અભય ભારદ્વાજના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાયો, બપોરે 50 લોકોની હાજરીમાં તેમની અંતિમક્રિયા કરાશે
Trending Photos
- બપોરે 1 થી 3 વાગ્યા સુધી એમના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવશે. ત્યારે આ સમયે સીએમ વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના અન્ય મંત્રીઓ ઉપરાંત પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહેશે. 50 પરિવારજનોની હાજરીમાં અભય ભારદ્વાજની અંતિમક્રિયા રાજકોટમાં થશે
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ભાજપના વરિષ્ઠ અગ્રણી રાજ્યસભાના સંસદસભ્ય, પ્રખર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ (abhay bharadwaj) ગઈકાલે કોરોના સામે જંગ હારી ગયા છે. ચેન્નઈમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. ત્યારે તેમના પાર્થિવ દેહને આજે ચેન્નાઇથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહને અમદાવાદથી રોડ માર્ગે રાજકોટ લઈ જવાયો છે.
50 લોકોની હાજરીમાં અંતિમક્રિયા થશે
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ફેફસાંમાં તકલીફ પડતાં રાજકોટથી ચેન્નઈ સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન નિધન થતાં પીએમ મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. અભય ભારદ્વાજના પાર્થિવ શરીરને બાય રોડ રાજકોટ લઈ જવાયો છે. અમદાવાદ એરપોર્ટથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એમ્બ્યુલન્સ મારફતે તેમના દેહને રાજકોટ મોકલાય છે. બપોરે 1 થી 3 વાગ્યા સુધી એમના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવશે. ત્યારે આ સમયે સીએમ વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના અન્ય મંત્રીઓ ઉપરાંત પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહેશે. 50 પરિવારજનોની હાજરીમાં અભય ભારદ્વાજની અંતિમક્રિયા રાજકોટમાં થશે.
આ પણ વાંચો : ભાંગીને હતાશ થયેલા HIV પોઝિટિવ કપલે નવા જીવનની પોઝિટિવ શરૂઆત કરી, સુરતનો કિસ્સો
અભય ભારદ્વાજ લાંબા સમયથી ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર અંતર્ગત હતા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓને ફેફસાની તકલીફો થઈ હતી. સ્થિતિ કાબૂમાં ન આવતા તેઓને ચેન્નઈ લઈ જવાયા હતા. થોડા દિવસ પહેલા જ તેમની તબિયત સ્થિર હોવાના સમાચાર પણ આવ્યા હતા. પરંતુ તેના બાદ ગઈકાલે તેમનુ નિધન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, માત્ર એક જ સપ્તાહના ગાળામાં ગુજરાતની બેઠક પરથી રાજ્યસભામાં ચૂંટાઇ આવનારા બીજા સાંસદ અભય ભારદ્વાજનું હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે નિધન થયું છે. તેઓ જૂન મહિનામાં જ ભાજપનીમાંથી ચૂંટાયા હતા. હજી ગત મંગળવારે જ કોંગ્રેસના રાજ્યસભામાં સાંસદ અહેમદ પટેલના અવસાનથી એક બેઠક ખાલી પડી હતી, ત્યાં ભારદ્વાજના નિધનથી હવે ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે