‘આપ’નું ટાર્ગેટ ગુજરાત; ફરીથી CM કેજરીવાલ આવી શકે છે ગુજરાતની મુલાકાતે, પ્રચારનો બુંગીયો ફુંકાશે
PM મોદી, પ્રિયંકા ગાંધી બાદ કેજરીવાલ પણ ગુજરાત આવશે. 15 દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવીને ગયા છે, તેવામાં ફરીથી 1લી મેના રોજ ફરીથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ તેમ વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓના પ્રવાસો શરૂ થયા છે. PM મોદી બાદ પ્રિયંકા ગાંધી અને કેજરીવાલ પણ ગુજરાત આવશે. 15 દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવીને ગયા છે, તેવામાં ફરીથી 1લી મેના રોજ ફરીથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી 1લી મેના રોજ દક્ષિણ ગુજરાતમાં કેજરીવાલ આવી શકે છે અને તેઓ ત્રિરંગા યાત્રા કે જાહેરસભા કાર્યક્રમમાં હાજરી આપી શકે છે આપનો કાર્યકમ પંજાબની વિજય બાદ ગુજરાત પર આપની હવે નજર છે.
સુરતમાં આદુ, મરચાના આઈસ્ક્રીમ બાદ નવું નજરાણું, હવે વહીસ્કી ફ્લેવરની મઝા માણી શકશો
ગુજરાતમાં આ વર્ષના અંતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં છે, ત્યારે જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય માહોલ જામી રહ્યો છે. આગામી 15 દિવસમાં ત્રણેય પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.
ભાજપ-કોંગ્રેસ અને હવે આપના દિગ્ગજ નેતાઓ રાજ્યમાં આવીને ચૂંટણીઓ સભાઓ, રેલીઓ અને ભવ્ય રોડ શો કરી રહ્યા છે. તે દિશામાં ‘આપ’નું ટાર્ગેટ ગુજરાત છે. દિલ્હી-પંજાબ સર કર્યા બાદ હવે ‘આપ’ના શિરે એક મોટી જવાબદારી છે. થોડા દિવસ પહેલા જ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાતમાં બે દિવસીય મુલાકાત માટે આવી ચૂક્યા છે. ત્યાં ફરીથી દક્ષિણ ગુજરાતમાં કેજરીવાલનો પ્રવાસ યોજાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે