બે દિવસમાં અમદાવાદમાં BRTS બસનો બીજો અકસ્માત, ચંદ્રનગર પાસે ટેમ્પો સાથે મોટી ટક્કર

અમદાવાદની બીઆરટીએસ બસો અકસ્માતો (accident) માટે પંકાઈ ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એકવાર BRTS બસનો અકસ્માત થયો છે. બે દિવસના ગાળામાં બીઆરટીએસ બસનો આ બીજો અકસ્માત છે. ચંદ્રનગર પાસેના બીઆરટીએસ કોરિડોરમાં માલવાહક ટેમ્પો અને બસ વચ્ચે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો છે. જેમાં BRTS બસ રેલિંગ તોડીને ડિવાઈડર પર ચઢી ગઈ છે. જોકે, બસ ખાલી હોવાથી સમગ્ર ઘટનામાં કોઈને ઇજા થઈ નથી.  કયા કારણોસર અકસ્માત સર્જાયો એની હાલ સ્પષ્ટતા થઈ નથી. જોકે, પ્રાથમિક તારણમાં આંબેડકર બ્રિજ પરથી અંજલિ સર્કલ તરફ જતી બસને ટેમ્પા ચાલકે પાછળથી ટક્કર મારી હોવાની આશંકા છે. 

બે દિવસમાં અમદાવાદમાં BRTS બસનો બીજો અકસ્માત, ચંદ્રનગર પાસે ટેમ્પો સાથે મોટી ટક્કર

અતુલ તિવારી/અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદની બીઆરટીએસ બસો અકસ્માતો (accident) માટે પંકાઈ ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એકવાર BRTS બસનો અકસ્માત થયો છે. બે દિવસના ગાળામાં બીઆરટીએસ બસનો આ બીજો અકસ્માત છે. ચંદ્રનગર પાસેના બીઆરટીએસ કોરિડોરમાં માલવાહક ટેમ્પો અને બસ વચ્ચે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો છે. જેમાં BRTS બસ રેલિંગ તોડીને ડિવાઈડર પર ચઢી ગઈ છે. જોકે, બસ ખાલી હોવાથી સમગ્ર ઘટનામાં કોઈને ઇજા થઈ નથી.   

ચંદ્રનગર કોરિડોરમાં રેલિંગ તોડીને બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી. બીઆરટીએસને સુરક્ષિત સવારી તરીકેનું બિરુદ અપાયું છે, પણ હવે લોકોમાં બીઆરટીએસ બસમાં સવારી કરતા ગભરાઈ રહ્યાં છે. હાલ કયા કારણોસર અકસ્માત સર્જાયો છે તે તપાસ ચાલી રહી છે. સતત વધી રહેલા અકસ્માતોથી સમજી શકાય છે કે, બીઆરટીએસના ડ્રાઈવર ગંભીર રીતે બેદરકારી દાખવી રહ્યાં છે. અકસ્માત સર્જાતા જ બીઆરટીએસનો ડ્રાઈવર ત્યાં જ બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં લોકેશન પાસેની રેલિંગ ડેમેજ થઈ ગઈ છે. જોકે, કોઈ જાનહાનિ સર્જાઈ નથી. 

આજે સવારે GJ 03 BW 2244 Eicher નંબરની બીઆરટીએસ બસ આંબેડકર બ્રિજ ઉતરીને ચંદ્રનગર તરફ જઈ રહી હતી. કોરિડોરમાં દાખલ થતા સમયે ડ્રાઈવરે બેલેન્સ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળ પર હાજર ટેમ્પોચાલકે ઝી 24 કલાકને જણાવ્યું કે, બીઆરટીએસ બસ બ્રિજ પરથી નીચે ઉતરી રહી હતી. બસની સ્પીડ 50 થી 60ની સ્પીડે હતી. બસના ડ્રાઈવરે ડાબી બાજુથી જમણી બાજુ તરફ વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો. જેથી અચાનક ટેમ્પો બસ સાથે ટકરાયો હતો. 

ઉલ્લેખનીય છે કે, હજી બે દિવસ પહેલા બુધવારે બીઆરટીએસ બસને થયેલા અકસ્માતને કોઈ ભૂલી શકે તેમ નથી.  અખબાર નગર અંડરપાસમાં ઘૂસી ગયેલી બસના બે ફાડિયા થઈ ગયા હતા. આ અકસ્માત ચર્ચાના ચગડોળે ચઢી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news