VIDEO અમદાવાદ: નગરયાત્રા બાદ ભગવાન જગન્નાથજી મંદિરમાં બિરાજમાન, કેન્દ્રીય મંત્રી પણ રહ્યાં હાજર
આજે અષાઢ સુદ ત્રીજના દિવસે ભગવાનની મંદિર પરિસરમાં રથમાં જ નજર ઉતારી પૂજા કર્યા બાદ મંદિરમાં ત્રણેય ભગવાનની મૂર્તિઓને સ્થાપિત કરાઈ. ત્યારબાદ મહંત દિલિપદાસજી મહારાજ દ્વારા આરતી પણ કરવામાં આવી હતી. આ આરતીમાં કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ પણ હાજર રહ્યાં હતાં.
Trending Photos
સંજય ટાંક, અમદાવાદ: શનિવારે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરયાત્રા પર નિકળ્યા હતાં. રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થતા બધાએ હાશકારો અનુભવ્યો હતો. જગન્નાથજી મંદિર પરીસર જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું. ત્યારબાદ આજે અષાઢ સુદ ત્રીજના દિવસે ભગવાનની મંદિર પરિસરમાં રથમાં જ નજર ઉતારી પૂજા કર્યા બાદ મંદિરમાં ત્રણેય ભગવાનની મૂર્તિઓને સ્થાપિત કરાઈ. ત્યારબાદ મહંત દિલિપદાસજી મહારાજ દ્વારા આરતી પણ કરવામાં આવી હતી. આ આરતીમાં કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ પણ હાજર રહ્યાં હતાં.
વીડિયો માટે કરો ક્રલિક- રથયાત્રા પૂરી થયા બાદ ભગવાનનો મંદિરમાં પ્રવેશ, આરતીમાં કેન્દ્રીય મંત્રી હાજર
રાણી રુકમણીજીને લીધા વિના જ એકલા નગરયાત્રાએ નીકળેલા ભગવાનને રાતવાસો મંદિર પરિસરમાં બહાર રથમાં જ કરવો પડ્યો અને આખરે સવારે મંદિરના દ્વાર ખુલતા ભગવાન જગન્નાથજીનો મંદિરમાં પ્રવેશ થયો. આ પ્રસંગે રાજ્ય સરકારના સચિવ કે. કૈલાસ નાથન ઉપસ્થિત રહ્યાં હતાં જ્યારે ભગવાનના મંદિરમાં પ્રવેશ બાદ આરતીમાં કેન્દ્રીય મંત્રી રાજ્ય વર્ધનસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યાં.
આજે વહેલી સવારથી ભક્તોની ભીડ ભગવાન જગન્નાથજીના દર્શન માટે પહોંચી હતી. અષાઢસુદ ત્રીજના દિવસે ત્રણેય ભગવાનની રથમાં નજર ઉતારવામાં આવી હતી અને રથમાં જ ભગવાનની પૂજા કરવામાં આવી. ભગવાન જગન્નાથજીની શહેરમાં નીકળેલી 141મી નગરયાત્રા નિર્વિઘ્ને સંમ્પન્ન થતા સૌએ હાંશકારો અનુભવ્યો હતો. જગન્નાથજી મંદિર પરિસર જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે