જાણવા જેવો કિસ્સો! શરીરસુખ માણ્યા બાદ નક્કી કરેલા 2500 રૂપિયાની માંગણી કરતા હેતલને મળ્યું કરૂણ મોત
ગણદેવીના દુવાડા ગામે રહેતી 29 વર્ષીય હીના ઉર્ફે હેતલ અર્જુન નાયકાને ગામના જ યુવાન સાથે રૂપિયાની લાલચે સંબંધ બાંધવો જીવનનાં અંત સુધી પહોંચ્યો હતો.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: પિયરથી સાસરે જતી દુવાડાની પરિણીતાને ગણદેવીથી લિફ્ટ આપનાર ગામના જ યુવાને 2500 રૂપિયા આપવાનું નક્કી કરી તેની સાથે સબંધ બાંધ્યા હતા. પરંતુ બાદમાં રૂપિયા ન આપતા પરિણીતાએ ઝઘડો કરતા યુવાને તેને પછાડી, તેના માથે પથ્થર માર્યા બાદ પરિણીતાની જ ઓઢણીથી ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી ફરાર થયો હતો. જેને નવસારી LCB પોલીસે સીસીટીવી ફૂટેજ અને તેમની ટકેનિલ સર્વેલાંસને આધારે બે જ દિવસમાં ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે.
ગણદેવીના દુવાડા ગામે રહેતી 29 વર્ષીય હીના ઉર્ફે હેતલ અર્જુન નાયકાને ગામના જ યુવાન સાથે રૂપિયાની લાલચે સંબંધ બાંધવો જીવનનાં અંત સુધી પહોંચ્યો હતો. 29 વર્ષીય હેતલ બે દિવસ અગાઉ પોતાના ઘરેથી સવારે નજીકમાં આવેલા કછોલી ગામે પોતાના પિયર ગઈ હતી. જ્યાંથી પગપાળા જ દુવાડા આવવા લગભગ 4 વાગ્યે નિકળી હતી. કછોલીથી ગણદેવી દુવાડા માર્ગ પર પહોંચતા જ હેતલને ગામનો 26 વર્ષીય મયુર ઉર્ફે માયા રાજુ હળપતિ મળ્યો હતો અને તેને બાઈક પર લિફ્ટ આપી હતી.
રસ્તામાં મયુરે હેતલને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા 2500 રૂપિયાની લાલચ અપાતા હેતલ તૈયાર થઈ હતી. જેથી મયુરે દુવાડામાં જ આવેલી શ્રી રામ ક્વોરીની સામે આવેલી ખુલ્લી જગ્યામાં હેતલને લઈ જઈ તેની સાથે શરીર સુખ માણ્યું હતું. બાદમાં હેતલે રૂપિયા માંગ્યા મયુર પાસે રૂપિયા ન હોવાથી તેણે રૂપિયા આપવાનો ઇન્કાર કરતા હેતલે તેની સાથે ઝઘડો કર્યો હતો અને ગામમાં બધાને કહી તેને બદનામ કરવાની ધમકી આપી ચાલતી થઈ હતી. જેથી મયુર તેની પાછળ દોડ્યો અને રસ્તા પરથી હેતલને ખેંચી ફરી શ્રી રામ ક્વોરીની સામેની જગ્યામાં લઈ આવ્યો હતો. જ્યાં બંને વચ્ચે ઝપાઝપી થઈ, જેમાં મયુરે હેતલના માથામાં પથ્થર મારતા તે અધમૂઈ થઈ જમીન પર ફસડાઈ પડી હતી.
બીજી તરફ આવેશમાં આવીને મયુરે હેતલના કપાળ અને ડાબી આંખમાં બોથડ પદાર્થ મારી તેને ઘાયલ કરી હતી. સાથે જ તેની મરૂન રંગની ઓઢણી વડે તેનું ગળું દબાવી હેતલને મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થયો હતો. બીજે દિવસે સવારે જ્યારે હેતલનો મૃતદેહ જોયા બાદ હરકતમાં આવેલી ગણદેવી પોલીસ સાથે નવસારી LCB પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સાથે જ રસ્તાના સીસીટીવી ફૂટેજ જોતા મૃતક હેતલ 5:30 વાગ્યાના સુમારે કોઈની સાથે બાઈક પર બેસી જઈ રહી હતી, જેના થોડા સમયમાં જ બાઈક ફરી આવી, પણ હેતલ ન હતી. જેથી પોલીસે બાઈકના નંબરને આધારે તેના માલિક અને તેની પાસેથી મયુર સુધી પહોંચી હતી.
પ્રથમ ગલ્લતલ્લા કરતો મયુર પોલીસની કડકાઈ સામે ભાંગી પડ્યો હતો અને અંતે તેણે તેની કાળી કરતૂતની કહાની વર્ણવી તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ 2500 રૂપિયાની લાલચે હેતલની હત્યા થઈ હતી. પોલીસે હત્યારા મયુર હળપતિની ધરપકડ કરી આગળની તપાસ અર્થે ગણદેવી પોલીસને સોંપ્યો હતો.
દુવાડાની હેતલ નાયકને 2500 રૂપિયાના વાંકે મોતને ઘાટ ઉતારનાર હત્યારો મયુર આગળ પણ હત્યાના ગુનામાં જેલની હવા ખાઇ ચૂક્યો હતો. મયુરને વર્ષ 2016 માં પોતાના સગા પિતા રાજુ હળપતિની હત્યાના ગુનામાં પોલીસે પકડ્યો હતો, પણ યોગ્ય પુરાવાના અભાવમાં મયુર નિર્દોષ છૂટયો હતો. જોકે ગુનાહિત અને તામસી મગજ ધરાવતા મયુરે પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ રૂપિયા નહીં આપવા આવેશમાં આવી તેને યમધામ પહોંચાડી, જેના કારણે હેતલનો એક બાળક નિરાધાર અને બીજાએ માતાનો પ્રેમ ખોવાનો વારો આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે