AAP માં જોડાયેલા મહેશ સવાણી સેંકડો અનાથ દીકરીઓના પાલક પિતા, બિલ્ડર અપહરણ કેસમાં ફરાર હતા

હાલ ગુજરાતમાં રાજકીય ઉથલ પાથલ ચાલી રહી છે. વિધાનસભા ચૂંટણી 2022 ની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આમ આદમી પાર્ટી અને ભાજપની રાજકીય ગતિવિધિ તેજ થઇ ચુકી છે. પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાયા બાદ  આજે સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ આપમાં જોડાયા હતા. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે ખેસ પહેરાવીને તેમને આપમાં આવકાર્યા હતા. 
AAP માં જોડાયેલા મહેશ સવાણી સેંકડો અનાથ દીકરીઓના પાલક પિતા, બિલ્ડર અપહરણ કેસમાં ફરાર હતા

સુરત : હાલ ગુજરાતમાં રાજકીય ઉથલ પાથલ ચાલી રહી છે. વિધાનસભા ચૂંટણી 2022 ની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આમ આદમી પાર્ટી અને ભાજપની રાજકીય ગતિવિધિ તેજ થઇ ચુકી છે. પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાયા બાદ  આજે સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ આપમાં જોડાયા હતા. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે ખેસ પહેરાવીને તેમને આપમાં આવકાર્યા હતા. 

મહેશ સવાણી બિઝનેસમેન હોવાની સાથે સાથે અનાથ દિકરીઓના લગ્ન કરાવવા માટે પણ સમગ્ર રાજ્યમાં જાણીતા છે. આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અનેક વિવાદોના કારણે પણ ચર્ચામાં રહ્યા છે. 2020 માં બિલ્ડરનું અપહરણ કરવા મુદ્દે તેમની સામે પોલીસ કેસ ચાલી રહ્યો છે. 

ભાવનગરના રાપરડા ગામમાં મહેશ સવાણીએ ડિપ્લોમાં સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઇ સુરતમાં વલ્લભ ટોપીના નામે જાણીતા બન્યા હતા. સુરતમાં હીરાના વ્યવસાયથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભભાઇએ ધુમ કમાણી કરી હતી. આજે ડાયમંડ, એજ્યુકેશન, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતનાં બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી.પી સવાણી ગ્રુપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news