ગુજરાત યુનિવર્સિટીમાં ABVPએ કુલપતિનું બેસણું યોજ્યું, વિરોધ પ્રદર્શન યથાવત

ગુજરાત યુનિવર્સિટીના વિવિધ કોર્ષની પ્રવેશ પ્રક્રિયામાં જે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, તેને બદલવાની માગ સાથે એબીવીપીના કાર્યકરો માગ કરી રહ્યાં છે. 

ગુજરાત યુનિવર્સિટીમાં ABVPએ કુલપતિનું બેસણું યોજ્યું, વિરોધ પ્રદર્શન યથાવત

અતુલ તિવારી/અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ખાસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ફરી વિરોધ પ્રદર્શન કરવાનું છે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયામાં ગેરરિતી મામલે છેલ્લા 15 દિવસથી એબીવીપી જુદી-જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આજે પણ એબીવીપી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાનુ બેસણુ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન એબીવીપીના કાર્યકરોએ મરશિયા પણ ગાયા હતા. 

મહત્વનું છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા ઘણા દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે પણ એબીવીપીએ વિરોધ કર્યો હતો. એબીવીપીના કાર્યકરોએ દીવાલ પર વિવાદાસ્પદ લખાણો લખવાનો પ્રયાસ કરતા યુનિવર્સિટીની સિક્યોરિટીના કર્મચારી અને વિદ્યાર્થી પરિષદના કાર્યકરો વચ્ચે મારામારી પણ થઈ હતી. 

ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીએ આ પહેલા વિરોધના ભાગ રૂપે કુલપતિના પૂતળાની નનામી કાઢી, ત્યારબાદ માંશુ પંડ્યાના ચહેરવાળા પૂતળાના મગજનું ઓપરેશન કરતું નાટક ભજવ્યું, પ્રવેશશુદ્ધિ યજ્ઞ, રજીસ્ટ્રારને બંગડી આપવી, કુલપતિની ચેમ્બર બહાર બગડી લટકાવવી, શાકભાજીની લારી લઈને કેમ્પસમાં આવવું જેવા કાર્યક્રમો આપ્યા છે.

હવે અમદાવાદમાં કોરોનાના દર્દીને ભટકવુ નહિ પડે, કઈ હોસ્પિટલમાં જગ્યા ખાલી છે તે એક ક્લિકમાં જાણી શકાશે 

ગુજરાત યુનિવર્સિટીના વિવિધ કોર્ષની પ્રવેશ પ્રક્રિયામાં જે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, તેને બદલવાની માગ સાથે એબીવીપીના કાર્યકરો માગ કરી રહ્યાં છે. 

ગત વર્ષે યુનિવર્સીટી દ્વારા સરકારી બેઠકો પહેલા ખાનગી કોલેજોની બેઠકો ભરવામાં આવી હતી. તેનો વિરોધ પણ એબીવીપીના કાર્યકરોએ કર્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news