'ડુંગરવાળી ડોશી'ના પર્વતથી પણ ઉંચો ભક્તોનો ઉત્સાહ; પહેલા જ દિવસે માઈમંદિરોમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વમાં નવરાત્રીના પાવન દિવસે અમે આપને દર્શન કરાવી રહ્યા છે. ગુજરાતના મુખ્ય અને પ્રસિદ્ધ માઈમંદિરોમાં અંદાજે 12 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. નવરાત્રિના પહેલા દિવસે ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રવિવારે અંદાજે 3 લાખ ભક્તો ઉમટ્યા હતા.

'ડુંગરવાળી ડોશી'ના પર્વતથી પણ ઉંચો ભક્તોનો ઉત્સાહ; પહેલા જ દિવસે માઈમંદિરોમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ઝી બ્યુરો/અમદાવાદ: શક્તિ ઉપાસનાના મહાપર્વ એટલે આસો નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે નવરાત્રી દરમ્યાન શક્તિપીઠ દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વમાં નવરાત્રીના પાવન દિવસે અમે આપને દર્શન કરાવી રહ્યા છે. ગુજરાતના મુખ્ય અને પ્રસિદ્ધ માઈમંદિરોમાં અંદાજે 12 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. નવરાત્રિના પહેલા દિવસે ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રવિવારે અંદાજે 3 લાખ ભક્તો ઉમટ્યા હતા. જ્યારે અંબાજીમાં 2.16 લાખ અને ચોટીલા બહુચરાજી અને માતાના મઢમાં પણ ભક્તો ઉમટ્યા હતા.

અંબાજી
પ્રથમ નોરતે સાંજ સુધીમાં 2.16 લાખથી વધુ ભક્તોએ દર્શન કરીને પાવન થયા છે. વાઘ ઉપર સવાર માતાજીને પરોઢે વિશેષ શણગાર સાથે મંગળાઆરતી બાદ બાલભોગમાં સોજીના શીરાનું નૈવેધ ધરાવાયું હતું.

બહુચરાજી
શક્તિપીઠ બહુચરાજીમાં પહેલા નોરતે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. સવારે 6 વાગ્યાથી ભક્તોએ શીશ ઝુકાવવા મોડી સાંજ સુધી લાઈન લગાવી હતી. પ્રથમ દિવસે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હોવાનો અંદાજ છે.

ચોટીલા
ચોટીલાના ડુંગરે બિરાજમાન ચામુડા દિવસે 1 લાખથી વધુ ભક્તોએ પ્રથમ દિવસે દર્શન કર્યા હતા. સવારથી ડુંગરના પગથિયા દર્શનાર્થીઓથી ભરાઈ ગયા હતા.

આશાપુરા
માતાના મઢમાં રવિવારે પ્રથમ નોરતે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી  પડ્યા હતા. રવિવારે અહીં અંદાજિત 1.50 લાખ જેટલો માનવ મહેરામણ ઉમટ્યો હતો.

ભદ્રકાળી
નગરદેવી ભદ્રકાળી મંદિરમાં રાત્રે 10 વાગ્યા સુધી મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન 40 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

પાવાગઢ
પાવન નવરાત્રી પર્વમાં રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાંથી માં મહાકાળીના પાવન યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખ્ખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આશો નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે અંદાજીત 2 લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ત્યારે ઝી 24 કલાક આજે તમને પાવાગઢના માં મહાકાળીના વિશેષ દર્શન કરાવા જઈ રહ્યું છે. નવરાત્રીના નવે નવ દિવસમાં મહાકાળીને વિશેષ શણગાર કરવામાં આવે છે. જેના મંદિર ગર્ભગૃહથી સીધા જ દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ.

નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢના માંચીથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી પણ આવતા ભક્તો વિશેષ આસ્થા સાથે માં મહાકાળીના દર્શને આવે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આવતા માઇ ભક્તો અમાસના દિવસે માતાજીના મંદિરમાંથી અખંડ જ્યોત પોતાના માતૃ વતન લઈ જતા હોય છે અને ત્યારબાદ પોતાના ગામ અને પોતાના ઘરે નવરાત્રી પર્વ દરમિયાન માતાજીની ઉપાસના કરતા હોય છે. જેથી છેલ્લા બે દિવસથી અહીં બે લાખથી ઉપરાંત માય ભક્તોએ માતાજીના મંદિર ખાતે આવી અખંડ જ્યોત લઈ પોતાના માટે વતન જવા રવાના થયા હતા. અમાસના દિવસે અહીં આવેલા ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે સાથે જ માતાજી દ્વારા પોતાની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાનું પણ જણાવ્યું હતું.

હાથમાં તલવાર અને ખડગ સહિતના શસ્ત્રો સાથે માં મહાકાળીના વેશમાં આવતા ચોંકાવનારા કરતબો અને શ્રદ્ધાના પુરાવા આપતા જોવા મળે છે. મંદિર પરિસર સહિત પગથિયાં સુધી જાણે હૈયેથી હૈયું દળાતું હોય તેવા દ્રશ્યો પણ મંદિરના ગર્ભ ગૃહમાં જોવા મળ્યા. તો બીજી તરફ દર્શન માટે લાંબી કતારો પણ જોવા મળી. તો દૂર દૂર થી આવેલા ભક્તો પણ માં મહાકાળી ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news