવારે બપોર ના સામે બોલેરો કાર ચાલક નરોડા ગામ તરફ થી આવી અને સ્ટેરીંગ પર કાબુ ગુમાયો હતો , કાબુ ગુમાવતા AMTS બસ સ્ટેન્ટ પાસે બેઠેલા પાથરણા વાળી મહિલા અને એએમટીએસ બસ સ્ટેન્ડ માં ઉભેલા લોકો ને હડફેટે લીધા હતા જેમાં એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને બાકી ના 10 લોકો ને વધુ સારવાર માટે સિવિલ હોસ્ટપીલ ખસેડયા હતા હતા ત્યારે આ સમગ્ર ઘટના ની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે દૌડી આવી હતી અને તપાસ કરતા કાર ચાલક ફરાર થયો ચુક્યો હતો પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે કાર ચાલક નશા ની હાલતા માં હતો ત્યારે પોલીસે આરોપી ની શોધખોળ શરુ કરી છે 

ઉલ્લેખનીય છે કે, અનેકવાર વાહનચાલકો બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસી જતા હોય છે, અને તેને કારણે ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે. આવા અનેક કિસ્સા અગાઉ પણ સામે આવ્યા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news